Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દરેડ પરશુરામ મંદિર લાભાર્થે સમૂહ સત્યનારાયણ કથા યોજાઈ:બ્રહ્મ સોશિયલ ગ્રુપ અને પરશુરામ ધામ દ્વારા ભવ્ય આયોજન

    14 hours ago

    દરેડમાં નિર્માણ પામી રહેલા પરશુરામજી મંદિરના લાભાર્થે સમૂહ સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કથા જગદ્ગુરૂ દ્વારિકા શારદાપીઠાધીશ્વર શંકરાચાર્યજી મહારાજનાં પ્રેરક આશિર્વાદથી બ્રહ્મ સોશિયલ ગ્રુપ અને પરશુરામ ધામના સંયુક્ત ઉપક્રમે દરેડ પાસે આવેલા તક્ષશિલા પરશુરામ ધામ ખાતે યોજાઈ હતી. યુવા કથાકાર શાસ્ત્રી વિરલભાઈ નાકરના વ્યાસાસને કથાનું પઠન થયું હતું. આ કથામાં 51થી વધુ બ્રહ્મસમાજ દંપતીઓ યજમાન બન્યા હતા. મુખ્ય યજમાન પદે જયેશભાઈ પુરોહિત પરિવાર બિરાજમાન થયો હતો. આ પ્રસંગે સુરેન્દ્રભાઈ વ્યાસ, પી.સી. ખેતીયા, રક્ષસે દવે, ડો. દેવાંશુ શુક્લ, ડો. ચિંતન જોશી, ડો. જોગીન જોશી, ડો. પૂજાબેન શર્મા, કોર્પોરેટર આશિષભાઈ જોશી, કોર્પોરેટર તૃપ્તિબેન ખેતીયા, કોર્પોરેટર નિશાબેન અસવાર, જી.એન. ભટ્ટ, એસ.પી. જોશી, મનીષ રાવલ, મહીયાર શુક્લા, મનીષાબેન, વૈશાલીબેન, જીતુભાઈ જોશી, રાજેશભાઈ મહેતા, ગૌરવ વ્યાસ, જયેશભાઈ જોશી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર બ્રહ્મ સમાજ, બ્રહ્મ સોશિયલ ગ્રુપ અને પરશુરામ ધામ સંસ્થાના સભ્યોએ પણ હાજરી આપી હતી. યુવા ટીમમાંથી જય કલ્યાણી, ભાવિક જોશી, અભી અને રવિ સહિતના કાર્યકરોએ કથાના સંચાલનમાં જહેમત ઉઠાવી હતી. આ વૈદિક મહાપૂજા અને સંગીતમય કથાનો લાભ બહોળી સંખ્યામાં સમસ્ત બ્રહ્મ સમાજના લોકોએ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    અપહરણકર્તાઓ પોલીસ પર તુટી પડ્યા:પ્રેમસંબંધની આશંકાએ યુવકના પિતાનું અપહરણ, ઝાડ સાથે બાંધી માર માર્યો, છોડાવવા ગયેલી ટીમ પર હુમલો, PSI સહિત 3 ઘાયલ
    Next Article
    સુરેન્દ્રનગરમાં સોમવતી અમાસ નિમિત્તે 160 બાળકોને ભોજન:જાયન્ટ્સ ગ્રુપ 'સાહેલી' દ્વારા શાહી ભોજનનો સેવાકીય પ્રોજેક્ટ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment