Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર ચોથા દિવસે પણ સૌથી ગરમ, દ. ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી:ચોમાસું યુપી-છત્તીસગઢની સરહદ પર પહોંચ્યું; રાજસ્થાનના ચુરુમાં રેતીનું વાવાઝોડું

    3 days ago

    રાજ્યમાં સોમવારે હવામાન મુખ્યત્વે સૂકું રહ્યું હતું, જેના કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં અસહ્ય ગરમી અને બફારો નોંધાયો હતો. સતત ચોથા દિવસે રાજ્યમાં સૌથી વધુ તાપમાન ભાવનગરમાં 41.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે અમદાવાદમાં પણ પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી, પરંતુ કેટલાક વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું બિહાર, ઝારખંડ અને ઓડિશામાં આગળ વધી ચૂક્યું છે. જોકે, દક્ષિણ ભારતથી આગળ વધ્યા પછી મહારાષ્ટ્ર, તેલંગાણા અને આંધ્રપ્રદેશની આસપાસ અટક્યું છે. નોર્થ-ઈસ્ટમાં તે ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢની સરહદ પર પહોંચી ચૂક્યું છે. 4 જૂને કેરળમાં દસ્તક આપ્યા બાદ મોન્સૂન 12 દિવસમાં 19 રાજ્યો સુધી પહોંચી ચૂક્યું છે. આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે બાકીના વિસ્તારોમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં વાદળછાયું વાતારવણ રહેશે, અસહ્ય ઉકળાટ અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આગામી દિવસોમાં મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. જોકે, શહેરમાં હજુ પણ ગરમીથી બહુ મોટી રાહત મળે તેમ નથી. અમદાવાદમાં સોમવારે મહત્તમ તાપમાન 40.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં +0.9 ડિગ્રી વધુ હતું. તો લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આગામી દિવસોમાં પણ પારો 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ જળવાઈ રહેશે. આગામી 7 દિવસની આગાહી, કયા જિલ્લાઓમાં ક્યારે પડશે વરસાદ? ચોમાસાની સ્થિતિ, મહારાષ્ટ્ર તરફ આગળ વધવા સાનુકૂળ સંજોગો નૈઋત્યનું ચોમાસું હાલમાં આગળ વધી રહ્યું છે અને તેની સીમા હરનાઈ, સોલાપુર અને હૈદરાબાદ થઈને પસાર થઈ રહી છે. આગામી 4થી 5 દિવસમાં ચોમાસું મહારાષ્ટ્રના વધુ ભાગો, કર્ણાટક, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ અને બિહાર તરફ આગળ વધવા માટે પરિસ્થિતિઓ એકદમ સાનુકૂળ છે. હાલ ગુજરાતના વાતાવરણમાં નીચલા સ્તરે મુખ્યત્વે દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્ય) દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે, જે આગામી સમયમાં ચોમાસાના આગમન માટે પાયો તૈયાર કરશે. આ પણ વાંચો… ચોમાસું યુપી-છત્તીસગઢની સરહદ પર પહોંચ્યું, રાજસ્થાનના ચુરુમાં રેતીનું વાવાઝોડું દેશના 9 રાજ્યોમાં પ્રી-મોન્સૂન સક્રિય છે. રાજસ્થાનના ચુરુ, ઝુંઝુનુ અને સીકરમાં સોમવારે બપોરે રેતીનું વાવાઝોડું આવ્યું. ચુરુમાં થોડા સમય માટે દિવસમાં અંધારું છવાઈ ગયું. કોટપુતળી-બહરોડમાં વાવાઝોડા બાદ ભારે વરસાદ થયો. યુપીના બદાયૂંમાં ભારે વરસાદ સાથે કરા પડ્યા. વાવાઝોડામાં એક મોટું ઝાડ ચાલતી ઓટો પર પડ્યું. ઓટોમાં યુવતીનું મોત થયું, જ્યારે ડ્રાઈવર ઘાયલ થયો. દિલ્હીના ઘણા વિસ્તારોમાં પણ વાવાઝોડા સાથે વરસાદ થયો. આ દરમિયાન 92 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો. ખરાબ હવામાનને કારણે દિલ્હીથી 4 ફ્લાઈટ્સને જયપુર ડાયવર્ટ કરવી પડી. મોન્સૂન બિહાર, ઝારખંડ અને ઓડિશામાં આગળ વધી ચૂક્યું છે. જોકે, દક્ષિણ ભારતથી આગળ વધ્યા પછી મહારાષ્ટ્ર, તેલંગાણા અને આંધ્રપ્રદેશની આસપાસ અટક્યું છે. નોર્થ-ઈસ્ટમાં તે ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢની સરહદ પર પહોંચી ચૂક્યું છે. 4 જૂને કેરળમાં દસ્તક આપ્યા બાદ મોન્સૂન 12 દિવસમાં 19 રાજ્યો સુધી પહોંચી ચૂક્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સમાં 250 પોઈન્ટનો ઉછાળો:76,500 પર ટ્રેડિંગ, નિફ્ટી પણ 100 પોઈન્ટ વધ્યો; FMCG અને IT શેરોમાં વધુ ખરીદી
    Next Article
    કંથારિયા ગામમાં રહેણાક મકાનમાં ભીષણ આગ:ગેસ સિલિન્ડર ધડાકાભેર ફાટતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment