Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડ્રગ્સ પેડલર નીકળ્યો દુષ્કર્મનો આરોપી:સલાબતપુરા પોલીસે ડ્રગ્સ કેસના આરોપી રીઝવાન લીંબુને સગીરા સાથે દુષ્કર્મના કેસમાં દબોચ્યો, અગાઉ ડ્રગ્સ અને સીરપ સાથે પકડાયો'તો

    4 दिन पहले

    સુરતના સલાબતપુરા વિસ્તારમાં 15 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર રીઝવાન ઉર્ફે લીંબુ નામના આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે. તે વર્ષ 2024માં રૂસ્તમપુરા ખાતેથી પ્રતિબંધીત એમ.ડી. ડ્રગ્સ (2.60 ગ્રામ) અને નશો કરવા માટે વપરાતી કફ સિરપની 122 બોટલો સાથે પકડાયો હતો. આ ગંભીર ગુનામાં કોર્ટમાંથી વચગાળાના જામીન પર મુક્ત થઈને બહાર આવ્યા બાદ, નરાધમે ફરી એકવાર સગીરા પર દુષ્કર્મ આચરવાનો ગંભીર ગુનો કર્યો છે. મોપેડ પર લલચાવી ફોસલાવી અલગ-અલગ જગ્યાએ આચર્યું દુષ્કર્મ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, ગઇ તા-14/06/2026ના રોજ ભોગ બનનાર સગીરાની માતાએ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર, તેમની 15 વર્ષની દીકરીને તેમના જ મહોલ્લામાં રહેતા 22 વર્ષના યુવક રીઝવાન ઉર્ફે લીંબુએ લલચાવી ફોસલાવી દીધી હતી. ત્યારબાદ નરાધમ સગીરાને પોતાની મોપેડ બાઇક પર બેસાડીને અલગ-અલગ જગ્યાએ લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. કિશોરીએ ઘરે આવીને પરિવારને વાત કરતાં આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ગણતરીના કલાકોમાં જ આરોપી જેલ ભેગો નાબાલીક કિશોરી પર બળાત્કાર અને પોક્સો (POCSO) હેઠળ ગુનો દાખલ થતાં જ સલાબતપુરા પોલીસ ટીમ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી. પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરાયા હતા. બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી સલાબતપુરા પોલીસે શાનદાર કામગીરી કરીને ગણતરીના કલાકોમાં જ નરાધમ આરોપી રીઝવાનને દબોચી લીધો હતો. ડ્રગ્સના કેસમાં જામીન પર છૂટેલો આરોપી ફરી પોલીસના સકંજામાં આવી ગયો છે. રૂસ્તમપુરાના બડા કબ્રસ્તાન પાસેનો રહેવાસી છે રીઝવાન પોલીસે પકડેલા આ આરોપીનું નામ રીઝવાન ઉર્ફે લીંબુ ઇકબાલ શેખ (ઉંમર વર્ષ 22) છે, જે સુરતના રૂસ્તમપુરા વિસ્તારમાં બડા કબ્રસ્તાન પાસે આવેલા અકબર સઇદના ટેકરા પર (ઘર નં. 3/1137) રહે છે. પોતાના જ વિસ્તારની દીકરી પર અત્યાચાર ગુજારનાર આ આરોપી વિરુદ્ધ પોલીસે કાયદેસરની કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. પોલીસ હવે કોર્ટમાં મજબૂત પુરાવા રજૂ કરશે જેથી આ રીઢા ગુનેગારને કડક સજા મળી શકે. પોલીસની આ ત્વરિત કામગીરીથી સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
    Click here to Read More
    Previous Article
    દ્વારકાધીશના દર્શને રાજસ્થાનના 76 વર્ષીય વૃદ્ધની કઠિન યાત્રા:બાડમેરના અસાડાથી નીકળેલા વૃદ્ધ ધ્રોલમાં, ટ્રાઈસિકલને ધક્કો મારી આગળ ભાખોડીયા ભરતાં દ્વારકાના માર્ગે
    Next Article
    Pune experiences driest first half of June since 1958

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment