Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરસાગર ડેરીમાં એકાઉન્ટ તાલીમ વર્ગ સંપન્ન:સુપરવાઇઝર અને અધિકારીઓને હિસાબી પ્રક્રિયાનું માર્ગદર્શન મળ્યું

    19 hours ago

    સુરસાગર ડેરી, સુરેન્દ્રનગર ખાતે પ્રોક્યોરમેન્ટ વિભાગના સુપરવાઇઝર અને સિનિયર અધિકારીઓ માટે સાત દિવસીય એકાઉન્ટ (હિસાબી) તાલીમ વર્ગનું સફળતાપૂર્વક સમાપન થયું છે. આ તાલીમ વર્ગ દરમિયાન ડેરીના ડેપ્યુટી મેનેજર ડી. આઈ. પનારા દ્વારા એકાઉન્ટ સંબંધિત વિવિધ વિષયો પર વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તાલીમાર્થીઓને હિસાબી પ્રક્રિયાઓ, વ્યવહારુ કાર્યપદ્ધતિઓ અને કાર્યક્ષમતા વધારવા માટે ઉપયોગી પ્રાયોગિક તાલીમ પણ આપવામાં આવી હતી. તાલીમ કાર્યક્રમનો સમાપન સમારોહ 15 એપ્રિલ, 2026ના રોજ યોજાયો હતો. આ પ્રસંગે સુરસાગર ડેરીના મેનેજિંગ ડિરેક્ટર ગુરુદિતસિંહ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે તાલીમ કાર્યક્રમની પ્રશંસા કરી હતી અને તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ ડેપ્યુટી મેનેજર ડી. આઈ. પનારાને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત, પી.આર.સી. વિભાગના વડા વનરાજસિંહ ચાવડાએ પણ ડી. આઈ. પનારાને બુકે અર્પણ કરી સન્માનિત કર્યા હતા. આ કાર્યક્રમમાં ડેરીના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    M.P. શાહ કોલેજ 25 આદર્શ કોલેજોમાં પસંદગી પામી:સત્રારંભ બેઠકમાં વિદ્યાર્થીલક્ષી અભિગમ જાળવવા માર્ગદર્શન અપાયું
    Next Article
    4 accounts, Rs 67 crore: How Delhi bank official landed in massive cyber fraud probe

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment