Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અધિક માસની પૂર્ણાહુતિ:સોમવતી અમાવસ્યાએ કોળિયાકના દરિયાકિનારે ભક્તિનું ઘોડાપૂર, ગુદી ગામ સુધી એક કિ.મી.નો ટ્રાફિકજામ

    4 days ago

    પવિત્ર અધિક માસ (પુરુષોત્તમ માસ) દરમિયાન કરવામાં આવતી ભક્તિ અને ધર્મકર્મનું સહસ્ત્રગણું પુણ્યફળ મળતું હોવાની શાસ્ત્રોક્ત માન્યતા છે.આ પાવન માસ દરમિયાન સમગ્ર સૌરાષ્ટ્ર-કાઠિયાવાડમાં ભગવાન પુરુષોત્તમની વિશેષ પૂજા-અર્ચના કર્યા બાદ, સોમવતી અમાવસ્યાના પવિત્ર અવસરે સોમવારે કોળિયાકના દરિયાકિનારે સ્નાન કરવા માટે શ્રદ્ધાળુઓનું કીડીયારું ઉભરાયું હતું. મેળાવડાને પગલે ગુદી ગામથી કોળિયાક સુધીના એક કિલોમીટર લાંબા માર્ગ પર ભારે ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનું કીડીયારું ઉભરાયું હતું શાસ્ત્રકથન અનુસાર અધિકમાસ (પુરુષોત્તમ માસ) દરમિયાન કરવામાં આવતી ભક્તિ, ધર્મ અને કર્મનું સહસ્ત્રગણું પુણ્યફળ પ્રાપ્ત થાય છે આ પવિત્ર માસ દરમિયાન સમગ્ર સૌરાષ્ટ્ર-કાઠિયાવાડમાં મહિલાઓ દ્વારા ભગવાન શ્રીહરિ નારાયણના જ સ્વરૂપ એવા ભગવાન પુરુષોત્તમની વિશેષ પૂજા-અર્ચના અને કઠિન વ્રત કરવામાં આવ્યા હતા. આ પવિત્ર પુરુષોત્તમ માસના સમાપન અવસરે સોમવારે સોમવતી અમાવસ્યાનો વિશેષ સંયોગ સર્જાયો હતો. ​સોમવતી અમાવસ્યાના આ પાવન પર્વે દરિયાસ્નાનનું ભારે મહત્વ હોવાથી ભાવનગર નજીક આવેલા પ્રખ્યાત યાત્રાધામ કોળિયાકના દરિયાકિનારે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનું કીડીયારું ઉભરાયું હતું પવિત્ર દરિયાસ્નાન કરીને ધન્યતા અનુભવવા માટે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. ​એક કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો કોળિયાક દરિયાકિનારે શ્રદ્ધાળુઓ અને વાહનોની અભૂતપૂર્વ ભીડને કારણે ગુદી ગામથી લઈને કોળિયાક સુધીના માર્ગ પર આશરે એક કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. વાહનોની લાંબી કતારોને કારણે વહીવટી તંત્ર અને પોલીસ કાફલાને ટ્રાફિક હળવો કરવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ટ્રાફિક છતાં પણ શ્રદ્ધાળુઓનો ઉત્સાહ જરાય ઓછો થયો ન હતો અને હરિનામ નાદ સાથે પુરુષોત્તમ માસની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    શામળાજીમાં દારૂ ભરેલી કાર ઝડપાઈ, ચાલક ફરાર:લાખોનો મુદ્દામાલ જપ્ત, પોલીસ કાર્યવાહી શરૂ
    Next Article
    હિંગળાજ નગરનો નોટિસ મામલો ગરમાયો:મેયર ડો. નેહલ શુક્લએ બે દિવસમાં રિપોર્ટ મંગાવ્યો, કહ્યું- કોઈને અન્યાય ન થાય તેમ નિયમ મુજબ નિર્ણય લેવાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment