Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મે મહિનામાં જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ રૂ. 10,348 કરોડે પહોંચ્યું:લેબગ્રોનમાં 41%નો વધારો, સુરતમાં વેલ્યુ એડિશનનો ટ્રેન્ડ; જ્વેલરી ફેક્ટરીઓ 20થી વધીને 600 થઈ

    5 days ago

    વિશ્વના સૌથી મોટા હીરા કટિંગ અને પોલિશિંગ હબ ગણાતા સુરતના હીરા ઉદ્યોગ માટે લાંબા સમય બાદ ભારે રાહતના સમાચાર આવ્યા છે. વૈશ્વિક આર્થિક મંદી, ભૌગોલિક-રાજકીય તણાવ અને આંતરરાષ્ટ્રીય બજારમાં માંગના અભાવે છેલ્લા કેટલાક સમયથી મુશ્કેલીનો સામનો કરી રહેલા જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરમાં મે 2026 દરમિયાન અણધાર્યો અને મોટો સુધારો જોવા મળ્યો છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) ના તાજેતરના ડેટા અનુસાર, મે મહિનામાં કુલ એક્સપોર્ટ રૂ. 10,348 કરોડ નોંધાયું છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે સુરતનો હીરા ઉદ્યોગ હવે ધીમે-ધીમે મંદીના કળણમાંથી બહાર આવી રહ્યો છે અને વૈશ્વિક બજારોમાં ભારતીય હીરાની ચમક ફરી એકવાર વિદેશી ગ્રાહકોને આકર્ષી રહી છે. લેબગ્રોનમાં 41% અને નેચરલ ડાયમંડ સેગમેન્ટમાં 16%નો ધરખમ વધારો આ હકારાત્મક ગ્રોથ અંગે ખાસ વાતચીત કરતા GJEPC ગુજરાત રિજનલ ચેરમેન જયંતી સાવલિયાએ જણાવ્યું હતું કે, મે 2026ના મહિનામાં જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટમાં શાનદાર વધારો દેખાયો છે. આ મહિનામાં કુલ 10,348 કરોડ રૂપિયાનું એક્સપોર્ટ થયું છે, જેમાં લેબગ્રોન ડાયમંડ સેગમેન્ટમાં 41% અને નેચરલ ડાયમંડ સેગમેન્ટમાં 16%નો ધરખમ વધારો નોંધાયો છે. આ આંકડા આપણને સ્પષ્ટ સંકેત આપે છે કે આપણે છેલ્લા ત્રણ-4 વર્ષથી જે મંદીના માહોલનો સામનો કરી રહ્યા હતા, તેમાંથી હવે સકારાત્મક રીતે બહાર નીકળી રહ્યા છીએ. લેબગ્રોન ડાયમંડ સુરત અને ગુજરાત માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે. નેચરલ ડાયમંડ સેક્ટરમાં પતલી સાઈઝના હીરાની ડિમાન્ડ મે 2026 દરમિયાન સુરતના પરંપરાગત રિયલ (નેચરલ) કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડની નિકાસ રૂ. 9,378.53 કરોડ પર પહોંચી છે. જે મે 2025 ના રૂ. 8,086.48 કરોડની સરખામણીએ સીધો 16 ટકાનો ઉછાળો દર્શાવે છે. ઉદ્યોગના નિષ્ણાતોના મતે, આંતરરાષ્ટ્રીય બજારોમાં ખાસ કરીને પતલી સાઈઝના (નાના કદના) નેચરલ પોલિશ્ડ હીરાની માંગ ફરી સજીવન થઈ છે. યુએસ અને અન્ય દેશોમાંથી નાના ઓર્ડર્સ સતત મળવાના કારણે સુરતના સ્થાનિક કારખાનાઓમાં પ્રોડક્શનની ગતિ વધી છે. નિકાસના જથ્થાની દ્રષ્ટિએ જોઈએ તો આ વર્ષે 13.35 લાખ કેરેટ હીરા એક્સપોર્ટ થયા છે, જે ગયા વર્ષના 11.91 લાખ કેરેટ કરતા નોંધપાત્ર વધારે છે. ડોલર ટર્મમાં પણ નિકાસ 949.30 મિલિયન ડોલરથી વધીને 980.73 મિલિયન ડોલર નોંધાઈ છે. લેબગ્રોન ડાયમંડમાં 41%નો વધારો, સુરતનું નવું 'ગ્રોથ એન્જિન' બીજી તરફ, લેબગ્રોન ડાયમંડ (LGD) સેગમેન્ટે આ વખતે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને નિકાસમાં 41% ની અભૂતપૂર્વ વૃદ્ધિ નોંધાવી છે. ગયા વર્ષે મે મહિનામાં લેબગ્રોન હીરાની નિકાસ રૂ. 686.84 કરોડ હતી, જે આ વર્ષે વધીને રૂ. 970.27 કરોડ પર પહોંચી ગઈ છે. કેરેટ વાઇઝ વોલ્યુમમાં પણ મોટી લાંબી છલાંગ જોવા મળી છે. જયંતી સાવલિયાના મતે, લેબગ્રોન ડાયમંડ આગામી સમયમાં સુરતના આર્થિક વિકાસનું સૌથી મોટું 'ગ્રોથ એન્જિન' બનવા જઈ રહ્યું છે. મંદીના સમયમાં લાખો રત્નકલાકારો માટે લેબગ્રોન બન્યું આશીર્વાદ સમાન છેલ્લા ત્રણથી ચાર વર્ષ દરમિયાન જ્યારે નેચરલ ડાયમંડ ઉદ્યોગ ભારે કટોકટી અને રફ હીરાની અછતનો સામનો કરી રહ્યો હતો, ત્યારે લેબગ્રોન ડાયમંડ ટેકનોલોજી અને તેની ફેક્ટરીઓએ સુરતની અર્થવ્યવસ્થાને તૂટતી બચાવી લીધી હતી. આ સેક્ટરે સુરત અને આજુબાજુના વિસ્તારોના લાખો રત્નકલાકારોને કટિંગ અને પોલિશિંગની કામગીરીમાં સતત વ્યસ્ત રાખી રોજગારી પૂરી પાડી છે. હાલમાં વૈશ્વિક માર્કેટમાં નેચરલ ડાયમંડની સરખામણીએ લેબગ્રોન ડાયમંડની પડતર કિંમત ઓછી હોવાથી પશ્ચિમી દેશોના મધ્યમ વર્ગમાં તેની સ્વીકાર્યતા અને લોકપ્રિયતા ખૂબ જ ઝડપથી વધી રહી છે, જેનો સીધો ફાયદો સુરતના મેન્યુફેક્ચરર્સને મળી રહ્યો છે. JCK લાસ વેગાસ એક્ઝિબિશનની અસર નિકાસના આંકડાઓમાં આ અચાનક આવેલા ઉછાળા પાછળ વૈશ્વિક સ્તરની મોટી વ્યાપારી ઘટના જવાબદાર છે. મે મહિનાના અંત ભાગમાં અમેરિકા ખાતે વિશ્વનું સૌથી મોટું જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન 'JCK લાસ વેગાસ' યોજાયું હતું. આ પ્રદર્શનમાં સુરત અને ભારતના હીરા ઉદ્યોગકારોએ મોટા પાયે ભાગ લીધો હતો. આ એક્ઝિબિશન દરમિયાન વૈશ્વિક બાયર્સ દ્વારા હીરાજડિત ઘરેણાં એટલે કે 'સ્ટડેડ ડાયમંડ જ્વેલરી' ની અભૂતપૂર્વ માંગ કરવામાં આવી હતી. આ શોમાં મળેલા હેવી ઓર્ડર્સ અને બુકિંગના કારણે મે મહિનાના એક્સપોર્ટ ગ્રાફમાં આટલો મોટો સુધારો જોવા મળ્યો છે અને તેની પોઝિટિવ અસર આગામી અષાઢી અને દિવાળીના તહેવારો સુધી જોવા મળશે. સુરતમાં વેલ્યુ એડિશનનો ટ્રેન્ડ, જ્વેલરી ફેક્ટરીઓ 20થી વધીને 600 થઈ લાસ વેગાસ શોની સફળતાએ સુરતના ડાયમંડ ઉદ્યોગની આખી દિશા બદલી નાખી છે. સુરત હવે માત્ર લૂઝ (ખુલ્લા) હીરા બનાવતું કેન્દ્ર નથી રહ્યું, પરંતુ વેલ્યુ એડિશન કરીને ફિનિશ્ડ જ્વેલરી બનાવતું મોટું ક્લસ્ટર બની ગયું છે. જયંતી સાવલિયાએ આ અંગે વિગત આપતા જણાવ્યું કે, ભૂતકાળમાં સુરતમાં હીરાજડિત ઘરેણાં બનાવતી માંડ 15થી 20 મોટી ફેક્ટરીઓ કાર્યરત હતી. પરંતુ છેલ્લા બે વર્ષમાં સ્ટડેડ ડાયમંડ જ્વેલરીના સેગમેન્ટમાં સતત ગ્રોથ થવાના કારણે, આજે સુરતમાં 500થી 600 જેટલી આધુનિક ફેક્ટરીઓ ધમધમી રહી છે. આ ફેક્ટરીઓ હીરાનું વેલ્યુ એડિશન કરીને સીધી જ્વેલરી એક્સપોર્ટ કરે છે, જેના કારણે આ સેગમેન્ટમાં મે મહિનામાં 10%નો નોંધપાત્ર ગ્રોથ નોંધાયો છે. રફ હીરાની આયાતના બદલાતા સમીકરણો, સ્થાનિક માર્કેટમાં નવો આશાવાદ એક્સપોર્ટની સાથે આયાત (ઈમ્પોર્ટ) ના આંકડા પણ ઉદ્યોગની નવી દિશા તરફ ઈશારો કરે છે. મે 2026 માં રફ નેચરલ ડાયમંડની આયાત ઘટીને રૂ. 5,899.05 કરોડ (67.59 લાખ કેરેટ) રહી છે, જે ગયા વર્ષે રૂ. 8,881.88 કરોડ (88.38 લાખ કેરેટ) હતી. તેની સામે રફ લેબગ્રોન ડાયમંડની આયાત વધીને રૂ. 770.48 કરોડ (59.20 લાખ કેરેટ) થઈ છે, જે ગયા વર્ષે રૂ. 582.92 કરોડ (44.89 લાખ કેરેટ) હતી. આ આંકડા દર્શાવે છે કે સ્થાનિક સ્તરે લેબગ્રોન ડાયમંડનું મેન્યુફેક્ચરિંગ તેજીમાં છે. રિયલ ડાયમંડમાં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે કિંમતો સ્થિર થવાના અને માંગ સુધરવાના સંકેતો મળતા, આગામી સમય સુરતના હીરા બજાર માટે અત્યંત આશાવાદી અને પ્રગતિશીલ રહેવાની પૂરેપૂરી સંભાવના છે.
    Click here to Read More
    Previous Article
    દાવો-સોના-ચાંદીની 1250 શ્રીરામ શિલાઓ ગુમ:સૌથી મોંઘી શિલા મોરેશિયસથી આવી હતી, મુંબઈના વેપારીએ હીરા જડેલી શિલા દાન કરી હતી; ચંપત રાયે ભાસ્કરની ટીમને બહાર કાઢી
    Next Article
    લણવા શાળામાં ઈ-વેસ્ટ વક્તૃત્વ સ્પર્ધા, બાળકોએ વિચારો રજૂ કર્યા:શાંતાબા સાયન્સ સેન્ટર અને પ્રદૂષણ બોર્ડ દ્વારા આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment