Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આશા વર્કરોનો ત્રણ મહિનાનો પગાર બાકી:છોટા ઉદેપુર જિલ્લા પંચાયત ખાતે 'હાય હાય'ના નારા લગાવી સૂત્રોચ્ચાર, આરોગ્ય અધિકારીને રજૂઆત

    1 day ago

    છોટાઉદેપુર જિલ્લામાં આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોએ છેલ્લા ત્રણ મહિનાથી પગાર ન મળતા જિલ્લા પંચાયત ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે સૂત્રોચ્ચાર કરીને જિલ્લા આરોગ્ય અધિકારીને રજૂઆત કરી હતી. જિલ્લાના તમામ અર્બન હેલ્થ સેન્ટર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં સેવા આપતી આ આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોનો નિયમિત પગાર, બાકી રહેલો 50% વધારો અને વિવિધ કામગીરીના પ્રોત્સાહનો ચૂકવવામાં આવ્યા નથી. મોટી સંખ્યામાં બહેનોએ જિલ્લા પંચાયત ખાતે 'હાય હાય'ના નારા લગાવી સૂત્રોચ્ચાર કર્યા હતા. તેઓ જિલ્લા આરોગ્ય અધિકારીની ચેમ્બરની બહાર ધરણા પર બેસી ગયા હતા અને વહેલી તકે પગાર ચૂકવવાની માંગ કરી હતી. આશા વર્કરોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમનો પગાર ઝડપથી ચૂકવવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં તેઓ પોલિયો અભિયાનનો બહિષ્કાર કરશે અને ઉગ્ર આંદોલન કરશે.
    Click here to Read More
    Previous Article
    ટ્રાઈ સિરીઝ: સુપર ઓવરમાં ઈન્ડિયા-A હાર્યું:શ્રીલંકાના 17 રનના ટાર્ગેટ સામે માત્ર 9 રન જ બનાવી શક્યું; વૈભવ અને શ્રીલંકન પ્લેયર્સ બાખડ્યા
    Next Article
    વડોદરામાં 18 જૂને રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાશે:સેલ્સ એક્ઝિક્યુટિવ, કેશિયર અને સર્વિસ એન્જિનિયર સહિતની 150થી વધુ જગ્યાઓ માટે ઇન્ટરવ્યૂ યોજાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment