Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વન વિભાગે અવશેષો સાથે ઝડપી લઈ દંડ ફટકાર્યો:ખડાઘારના શખ્સે કાળા સસલાનો શિકાર કરી માંસના ટુકડા ફ્રીજમાં મૂકી દીધા હતા

    4 days ago

    ગીર કાંઠાના ખાંભા તાલુકાના ખડાધાર ગામે એક શખ્સે કાળા સસલાનો શિકાર કરી તેનું માંસ પોતાના ફ્રીજમાં સંગ્રહ કરી રાખ્યા હોવાની બાતમીના આધારે વન વિભાગે તેના ઘરમાંથી સસલાના અવશેષો કબજે લઈ આ શખ્સ પાસેથી 30,000નો દંડ વસૂલ્યો છે. આ માટે વન વિભાગની ટીમે ખડાઘાર ગામના અરવિંદ ભગવાનભાઈ ચૌહાણના નિવાસસ્થાને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન તેમના ઘરમાં રાખેલા ફ્રીજમાંથી જંગલી કાળા સસલાના અવશેષો મળી આવતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. પ્રાથમિક પૂછપરછ દરમિયાન શખ્સે સસલાનો શિકાર કર્યાની કબૂલાત કરતા વન વિભાગે તેમની સામે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. વન વિભાગ દ્વારા જપ્ત કરાયેલા સસલાના માંસના નમૂનાઓ વધુ તપાસ અને વૈજ્ઞાનિક ચકાસણી માટે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે મોકલવામાં આવ્યા છે. રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ સમગ્ર કેસમાં અરવિંદ ચૌહાણ પાસેથી રૂપિયા 30 હજારની એડવાન્સ રિકવરી વસૂલ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
    Click here to Read More
    Previous Article
    જીકાસની PG પ્રવેશ પ્રક્રિયા શરૂ:MSUમાં 3 હજારથી વધુ બેઠકો પર એડમિશન અપાશે
    Next Article
    આત્મહત્યા:જમીનના રસ્તા વિવાદથી આધેડે ઝેરી દવા પીધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment