Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંગળાજ નગરનો નોટિસ મામલો ગરમાયો:મેયર ડો. નેહલ શુક્લએ બે દિવસમાં રિપોર્ટ મંગાવ્યો, કહ્યું- કોઈને અન્યાય ન થાય તેમ નિયમ મુજબ નિર્ણય લેવાશે

    4 दिन पहले

    રાજકોટના હિંગળાજ નગરના રહીશોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાઠવવામાં આવેલી નોટિસનો મામલો ગરમાયો છે. દિવ્ય ભાસ્કરે આ અંગેના અહેવાલો પ્રસિદ્ધ કર્યા બાદ તેની સીધી અસર જોવા મળી છે. આ વિવાદ અંગે રાજકોટ મનપાના મેયર નેહલ શુક્લએ જણાવ્યું છે કે, હિંગળાજ નગરનો આખો ઇસ્યુ મીડિયાના માધ્યમથી જ તેમના ધ્યાનમાં આવ્યો છે. તેમણે સમગ્ર મામલાની ઝીણવટભરી માહિતી આપવા સંબંધિત અધિકારીઓને આદેશ કરી દીધા છે. અને આગામી 2 દિવસમાં તમામ સત્તાવાર માહિતી મારી પાસે આવી જશે. વર્ષ 2018માં નિયમ મુજબની નોટિસ પાઠવવામાં આવી મેયરે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે, સામાન્ય રીતે આવી નોટિસ ઈસ્યુ કરવાની વહીવટી કામગીરીમાં મેયર કે સ્ટેન્ડિંગ કમિટી કોઈ દખલગીરી કરતી નથી હોતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે વર્ષ 2018માં નિયમ 260 (1) મુજબની નોટિસ રહીશોને પાઠવવામાં આવી હતી. જ્યારે હાલ નિયમ 260 (2) મુજબની નોટિસ મેયર નેહલ શુક્લના વર્તમાન કાર્યકાળ દરમિયાન પાઠવવામાં આવતા ભારે ચર્ચાઓ ઉઠી છે. ત્યારે હવે એ જોવાનું રહેશે કે, હંમેશા કરકસર અને સરકારી નાણા બચાવવાની વાતો કરનાર મેયર અગાઉના સત્તાધિશો દ્વારા લેવાયેલા આ નિર્ણયમાં કોઈ ફેરફાર કરશે કે પછી બિલ્ડરને કરોડો-અબજો રૂપિયાની કિંમતી જમીન સોંપી દેવામાં આવશે? રહીશો પણ હવે આ મામલે મનપાના આગામી વલણ પર નજર રાખીને બેઠા છે. ઈજનેર સામે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે કામદાર યુનિયનનો વિરોધ રાજકોટ મહાનગરપાલિકાના પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકીની નિમણૂક થયા બાદથી જ સફાઈ કામદારોને લગતા વિવિધ ગંભીર ભ્રષ્ટાચાર અને કૌભાંડો બાબતે રાજકોટ કામદાર યુનિયન દ્વારા વારંવાર લેખિત રજૂઆતો કરવામાં આવી છે. જેમાં જી.ડી અમજેરા કૌભાંડ, ડમી સફાઈ કામદારો, ફેસ રીડિંગ મશીનની ગેરરીતિઓ, પીએફ, ઈ.એસ.આઈ.સી., બોનસ સંબંધિત પ્રશ્નો તેમજ બોગસ મેડિકલ સર્ટિફિકેટના કૌભાંડો સહિતના અનેક મુદ્દાઓનો સમાવેશ થાય છે. આ તમામ ગંભીર બાબતો અંગે અનેક વખત લેખિત રજૂઆતો કરવા છતાં આજદિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં ન આવતા સફાઈ કામદારોમાં ભારે અસંતોષની લાગણી વ્યાપી ગઈ છે. જેને લઈને આજે યુનિયનના પ્રમુખ પારસ બેડીયાની આગેવાની હેઠળ મનપા કચેરીએ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અને ડે. કમિશ્નરને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. તેમજ આ મામલે તાત્કાલિક યોગ્ય પગલાં નહીં લેવાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. અમદાવાદની જુનિયર તરણ સ્પર્ધા માટે એન્ટ્રી સ્વીકારવાનો પ્રારંભ રાજકોટ શહેરના તમામ સ્વિમિંગના ખેલાડીઓ તેમજ વાલીઓને જણાવાયું છે કે આગામી તા.26થી 28 જુન 2026 (જુનીયર ગ્રુપ 1 અને 2) અને 4-5 જુલાઈ (સબ જુનીયર ગ્રુપ 3-4)ના રોજ ગુજરાત રાજય એઈજ ગ્રુપ સ્ટેટ કોમ્પિટીશન અમદાવાદ મુકામે યોજાનાર છે. જે અંતર્ગત રાજકોટ ડિસ્ટ્રિકટ સ્વિમિંગ એસો. દ્વારા શહેરના પ્રતિભાવંત ખેલાડીઓની પસંદગી કરવાની થાય છે. જે કોઈ પણ ખેલાડીઓ આ રાજય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માંગતા હોય, તેમણે પોતાના નામ અને જરૂરી વિગતો સાથેની એન્ટ્રી ફી સાથે તારીખ 17 જુન સાંજે 6 વાગ્યા સુધીમાં અચૂકપણે આરડીએસએ સ્વિમિંગ પુલ ઉપર મોકલી આપવાની રહેશે. નિયત સમય મર્યાદા બાદ આવેલી એન્ટ્રીઓ સ્વીકારવામાં આવશે નહી જેની ખાસ નોંધ લેવા કોચ બંકિમભાઈ જોશીએ જણાવ્યું છે. શરદી-ઉધરસ અને તાવના 981 કેસો અને ઝાડા-ઉલ્ટીનાં 213 નોંધાયા રાજકોટ શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં મહાપાલિકાની આરોગ્ય શાખાના ચોપડે શરદી-ઉધરસના 442, સામાન્ય તાવના 539, ઝાડા-ઉલ્ટીના 213 તેમજ મેલેરિયા અને કમળાના 1-1 કેસો નોંધાયા હતા. આ રોગચાળાને અટકાવવા અને મચ્છરજન્ય-પાણીજન્ય રોગોના નિયંત્રણ માટે આરોગ્ય તંત્ર દ્વારા ઘનિષ્ઠ પગલાં લેવામાં આવી રહ્યા છે. મનપાની ટીમો દ્વારા તા.08/06 થી તા.14/06 દરમિયાન 23078 ઘરોમાં પોરાનાશક કામગીરી અને 139 ઘરોમાં ફોગિંગ કરવામાં આવ્યું હતું. વધુ મચ્છરો ધરાવતા વિસ્તારો, જાહેર રસ્તાઓ અને સંવેદનશીલ સોસાયટીઓમાં વહિકલ માઉન્ટેન મશીનથી ફોગિંગ કરાયું છે. તદુપરાંત, બાંધકામ સાઇટ, સ્કૂલ અને હોસ્પિટલ જેવી અન્ય 588 પ્રીમાઇસીસમાં તપાસ હાથ ધરી મચ્છર ઉત્પત્તિ સબબ રહેણાંકના 107 અને કોમર્શિયલ 371 આસામીઓને નોટિસ આપવામાં આવી છે. મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો મળવા બદલ જવાબદારો સામે વહીવટી ચાર્જ વસૂલાતની કામગીરી પણ કરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    અધિક માસની પૂર્ણાહુતિ:સોમવતી અમાવસ્યાએ કોળિયાકના દરિયાકિનારે ભક્તિનું ઘોડાપૂર, ગુદી ગામ સુધી એક કિ.મી.નો ટ્રાફિકજામ
    Next Article
    NCMC card mandatory for MSRTC travel concessions from August 1: Transport Minister Sarnaik

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment