Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જીકાસની PG પ્રવેશ પ્રક્રિયા શરૂ:MSUમાં 3 હજારથી વધુ બેઠકો પર એડમિશન અપાશે

    4 days ago

    ગુજરાત કોમન એડમિશન સર્વિસ દ્વારા રાજ્યની સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ યુનિવર્સિટીઓમાં અંડર ગ્રેજ્યુએશન (UG)ની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પીજી કોર્સમાં પ્રવેશ માટે 15 જૂનથી 29 જૂન સુધી વિદ્યાર્થીઓ ઓનલાઇન ક્વિક રજિસ્ટ્રેશન કરાવી શકશે. એમ. એસ. યુનિવર્સિટીમાં જ પીજી કોર્સની 3 હજાર કરતાં વધુ બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે. યુજીના એડમિશનમાં બેઠકો ખાલી રહેવાના ગૂંચવાડા વચ્ચે શિક્ષણ વિભાગ દ્વારા પીજીનો રાઉન્ડ સમયસર પૂરો કરવા માટે આ નિર્ણય લેવાયો છે. રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, 30 જૂને યુનિવર્સિટીઓ દ્વારા પ્રોવિઝનલ (કામચલાઉ) મેરિટ યાદી જાહેર કરવામાં આવશે. આ સાથે 3 જુલાઇએ મોક રાઉન્ડ પણ શરૂ કરવામાં આવશે. બીજી તરફ, શિક્ષણ જગતના નિષ્ણાતોમાં એવી ચર્ચા છે કે, જે રીતે અંડર ગ્રેજ્યુએશન કોર્સમાં વિદ્યાર્થીઓ એડમિશન કન્ફર્મ કરાવવામાં ઉદાસીનતા દાખવી રહ્યા છે, જો એવી જ સ્થિતિ પીજીમાં પણ સર્જાશે તો આ પ્રવેશ પ્રક્રિયા લાંબા સમય સુધી ખેંચાઈ શકે છે. પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રવેશ પ્રક્રિયાનું ટાઈમટેબલ 15 જૂનથી રજિસ્ટ્રેશન શરૂ થયા બાદ 1થી 14 જુલાઈ બીજો રાઉન્ડ અને 16થી 21 જુલાઈ ત્રીજો રાઉન્ડ થશે. 24થી 27 જૂન દરમિયાન વિવિધ ફેકલ્ટીઓમાં એન્ટ્રન્સ પરીક્ષા યોજાશે 24 જૂનથી 27 જૂન દરમિયાન વિવિધ ફેકલ્ટીઓમાં એન્ટ્રન્સ પરીક્ષા યોજાશે. 24 જૂને આર્ટ્સ ફેકલ્ટીના વિવિધ વિષયો જેમ કે ઇંગ્લિશ, હિસ્ટ્રી, સોશિયોલોજી, પરફોર્મિંગ આર્ટ્સ, સોશિયલ વર્ક અને સાયન્સના બોટની તથા ફિઝિક્સ જેવા વિષયોની પરીક્ષા યોજાશે. 25 જૂને સાયન્સ ફેકલ્ટીના માઇક્રોબાયોલોજી, બાયોકેમિસ્ટ્રી, જીઓલોજી, મેડિકલ બાયોટેક્નોલોજી અને એન્વાયરમેન્ટ સાયન્સની પરીક્ષાઓ લેવામાં આવશે. 27 જૂને સાયન્સમાં કેમિસ્ટ્રી, મેથેમેટિક્સ, એડવાન્સ કમ્પ્યુટીંગ અને ટેકનોલોજી ફેકલ્ટી હેઠળ કમ્પ્યુટર એપ્લિકેશનની પ્રવેશ પરીક્ષા નિર્ધારિત છે. આ 4 દિવસોમાં વિવિધ ફેકલ્ટીના અનેક મહત્વના અનુસ્નાતક અભ્યાસક્રમો માટેની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સરકારી આંગણવાડી, બાલવાટિકા, પ્રાથમિક, માધ્યમિકમાં પ્રવેશોત્સવ યોજાશે:રાજ્યમાં 23થી 25 જૂન દરમિયાન ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ યોજાશે
    Next Article
    વન વિભાગે અવશેષો સાથે ઝડપી લઈ દંડ ફટકાર્યો:ખડાઘારના શખ્સે કાળા સસલાનો શિકાર કરી માંસના ટુકડા ફ્રીજમાં મૂકી દીધા હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment