Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડૂતોની ટ્રેક્ટર રેલી પર બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખનું નિવેદન:કહ્યું - ગાંધીનગરની રેલી કોઈ રાજકીય પક્ષ પ્રેરિત હોઈ શકે

    5 days ago

    પાલનપુરના ચડોતર ખાતે ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠા જિલ્લા એકમ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિષદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ચાલી રહેલા “12 વર્ષ સેવા, સુશાસન અને જનકલ્યાણ” અભિયાનના અનુસંધાને યોજાઈ હતી. જિલ્લા ભાજપ અધ્યક્ષ કિર્તિસિંહ વાઘેલાએ આ પત્રકાર પરિષદનું અધ્યક્ષસ્થાન સંભાળ્યું હતું. પત્રકાર પરિષદ દરમિયાન, કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા 12 વર્ષમાં અમલમાં મૂકાયેલી વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ, વિકાસલક્ષી કાર્યો અને સુશાસનના પ્રયાસો વિશે પત્રકારોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સામાન્ય નાગરિકોના જીવનમાં આવેલા સકારાત્મક પરિવર્તનો, ગરીબ કલ્યાણ, આરોગ્ય, શિક્ષણ, આવાસ, કૃષિ અને મહિલા સશક્તિકરણ જેવા ક્ષેત્રોમાં થયેલી પ્રગતિ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતોની સરકાર છે. તેમણે ઉમેર્યું કે, ભાજપ સરકારે ખેડૂતોના ઉત્કર્ષ અને વિકાસ માટે જે કામ કર્યું છે, તેના કારણે આજે ખેડૂતો સુખી અને સમૃદ્ધ બન્યા છે. તેમણે બનાસકાંઠાનું ઉદાહરણ આપતા કહ્યું કે, એક સમયે પછાત ગણાતો આ વિસ્તાર આજે કૃષિ અને પશુપાલન ક્ષેત્રે 'મોર્ડન ઇઝરાયેલ' જેવો બની રહ્યો છે. વાઘેલાએ વધુમાં જણાવ્યું હતું કે, બનાસકાંઠા, ગુજરાત અને દેશના ખેડૂતોની સુખ-સમૃદ્ધિ માટે મોદી સરકાર સતત કાર્યરત છે. તેમણે ગાંધીનગર ખાતે યોજાયેલી ખેડૂતોની ટ્રેક્ટર રેલી અંગે પણ ટિપ્પણી કરતા કહ્યું કે, "એ કોઈ રાજકીય પાર્ટી પ્રેરિત હોઈ શકે છે."
    Click here to Read More
    Previous Article
    4 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનારને અંતિમ શ્વાસ સુધીની કેદ:2024માં માસૂમને ઘર પાસેથી ઉઠાવી કુકર્મ આચર્યું હતું,' ફેસ' અને 'ગેટ' એનાલિસિસ ટેસ્ટના પુરાવા મહત્વના સાબિત થયા
    Next Article
    ST કંડકટરે મુસાફરની સોનાની બુટ્ટી, રોકડ પરત કરી:સુરેન્દ્રનગર રૂટની બસમાં ભૂલાયેલી કિંમતી થેલી પરત મળી, કંડકટરે પ્રમાણિકતાનુ ઉદાહરણ પૂરું પાડ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment