Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લણવા શાળામાં ઈ-વેસ્ટ વક્તૃત્વ સ્પર્ધા, બાળકોએ વિચારો રજૂ કર્યા:શાંતાબા સાયન્સ સેન્ટર અને પ્રદૂષણ બોર્ડ દ્વારા આયોજન

    5 days ago

    પાટણ જિલ્લાના લણવા ખાતેની ત્રિભુવન હાઈસ્કૂલમાં ઈ-વેસ્ટ વિષય પર વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. શાંતાબા કોમ્યુનિટી સાયન્સ સેન્ટર અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, મહેસાણાના સંયુક્ત ઉપક્રમે આ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આધુનિક યુગમાં વધતા ઈલેક્ટ્રોનિક કચરા અને ગ્લોબલ વોર્મિંગના પડકારને ધ્યાનમાં રાખીને બાળકોમાં પર્યાવરણ જાગૃતિ લાવવાનો તેનો મુખ્ય હેતુ હતો. શાળાના ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ઈ-વેસ્ટના નિકાલ તથા તેના સંચાલન અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ પ્રસંગે સમાજસેવી ભારતીબેન એમ. પટેલ, પાટણની સાયન્સ કોલેજના પૂર્વ અધ્યાપક અશોકભાઈ પટેલ અને સાયન્સ કમ્યુનિકેટર સહિત શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ ત્રણ ક્રમે વિજેતા બનેલા વિદ્યાર્થીઓને રોકડ ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. અન્ય સહભાગીઓને પણ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    મે મહિનામાં જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ રૂ. 10,348 કરોડે પહોંચ્યું:લેબગ્રોનમાં 41%નો વધારો, સુરતમાં વેલ્યુ એડિશનનો ટ્રેન્ડ; જ્વેલરી ફેક્ટરીઓ 20થી વધીને 600 થઈ
    Next Article
    કરજણ નજીક હાઇવે પર રેતી ભરેલા ડમ્પરમાં આગ:ચાલકનો આબાદ બચાવ, ફાયર બ્રિગેડે મેળવ્યો કાબૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment