Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડાંગના જંગલોમાં આગિયાનો કુદરતી પ્રકાશ:ચોમાસા પૂર્વે હજારો આગિયાથી ઝગમગી ઉઠ્યા જંગલો

    6 days ago

    દક્ષિણ ગુજરાતના ડાંગ અને સાપુતારા આસપાસના ગાઢ જંગલો હાલ કુદરતના અનોખા ચમત્કારના સાક્ષી બની રહ્યા છે. રાત્રિ પડતા જ હજારો આગિયા (Fireflies) ઝગમગી ઊઠે છે અને સમગ્ર વિસ્તારને કુદરતી અજવાળાથી પ્રકાશિત કરી દે છે. આ અદ્ભુત દ્રશ્યો પ્રવાસીઓ, પર્યાવરણપ્રેમીઓ અને ફોટોગ્રાફી રસિયાઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ચોમાસા પૂર્વે અને ચોમાસાની શરૂઆતમાં, મે થી જુલાઈ દરમિયાન આગિયાની સંખ્યામાં વધારો થાય છે. ભેજવાળા અને હરિયાળા જંગલોમાં વસવાટ કરતા આ નાના જીવાતો પોતાના શરીરના પાછળના ભાગમાંથી કુદરતી પ્રકાશ ઉત્પન્ન કરે છે. તેમના શરીરમાં Luciferin, Luciferase અને Oxygen વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાને કારણે આ પ્રકાશ ઉત્પન્ન થાય છે, જેને વૈજ્ઞાનિક ભાષામાં 'બાયોલ્યુમિનેસેન્સ' કહેવાય છે. આ પ્રકાશ ગરમી વગર ઉત્પન્ન થતો હોવાથી તેને 'કોલ્ડ લાઇટ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ અનોખી કુદરતી ઘટનાને નજીકથી સમજવા અને કેમેરામાં કેદ કરવા માટે જાણીતા વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર અમિત જરીવાલા દ્વારા 'ફાયરફ્લાયઝ ફોટોગ્રાફી વર્કશોપ'નું આયોજન કરાયું હતું. આ વર્કશોપમાં દેશ-વિદેશના અનેક ફોટોગ્રાફરો અને કુદરતપ્રેમીઓએ ભાગ લીધો હતો. તેમને નાઇટ ફોટોગ્રાફી સાથે આગિયાના સંરક્ષણ અને જવાબદારીપૂર્વક પ્રકૃતિનો આનંદ માણવા અંગે માર્ગદર્શન અપાયું હતું. કેમ્પના આયોજક અમિત જરીવાલાએ જણાવ્યું કે, આગિયા જેવી નાજુક જીવસૃષ્ટિનું સંવર્ધન અને સંરક્ષણ અત્યંત જરૂરી છે. તેમણે લોકોને પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલ બની જૈવ વૈવિધ્ય જાળવવા અપીલ કરી હતી. આ વર્કશોપમાં રશિયાથી આવેલા પ્રવાસી માઈકલે પણ ભાગ લીધો હતો. તેમણે જણાવ્યું કે, આગિયાની આ ઝગમગાહટનો અનુભવ તેમના માટે અત્યંત યાદગાર રહ્યો છે. સ્થાનિક યુવા તુષાર કામડીએ આગિયાની જીવનશૈલી અને ડાંગના જંગલો તેમના માટે કેટલા મહત્વપૂર્ણ છે તે અંગે રસપ્રદ માહિતી આપી હતી. ડાંગના જંગલોમાં સર્જાતો આ જીવંત અજવાળો માત્ર કુદરતનું અદભુત સૌંદર્ય જ નથી, પરંતુ પર્યાવરણ સંરક્ષણ, જૈવ વૈવિધ્ય અને ઇકો-ટુરિઝમ માટે પણ એક સુવર્ણ તક બની રહ્યો છે. આવનારી પેઢીઓ પણ આ કુદરતી ખજાનાનો આનંદ માણી શકે તે માટે તેના સંરક્ષણની જરૂરિયાત વધુ મહત્ત્વપૂર્ણ બની છે.
    Click here to Read More
    Previous Article
    બુધવારનું રાશિફળ:મેષ રાશિને પૈતૃક સંપત્તિ સંબંધિત મામલામાં સફળતાના યોગ, સિંહ અને મીન રાશિને પ્રમોશનના સંકેત
    Next Article
    હિંમતનગરના રાયગઢમાં વૈજનાથ મહાદેવને 150 કિલો બરફનો શણગાર:ગર્ભગૃહ સહિત આસપાસના ભાગોમાં પણ બરફથી આકર્ષક સજાવટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment