Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રાઈ સિરીઝ: સુપર ઓવરમાં ઈન્ડિયા-A હાર્યું:શ્રીલંકાના 17 રનના ટાર્ગેટ સામે માત્ર 9 રન જ બનાવી શક્યું; વૈભવ અને શ્રીલંકન પ્લેયર્સ બાખડ્યા

    1 day ago

    ઈન્ડિયા-A અને શ્રીલંકા-A વચ્ચેનો રોમાંચક મુકાબલો સુપર ઓવર સુધી પહોંચ્યો, જ્યાં શ્રીલંકા-Aએ બાજી મારી લીધી. 50 ઓવરમાં બંને ટીમે 265-265 રન બનાવ્યા હતા, જે બાદ વિજેતાનો નિર્ણય સુપર ઓવરથી થયો. શ્રીલંકા-A સુપર ઓવરમાં 16 રન બનાવ્યા, પરંતુ જવાબમાં ઈન્ડિયા-A માત્ર 10 રન જ ઉમેરી શક્યું અને 6 રનથી હારી ગયું. સુપર ઓવર અને નો બોલનું ડ્રામા જ્યારે મેચ ટાઈ થઈ ત્યારે એ સ્પષ્ટ નહોતું કે સુપર ઓવર થશે કે નહીં. અમ્પાયરો દલીલ કરી રહ્યા હતા કે સાંજ ઘણી થઈ ગઈ છે અને આગળ મુકાબલો સંભવ નહીં બને. ત્યારબાદ ભારતીય કેપ્ટન તિલક વર્માની અમ્પાયર સાથે ચર્ચા થઈ. પછી સુપર ઓવર કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. ત્યારબાદ આગામી વિવાદ સુપર ઓવરના છેલ્લા બોલ પર થયો. અરશદ ખાનના ફુલટોસ બોલ પર શ્રીલંકન બેટર કેચ આઉટ થયો. અમ્પાયરે બેટરને આઉટ જાહેર કરી દીધા અને ભારતીય ફિલ્ડરો ગ્રાઉન્ડની બહાર જતા રહ્યા. ત્યારબાદ રિપ્લે જોયા પછી ખબર પડી કે આ બોલ નો બોલ હતો. બોલ બેટરની કમરથી ઉપર હતો. આ પછી ભારતીય ફિલ્ડરોને ફરીથી બોલાવ્યા અને છેલ્લો બોલ ફરીથી નંખાયો. વૈભવે 21 રન બનાવ્યા, સૂર્યાંશ-વિપરાજની ફિફ્ટી 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી વન-ડે ટ્રાય સિરીઝમાં વધુ એક વખત નિષ્ફળ રહ્યો છે. તે આજની મેચમાં માત્ર 21 રન જ બનાવી શક્યો. વૈભવ ઉપરાંત, અનુકુલ રોય 8 રન, નિશાંત સિંધુ 6 રન, આયુષ બદોની 15 રન અને પ્રભસિમરન સિંહ 11 રન બનાવીને આઉટ થયા. જોકે ઋતુરાજ ગાયકવાડ (37 રન) અને તિલક વર્મા (23 રન) એ 52 રનની ભાગીદારી કરીને ભારતીય ટીમને સંભાળી હતી. અંતમાં સૂર્યાંશ શેડગે (72 રન) અને વિપરાજ નિગમે (51 રન) 104 રનની ભાગીદારી કરીને ટીમનો સ્કોર 250ને પાર પહોંચાડી દીધો. ટીમ ઈન્ડિયા 49.2 ઓવરમાં 265 રન પર ઓલઆઉટ થઈ ગઈ. શ્રીલંકાના વિજયકાંત વિયાસકાંત અને મોહમ્મદ શિરાજે 3-3 વિકેટ ઝડપી. વૈભવ ટ્રાઈ-સિરીઝમાં ફિફ્ટી ફટકારી નથી શક્યો વૈભવ આ ટ્રાઈ-સિરીઝમાં એક પણ ફિફ્ટી ફટકારી શક્યો નથી. તેણે શ્રીલંકા-A સામેની છેલ્લી મેચમાં 14 રન અને અફઘાનિસ્તાન સામે 22 બોલમાં 44 રન બનાવ્યા હતા. બન્ને ટીમની પ્લેઇંગ-11 ઈન્ડિયા-A: વૈભવ સૂર્યવંશી, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ, તિલક વર્મા (કેપ્ટન), આયુષ બદોની, સૂર્યાંશ શેડગે, નિશાંત સિંધુ, અનુકુલ રોય, અરશદ ખાન, વિપરાજ નિગમ અને યશ ઠાકુર. શ્રીલંકા-A: નિરોશન ડિકવેલા (વિકેટકીપર), અવિષ્કા ફર્નાન્ડો, વિશેન હલામ્બેગે, સદીરા સમરવિક્રમા (વિકેટકીપર), અહાન વિક્રમસિંગે, સહાન અરાચિગે (કેપ્ટન), વાનુજા સહન, વિજયકાંત વિયાસકાંત, કુગદાસ મથુલન, ચમિકા ગુણાશેખરા અને મોહમ્મદ શિરાજ.
    Click here to Read More
    Previous Article
    India News Live Updates | Breaking News Today, June 15 | Top Headlines, Latest News — The Indian Express Realtime
    Next Article
    આશા વર્કરોનો ત્રણ મહિનાનો પગાર બાકી:છોટા ઉદેપુર જિલ્લા પંચાયત ખાતે 'હાય હાય'ના નારા લગાવી સૂત્રોચ્ચાર, આરોગ્ય અધિકારીને રજૂઆત

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment