Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોર્પોરેશનના સિ્કયુરિટી ગાર્ડનો પગાર ન થતા પરેશાની:અડધો મહિનો વિતી ગયા બાદ પણ પગારથી વંચિત, એજન્સીએ કહ્યું- પાલિકાએ ચાર મહિનાથી પેમેન્ટ નથી કર્યું

    3 days ago

    વડોદરા મહાનગરપાલિકામાં ફરજ બજાવતા સિક્યુરિટી જવાનોનો પગાર નહીં થતા સિક્યુરિટી જવાનો મુશ્કેલીમાં મુકાયા છે. અડધો મહિનો પૂર્ણ થઈ ગયો હોવા છતાં એજન્સી દ્વારા તેઓનો સેલરી કરવામાં આવ્યો નથી. એજન્સી દ્વારા પગારમાં વિલંબ કરાતા સામાન્ય પરિવારના લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સામાન્ય રીતે 7 તારીખે પગાર થઈ જાય સિક્યુરિટી જવાનો આખો મહિનો મહેનત કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ઠંડી, તડકો, વરસાદ તમામ ઋતુમાં તેઓ ખડેપગે રહીને પોતાની ફરજ બજાવે છે. પરંતુ તેઓને સમયસર પગાર ન મળતા તેઓની હાલત કફોડી બની જાય છે. સિક્યુરિટીમાં ફરજ બજાવતા મોટાભાગના જવાનો ગરીબ અથવા મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવે છે. તેઓને જો પગારમાં વિલંબ થાય તો આખા મહિનાનું બજેટ ખોરવાઈ જાય છે. આમ સામાન્ય રીતે 7 તારીખે પગાર થઈ જાય છે પરંતુ આ મહિને અડધો મહિનો પૂર્ણ થયો છતાં પગારના કોઈ ઠેકાણા નથી જેના કારણે સિક્યુરિટી જવાનો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. એજન્સીને જાન્યુઆરી મહિનાથી પેમેન્ટ નહીં મળ્યું હોવાનું રટણ વડોદરા મહાનગરપાલિકામાં પેન્થર એજન્સીને સિકયુરિટી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ એજન્સીના રવિ ચૌહાણ સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે, તેઓને કોર્પોરેશને જાન્યુઆરી મહિનાથી પેમેન્ટ નથી આપ્યું. આ અંગે કોર્પોરેશનના અધિકારીઓ સાથે સતત સંપર્ક કરવામાં આવી રહ્યો છે પરંતુ અમને પેમેન્ટ ન મળતા આ મહિને પગાર કરવામાં મોડું થયું છે. કોર્પોરેશન રેગ્યુલર પેમેન્ટ આપે તે અમારી માગ છે. ટૂંક સમયમાં પગાર કરી દેવા બાંયધરી પેન્થર એજન્સીના કર્તાહર્તાઓએ આગામી ટૂંક સમયમાં પગાર કરી દેવાની બાંયધરી આપી છે. મહાનગરપાલિકામાં ફરજ બજાવતા સિક્યુરિટી જવાનો પણ માગ કરી રહ્યાં છે કે તેઓને સમયસર પગાર આપવામાં આવે તો તેઓનું અને તેઓના પરિવારજનોનું ગુજરાન ચલાવી શકાય. ત્યારે એજન્સી અને કોર્પોરેશન વચ્ચે ગરીબ સિકયુરિટી જવાનો પીસાઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    જગદીશ ત્રિવેદીએ અમેરિકા-કેનેડા પ્રવાસમાં 10 કરોડ એકત્ર કર્યા:ગુજરાતની સેવાભાવી સંસ્થાઓ માટે 18 કાર્યક્રમો દ્વારા દાન મેળવ્યું
    Next Article
    ટ્રકની કેબિન પર જોખમી સવારી:વલસાડના અતુલ નજીક હાઇવે પર વીડિયો સામે આવ્યો, કાર્યવાહીની માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment