Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કંથારિયા ગામમાં રહેણાક મકાનમાં ભીષણ આગ:ગેસ સિલિન્ડર ધડાકાભેર ફાટતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ

    3 days ago

    ભરૂચ તાલુકાના કંથારિયા ગામમાં કબ્રસ્તાન સામે આવેલા મસ્જિદ-મદરેસા સંચાલિત મકાનમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ દરમિયાન ગેસ સિલિન્ડર ધડાકાભેર ફાટતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ઘટનામાં કેટલાક લોકો દાઝ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે, જોકે સત્તાવાર રીતે ઇજાગ્રસ્તોની સંખ્યા જાહેર કરવામાં આવી નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને સંબંધિત તંત્રની ટીમો સ્થળ પર પહોંચી આગને કાબૂમાં લેવા અને બચાવ કામગીરીમાં જોડાઈ હતી. આ ઘટનાને પગલે ગામ અને આસપાસના વિસ્તારમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. તંત્ર દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગર ચોથા દિવસે પણ સૌથી ગરમ, દ. ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી:ચોમાસું યુપી-છત્તીસગઢની સરહદ પર પહોંચ્યું; રાજસ્થાનના ચુરુમાં રેતીનું વાવાઝોડું
    Next Article
    હવે હું NEET એક્ઝામ નહીં આપું,ડેન્ટિસ્ટ બનવાનું સ્વપ્ન અધૂરું રહ્યું:21 જૂને દેશમાં ફરી 22.79 લાખ વિદ્યાર્થીઓની મેડિકલમાં પ્રવેશ માટેની નીટ પરીક્ષા, ડ્રોપ ડાઉન રેશિયો વધ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment