Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેસકોર્સ મેદાનમાં રાત્રિ બજારમાં મારામારી:રેંકડી રાખવા મામલે થયેલી બબાલમાં સાંકળથી હુમલામાં એકને માથામાં ટાંકા આવ્યા, અન્ય ઇજાગ્રસ્ત

    4 days ago

    રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે રેંકડી રાખવાના મુદ્દે બે પક્ષ વચ્ચે થયેલી મારામારીમાં યુવક સહિત બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા પોલીસ દોડી ગઈ હતી અને રાત્રી બજાર બંધ કરાવવાની નોબત આવી હતી. બનાવ અંગે પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. માધવભાઈ પ્રકાશભાઈ ચાવડા (ઉ.વ. 23)એ પોલીસને જણાવ્યું હતું કે તેઓ રેસકોર્સ મેદાનમાં ‘ચટર પટર’ નામની ફૂડ કાર્ટ ચલાવે છે. તેમની સામે જ તેમના જીજાજી ઉદય શૈલેષભાઈ જોષીની ‘ડ્રીમ ફૂડ પોઈન્ટ’ નામની રેંકડી છે. દરમિયાન અગાઉ બાજુમાં સોડાની રેંકડી ચલાવતા મોહિતગીરી બટુકગીરી ગૌસ્વામી અને તેનો મિત્ર પરાગ પાઠક ઉદયભાઈ સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. આરોપીઓએ રેંકડી હટાવી લેવાની ધમકી આપી પોતાની કાર્ટ આગળ મૂકી દીધી હતી. બાદમાં ઉશ્કેરાઈ ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. મોહિતે લોખંડની સાંકળ વડે હુમલો કરતાં ઉદયભાઈના માથામાં ઈજા થઈ હતી અને બે ટાંકા આવ્યા હતા. વચ્ચે પડેલા માધવભાઈને પણ માર મારવામાં આવતા તેમને હાથ અને પીઠના ભાગે ઈજાઓ પહોંચી હતી. બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 15 વર્ષના પુત્રે ભણવાનું છોડી પાનની દુકાને કામ શરૂ કરતાં પિતાએ એસિડ પીધું રાજકોટમાં સંતાનના ભવિષ્યની ચિંતામાં એક પિતાએ આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ છે. કાલાવડ રોડ વિસ્તારમાં રહેતા હરેશભાઈ લાખાભાઈ મકવાણા (ઉ.વ. 40)એ જામનગર રોડ પર એસિડ પી લેતા તેમને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હરેશભાઈએ જણાવ્યું હતું કે, તેઓ કડિયાકામની મજૂરી કરે છે. તેમનો 15 વર્ષનો પુત્ર અભ્યાસ છોડીને પાનની દુકાને કામે લાગી ગયો હતો. આ અંગે જાણ થતાં તેઓ પુત્રને સમજાવવા દુકાને ગયા હતા અને ફરીથી શાળામાં જવા સમજાવ્યું હતું. પરંતુ પુત્ર તૈયાર ન થતા બંને વચ્ચે રકઝક થઈ હતી. આ ઘટનાથી વ્યથિત થઈ હરેશભાઈએ એસિડ પી લીધું હતું. હાલ તેઓ સારવાર હેઠળ છે. પોલીસે તેમનું નિવેદન નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે. ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં જ શાકભાજી વેપારીએ ઝેરી દવા પીધી ગોંડલ તાલુકાના શ્રીનાથગઢ ગામના શાકભાજી વેપારી હરેશભાઈ મનસુખભાઈ સોલંકી (ઉ.વ. 35)એ મંગળવારે સવારે રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં જ ઝેરી દવા પી લેતાં હડકંપ મચી ગયો હતો. તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હરેશભાઈએ જણાવ્યું હતું કે પત્ની અને સાસરી પક્ષ સાથે લાંબા સમયથી મતભેદ ચાલતા હતા. સાસુ, સસરા અને સાળા તરફથી છૂટાછેડાની ધમકીઓ મળતી હોવાથી તેઓ માનસિક રીતે કંટાળી ગયા હતા. બીજી તરફ પત્ની કાજલબેને જણાવ્યું હતું કે પતિ વારંવાર ઘરમાંથી પૈસા લઈ જતાં અને દેવું કરતા હતા. આ કારણે એક અઠવાડિયા પહેલાં તેઓ માવતરે રહેવા આવી ગયા હતા. ગઈકાલે પતિએ ફોન પર જાનથી મારી નાખવાની અને પોતે મરી જવાની ધમકી આપી હતી. જેના પગલે મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરવામાં આવી હતી. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. લવ મેરેજ કરનાર 22 વર્ષીય પરિણીતાનું શંકાસ્પદ મોત રાજકોટના કનૈયા ચોક વિસ્તારમાં રહેતી 22 વર્ષીય હેમાન્દ્રિ યશ સોલંકીનું શંકાસ્પદ સંજોગોમાં મોત થતાં પોલીસ તપાસ શરૂ કરી છે. મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.હેમાન્દ્રિને તેમના પતિ યશ હોસ્પિટલમાં બેભાન હાલતમાં લાવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પતિના જણાવ્યા મુજબ હેમાન્દ્રિને અગાઉથી હરસની સારવાર ચાલતી હતી. રાત્રે તેમને શ્વાસ ચડ્યો હતો તેમજ ઉલટી પણ થઈ હતી. જોકે આ સ્થિતિ છતાં તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા ન હતા. સવારે બેભાન હાલતમાં મળી આવતા હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવ શંકાસ્પદ જણાતા પોલીસે મૃતકના માતા-પિતાનો સંપર્ક કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. બે લિસ્ટેડ બુટલેગર પાસા હેઠળ સાબરમતી જેલ હવાલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે દારૂના ગેરકાયદે ધંધા સામે કાર્યવાહી કરતાં બે લિસ્ટેડ બુટલેગરોને પાસા હેઠળ અટકાયતમાં લઈ સાબરમતી જેલ હવાલે કર્યા છે. પાસા હેઠળ ઝડપાયેલા શખ્સોમાં લક્કીરાજસિંહ રઘુવીરસિંહ ઝાલા (રતનપર) અને રોહિત ઉર્ફે રાહુલ ભરત ભેંસજાળીયા (આજીડેમ વિસ્તાર)નો સમાવેશ થાય છે. બંને વિરુદ્ધ દારૂ સંબંધિત અનેક ગુનાઓ નોંધાયેલા છે. પોલીસ તપાસ મુજબ લક્કીરાજસિંહ સામે દારૂ સહિતના કુલ આઠ ગુનાઓ નોંધાયેલા છે, જ્યારે રોહિત સામે ત્રણ ગુનાઓ નોંધાયા છે. પોલીસ કમિશનરની મંજૂરી બાદ ક્રાઈમ બ્રાન્ચે બંનેની પાસા વોરંટની બજવણી કરી હતી. બે રેસ્ટોરન્ટના કર્મચારીઓ વચ્ચે જાહેરમાં જૂથ અથડામણ રાજકોટના યુનિવર્સિટી રોડ પર ગંગોત્રી પાર્ક વિસ્તારમાં આવેલી બે જાણીતી રેસ્ટોરન્ટના કર્મચારીઓ વચ્ચે મોડી રાત્રે થયેલી હિંસક અથડામણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી છે.પ્રાપ્ત માહિતી મુજબ ‘રજની ઢોસા’ અને ‘હરભોલે રેસ્ટોરન્ટ’ના કર્મચારીઓ વચ્ચે સામાન્ય તકરાર બાદ મામલો ઉગ્ર બન્યો હતો. બાદમાં એક પક્ષના ટોળાએ ધસી આવી જાહેરમાં મારામારી શરૂ કરી હતી. બંને તરફથી લાકડીઓ અને પથ્થરો ઉછળતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. તોફાની તત્વોએ રસ્તા પર પાર્ક કરાયેલા વાહનને પણ નુકસાન પહોંચાડ્યું હતું. ઘટનાથી સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. યુનિવર્સિટી પોલીસે વાયરલ વીડિયો આધારે સંડોવાયેલા શખ્સોની ઓળખ મેળવી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સિટી બસ કંડક્ટર પર લાકડાના ધોકાથી હુમલો રાજકોટના ગુણાતીતનગર વિસ્તારમાં રૂમની સાફ-સફાઈ બાબતે થયેલા ઝઘડામાં સિટી બસના કંડક્ટર પર હુમલો થતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. મૂળ રાજસ્થાનના અને હાલ રાજકોટમાં રહેતા ભરતભાઈ પુરોહિત (ઉ.વ. 49)એ જણાવ્યું હતું કે તેઓ શેરીંગમાં ભાડાના રૂમમાં રહે છે. તેમની સાથે નીતિન નામનો વ્યક્તિ પણ રહે છે. ગઈ રાત્રે રૂમની સ્વચ્છતા મુદ્દે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાદ નીતિન અને એક અજાણ્યા વ્યક્તિએ લાકડાના ધોકા વડે હુમલો કરતાં ભરતભાઈના માથામાં ઈજા પહોંચી હતી. તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. યુનિવર્સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    PM મોદી 16 મહિના પછી ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા:G–7 સમિટમાં બંનેએ 5 મિનિટ વાત કરી; મેલોનીએ મોદીને કહ્યું- આપણે ઇન્સ્ટાગ્રામ પર સૌથી ફેમસ છીએ
    Next Article
    શહેરમાં કોંગ્રેસના બે નેતા સામસામે:પૂર્વ કાર્યકારી પ્રમુખ સામે ઉપપ્રમુખની ઉમરા પોલીસમાં ગંભીર ફરિયાદ, કરોડોના ફ્લેટ વેચાણમાં બોગસ શેર સર્ટિ. આપ્યાનો આરોપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment