Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરાના મૃતદેહ સાચવવાના વિવાદિત પરિપત્ર પર આરોગ્ય મંત્રીનો યુ-ટર્ન:કહ્યું- મૃતદેહનું સંપૂર્ણ સન્માન થવું જોઈએ, પરિપત્ર દૂર કરાવીશું

    3 days ago

    વડોદરામાં મૃતદેહ સાચવવા અંગે બહાર પડેલા વિવાદિત પરિપત્રને લઈને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, મૃત્યુ પામનાર વ્યક્તિના દેહનું સંપૂર્ણ સન્માન થવું જોઈએ. તેમણે કહ્યું કે આ મામલે દરેકે પોતાની જવાબદારી સ્વીકારવી પડશે અને સંબંધિત પરિપત્ર દૂર કરવા માટે તાત્કાલિક સૂચના આપવામાં આવશે. આરોગ્ય મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, આવી બાબતોમાં જવાબદારી હોસ્પિટલ અને વડાની જ હોય છે અને થયેલી ક્ષતિને સુધારવા માટે યોગ્ય પગલાં લેવાશે. પ્રિસ્ક્રિપ્શન વગર દવા વેચાણ સામે કડક વલણ; 6 લોકોને ફટકારાયો દંડ પ્રિસ્ક્રિપ્શન વગર દવા વેચાણ મુદ્દે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું કે, ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના દવા લેવી કે વેચવી યોગ્ય નથી. તેમણે યાદ અપાવ્યું કે, સિરપ કાંડ બાદ વિભાગે સ્પષ્ટ સૂચના આપી હતી કે પ્રિસ્ક્રિપ્શન વગર દવા ન આપવામાં આવે. કેટલાક લોકો નશા માટે દવાઓનો દુરુપયોગ કરતા હોવાની ચિંતા વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે આરોગ્ય વિભાગે અત્યાર સુધીમાં 6 લોકો સામે કાર્યવાહી કરીને દંડ ફટકાર્યો છે. સાથે જ તેમણે લોકોને ઓનલાઈન દવા ખરીદવાથી દૂર રહેવા અને માત્ર રજિસ્ટર્ડ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન આધારે જ દવા લેવા અપીલ કરી હતી. ગુજરાતમાં આજથી મેગા રસીકરણ અભિયાન; 36 લાખ બાળકોને અપાશે રસી રાજ્યમાં આજથી બાળ રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું કે રાજ્યભરમાં અંદાજે 36 લાખ બાળકોને વિવિધ રોગો સામે રક્ષણ આપતી રસી આપવામાં આવશે. તેમણે કહ્યું કે સમયસર રસી આપવાથી બાળકો ગંભીર બીમારીઓથી સુરક્ષિત રહે છે અને પોલિયો જેવી બીમારીને નાબૂદ કરવામાં પણ રસીકરણનો જ સૌથી મોટો ફાળો રહ્યો છે. આરોગ્ય વિભાગ દર વર્ષે આ અભિયાન ચલાવે છે અને સોમવાર તથા બુધવારના રોજ રાજ્યના પીએચસી સેન્ટરોમાં બાળકોને રસી આપવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    પાટણવાડા ચૌધરી સમાજ, હરિદ્વારમાં ભાગવત કથાનું આયોજન:લોકસેવા ટ્રસ્ટ દ્વારા 270 વડીલો માટે વડીલ વંદના કાર્યક્રમ
    Next Article
    'Banaras Connect': PM Modi Visits Varanasi-Inspired Exhibition In Slovakia

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment