Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કર્મચારી શિક્ષણ તિર્થનો સુવર્ણ જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી:વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે અદ્યતન પ્રયોગશાળાનો પ્રારંભ કરાયો

    5 days ago

    શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં કર્મચારી શિક્ષણ તિર્થ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના 50 વર્ષ પૂર્ણ થવાના ગૌરવપૂર્ણ અવસરે શાળાના પ્રાંગણમાં સુવર્ણ જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ શુભ અવસરે પણ વિદ્યાર્થીઓના સર્વાગી વિકાસની વાત કરવામાં આવી હતી. જેના ભાગરૂપે જ ટ્રસ્ટી મંડળ તથા મહેમાનોના હસ્તે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે અદ્યતન પ્રયોગશાળાનું ઉદ્દઘાટન કરીને વિદ્યાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. એટલું જ નહીં પરંતુ આજના સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થીઓ ટકી રહે અને સફળતાં મેળવે તેવા હેતુસર સ્માર્ટ વર્ગખંડ અને નવી પ્રયોગશાળા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્દષ્ટિકોણ વિકસાવવામાં મહત્વપૂર્ણ સાબિત થાય તેવી આશા વ્યક્ત કરી હતી. સ્કાઉટ ગાઇડના વિદ્યાર્થીઓની પરેડ કરીને સૌની સલામી ઝીલી કાર્યક્રમનો પ્રારંભ સરસ્વતી વંદના, મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પુષ્પગુચ્છ અને ભેટ સાથે મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત ગીત અને શાળાની સિધ્ધિઓ તથા ગાથાના વર્ણનનો કાર્યક્રમ, ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાની વિદ્યાર્થીનીઓએ ગરબો રજૂ કરીને સૌના મન મોહી લીધાં હતા. તો સ્કાઉટ ગાઇડના વિદ્યાર્થીઓની પરેડ કરીને સૌની સલામી ઝીલી હતી.આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો તથા મહાનુભાવોએ પોતાના સંબોધનમાં શાળાની 50 વર્ષની ગૌરવશાળી યાત્રા, શિક્ષણ ક્ષેત્રે આપેલ યોગદાન, શાળાની પરંપરા, સમાજ પ્રત્યે યોગદાન તથા વિદ્યાર્થીઓના સર્વાગી વિકાસ માટે કરવામાં આવતાં નિરંતર પ્રયાસોની પ્રશંસા કરી હતી. ભાજપના કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં સંસ્થાના ચેરમેન મહેન્દ્રભાઇ વછરાજાની, સેક્રેટરી અમૃત્તભાઇ વૈદ્ય, જોઇન્ટ સેક્રેટરી દયાશંકરભાઇ વ્યાસ તેમ જ ટ્રસ્ટી એમ.આર. શાહ ઉપરાંત ઘાટલોડિયા વોર્ડ નંબર-7ના ભાજપના કોર્પોરેટરો સર્વ પ્રવિણભાઇ પટેલ, મયુરભાઇ ગોહીલ, શ્રીમતિ જાગૃતિબેન પંડયા તેમ જ રાજેશભાઇ સોનારા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યાં હતા. જયારે શાળાના આચાર્ય નિકુંજભાઇ પટેલે હાજર તમામ મહેમાનો, ટ્રસ્ટી મંડળ, શાળાના ભૂતપૂર્વ આચાર્યો, ભૂતપૂર્વ શિક્ષકો તેમ જ પ્રવર્તમાન સ્ટાફ, વાલીઓ તથા વિદ્યાર્થીઓની આભાર વિધિ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    શ્રી નંદન કુરિયર લિમિટેડની સફળતાના 13 વર્ષ પૂર્ણ:એક જ દિવસમાં 51 નવી ફ્રેન્ચાઇઝી શરૂ કરીને નવો રેકોર્ડ સ્થાપ્યો
    Next Article
    પાટડી પાસે કાર-ટ્રેલર અકસ્માત:રિટાયર્ડ મામલતદાર સહિત બેના મોત, ત્રણ લોકો ઈજાગ્રસ્ત; સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment