Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટડી પાસે કાર-ટ્રેલર અકસ્માત:રિટાયર્ડ મામલતદાર સહિત બેના મોત, ત્રણ લોકો ઈજાગ્રસ્ત; સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

    5 days ago

    પાટડીના કઠાડા ગામ પાસે કાર અને ટ્રેલર વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં બે લોકોના મોત થયા છે, જ્યારે ત્રણ અન્ય ઈજાગ્રસ્ત થયા છે. મૃતકોમાં એક નિવૃત્ત નાયબ મામલતદાર અને એક આધેડ મહિલાનો સમાવેશ થાય છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. દસાડા તાલુકાના કઠાડા ગામ નજીક સર્જાયેલા આ અકસ્માતમાં નિવૃત્ત નાયબ મામલતદાર એમદખાન અલીખાન મલેકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. તેઓ દસાડા તાલુકાના ઝેઝરી ખાતે સવા મહિનાની ઝીયારત કરીને વારાહી પરત ફરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. આ અકસ્માતમાં એમદખાન મલેકની પત્ની રાણબાઈ એમદખાન મલેક, કાર ચાલક હયાતખાન હુસેનખાન મલેક અને અન્ય આધેડ મહિલા હસીનાબેન ઇકબાલખાન મલેકને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને 108 એમ્બ્યુલન્સ દ્વારા પાટડી સરકારી હોસ્પિટલ લઈ જવાયા બાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગરની સી.યુ.શાહ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન હસીનાબેન ઇકબાલખાન મલેકનું પણ મૃત્યુ થયું હતું. કાર ચાલક હયાતખાન હુસેનખાન મલેકની ગંભીર ઈજાઓને કારણે તેમને અમદાવાદની કે.ડી. હોસ્પિટલમાં વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યા છે. આ અકસ્માતમાં પાટણના સાંતલપુરના વારાહી ખાતે રહેતા બે લોકોના મોત થતા તેમના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. દસાડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ દસાડા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ વી.આઈ.ખડીયા ચલાવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    કર્મચારી શિક્ષણ તિર્થનો સુવર્ણ જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી:વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે અદ્યતન પ્રયોગશાળાનો પ્રારંભ કરાયો
    Next Article
    After Months Of Speculation, Tom Holland Confirms Marriage To Zendaya: 'My Family Was There'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment