Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાધનપુરમાં મહિલા પર પાડોશીએ દુષ્કર્મ આચર્યું:મિત્રતા કેળવી વારંવાર શારીરિક સંબંધ માટે દબાણ, ઘરમાંથી કઢાવી મૂકવાની ધમકી આપી શોષણ કર્યુ

    6 days ago

    રાધનપુરમાં પાડોશી મહિલાએ એક 29 વર્ષીય ગૃહણીને પોતાના પતિ સાથે શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે ભોગ બનનાર મહિલાની ફરિયાદના આધારે રાધનપુર પોલીસે આરોપી પતિ-પત્ની વિરુદ્ધ દુષ્કર્મ અને ગુનામાં મદદગારીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૂળ સમી તાલુકાના એક ગામના અને હાલ રાધનપુરમાં રહેતા 29 વર્ષીય ગૃહણીએ રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, રાધનપુરના એક વિસ્તારમાં રહેતા મનીષાબેન દિનેશભાઈ ઠક્કર અને દિનેશભાઈ કાંતિભાઈ ઠક્કર આરોપી છે. મનીષાબેન ઠક્કરે ફરિયાદી મહિલા સાથે પાડોશી તરીકે મિત્રતા કેળવી હતી. આ મિત્રતાનો લાભ લઈને આરોપી મનીષાબેન ફરિયાદીને અવારનવાર રાધનપુર શહેરની એક સોસાયટીમાં આવેલા તેમના મકાને બોલાવતી હતી. ત્યાં મનીષાબેને ફરિયાદીને પોતાના પતિ દિનેશભાઈ ઠક્કર સાથે શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કર્યું હતું. ત્યારબાદ આરોપી પતિ દિનેશભાઈ ઠક્કરે ફરિયાદી મહિલા સાથે વારંવાર દબાણપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો. આ ગુનામાં આરોપી મહિલા મનીષાબેને ફરિયાદીને ધમકી આપી હતી કે જો આ વાતની જાણ કોઈને કરવામાં આવશે તો તે ફરિયાદીના ચારિત્ર્યની બદનામી કરશે અને તેના પતિને કહીને ઘરમાંથી કઢાવી મૂકશે. આમ, આરોપી મહિલાએ ધમકી આપીને ગુનો કરવામાં મદદગારી કરી હતી. આ મામલે રાધનપુર પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 64(2)(એમ), 351(3) અને 54 મુજબ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    કલવાડા ગામે રસ્તા પર દીપડો દેખાયો:કાર ચાલકે મધરાતે વીડિયો કેદ કર્યો, સ્થાનિકો અને વાહનચાલકોમાં ભયનો માહોલ
    Next Article
    દહેગામમાં આતંક ફેલાવનાર વાંદરાને પાંજરે પૂરાયો, VIDEO:ટોળામાંથી બચ્ચાને પાંજરામાં મૂકીને આતંકી વાંદરાને આબાદ ઝડપી લેવાયો,કંથારીયા છાપરામાં દિલધડક રેસ્ક્યૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment