Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરમાં કોંગ્રેસના બે નેતા સામસામે:પૂર્વ કાર્યકારી પ્રમુખ સામે ઉપપ્રમુખની ઉમરા પોલીસમાં ગંભીર ફરિયાદ, કરોડોના ફ્લેટ વેચાણમાં બોગસ શેર સર્ટિ. આપ્યાનો આરોપ

    4 days ago

    શહેર રાજકારણમાં કોંગ્રેસના જ બે દિગ્ગજ નેતાઓ સામસામે આવી ગયા છે. સુરત શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ અને એડવોકેટ ઋષિન રાયકા દ્વારા સુરત શહેર કોંગ્રેસના પૂર્વ કાર્યકારી પ્રમુખ દીપ નાયક અને તેમના પરિવાર વિરુદ્ધ ઉમરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને કથિત દસ્તાવેજી કૌભાંડની ગંભીર ફરિયાદ નોંધાવવામાં આવી છે. આક્ષેપ છે કે, સોસાયટીના ડુપ્લિકેટ શેર સર્ટિફિકેટ બનાવી, પૂર્વ પ્રમુખની ખોટી સહીઓ કરીને ફ્લેટ ત્રાહિત પક્ષકારને વેચી મારવાનો છે. જમીન-મિલકતની લેતીદેતીમાં દાનત બગડી સમગ્ર મામલાની વિગત એવી છે કે વર્ષ 2023માં સુરત કોંગ્રેસના પૂર્વ કાર્યકારી પ્રમુખ દીપ નાયક અને દક્ષાબેન નાયકે કોંગ્રેસના જ ઉપપ્રમુખ ઋષિન રાયકાને પોતાનો એક ફ્લેટ વેચવા માટે આપ્યો હતો અને તે અંગેની વ્યાપારી પ્રક્રિયાઓ થઈ હતી. જો કે, મિલકત વેચાણ આપ્યા બાદ આરોપીઓની દાનત બગડી હતી અને તેઓએ આ ફ્લેટ કાનૂની રીતે ઋષિન રાયકાના નામે ટ્રાન્સફર કરી આપવા માટે આનાકાની શરૂ કરી હતી. ભોગ બનનાર રાયકાને આ અંગે શંકા જતાં તેમણે સૌપ્રથમ ખટોદરા પોલીસ સ્ટેશનમાં ન્યાય માટે અરજી કરી હતી. ઘટનાની ગંભીરતા જોઈને ખટોદરા પોલીસે પ્રાથમિક તપાસ કરીને આગળની કાર્યવાહી માટે આ કેસ ઉમરા પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કર્યો હતો, જ્યાં તપાસ દરમિયાન એક પછી એક મોટા સ્કેમનો પર્દાફાશ થયો છે. પૂર્વ પ્રમુખની ખોટી સહી કરી બોગસ શેર સર્ટિફિકેટ બનાવ્યાનો પર્દાફાશ ઉમરા પોલીસ મથકમાં તપાસનો દોર આગળ વધતા મિલકતના મૂળ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. આ દરમિયાન સોસાયટીના વર્ષ 2007-08ના પૂર્વ પ્રમુખ વર્ષાબેન જયેશભાઈ સોમપુરા (રહે. ભીમરાડ) ની કથિત બનાવટી સહીઓ મળી આવી હતી. વર્ષાબેન સોમપુરાના જણાવ્યા મુજબ, તેઓ જ્યારે પ્રમુખ હતા ત્યારે જે સભ્યો મેન્ટેનન્સ નહોતા ચૂકવતા તેમને શેર સર્ટિફિકેટ અપાયા નહોતા. પરંતુ આરોપી દક્ષાબેન નાયકે વર્ષ 2023માં પોતાના મૂળ શેર સર્ટિફિકેટ ગુમ થયાની ખોટી અરજી કરી દીધી હતી. ત્યારબાદ સોસાયટીના હાલના પ્રમુખ રીન્કલબેન દોશી સાથે સાંઠગાંઠ કરીને, પૂર્વ પ્રમુખ વર્ષાબેનની જાણ કે મંજૂરી વિના જ તેમની ખોટી અને બોગસ સહીઓ કરી વર્ષ 2008 અને વર્ષ 2014ના ડુપ્લિકેટ શેર સર્ટિફિકેટ્સ ઊભા કરી દેવામાં આવ્યા હતા. સરકારી કચેરીઓ અને રજિસ્ટ્રારને પણ અંધારામાં રાખ્યા આરોપીઓએ માત્ર બોગસ સર્ટિફિકેટ બનાવ્યા એટલું જ નહીં, પણ તેનો ઉપયોગ કરીને સરકારી કચેરીઓ અને સબ-રજિસ્ટ્રારને પણ છેતરવાનો પ્રયાસ કર્યો છે. ફરિયાદમાં કરાયેલા આક્ષેપો અનુસાર, આરોપીઓએ આ કૂટનૂતિથી તૈયાર કરાયેલા દસ્તાવેજોનો ઉપયોગ સુન્દરમ એપાર્ટમેન્ટના ફ્લેટ નં. G/2 (002) ની જંત્રી ભરવા માટે કર્યો હતો. આ ઉપરાંત સબ-રજિસ્ટ્રાર કચેરીમાં સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ સબમિટ કરવા અને મિલકતના વેચાણ દસ્તાવેજની સત્તાવાર નોંધણી કરાવવા માટે પણ આ જ ડુપ્લિકેટ કાગળો રજૂ કરવામાં આવ્યા હતા. આ વિવાદિત મિલકતનો દસ્તાવેજ 13 મે, 2024ના રોજ સબ-રજિસ્ટ્રાર કચેરીમાં SRT/1/ATV No.6699/2024 હેઠળ રજિસ્ટર્ડ પણ કરાવી દેવામાં આવ્યો હતો. દીપ નાયક, દક્ષાબેન અને સોસાયટી પ્રમુખ રીન્કલબેન વિરુદ્ધ ગુનો દાખલ કોંગ્રેસ નેતા ઋષિન રાયકાની ફરિયાદ અને સોસાયટીના પૂર્વ પ્રમુખ વર્ષાબેન સોમપુરાના સત્તાવાર નિવેદનોના આધારે ઉમરા પોલીસે કાયદાનો સિકંજો કસ્યો છે. પોલીસે આ કેસમાં (1) દક્ષાબેન સુરેશભાઈ નાયક, (2) દીપ સુરેશભાઈ નાયક (પૂર્વ કાર્યકારી પ્રમુખ, સુરત કોંગ્રેસ) અને (3) રીન્કલબેન પરેશભાઈ દોશી (હાલના સોસાયટી પ્રમુખ) વિરુદ્ધ ગુનાહિત ષડયંત્ર રચવાનો ગુનો નોંધ્યો છે. ઉમરા પોલીસ સ્ટેશનમાં નવીનતમ કાયદાકીય પ્રક્રિયા હેઠળ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 336, 338, 340 અને 54 મુજબ બનાવટી દસ્તાવેજો બનાવવા, તેનો અસલ તરીકે ઉપયોગ કરવો અને આર્થિક છેતરપિંડી આચરવા બદલ ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    રેસકોર્સ મેદાનમાં રાત્રિ બજારમાં મારામારી:રેંકડી રાખવા મામલે થયેલી બબાલમાં સાંકળથી હુમલામાં એકને માથામાં ટાંકા આવ્યા, અન્ય ઇજાગ્રસ્ત
    Next Article
    Daman sea becomes stormy | દમણનો દરિયો બન્યો તોફાની | દમણના દેવકા બીચ પર દરિયાદેવનું તોફાની સ્વરૂપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment