Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા કરી:બીલીમોરા ખાતે નિર્માણાધીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સ્થળ મુલાકાત લીધી

    13 hours ago

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 'પ્રગતિ પથ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને લોકસભાના મુખ્ય દંડક સંજય જયસ્વાલજીની ઉપસ્થિતિમાં બીલીમોરા ખાતે નિર્માણાધીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન, કેન્દ્રીય મંત્રી અને અન્ય મહાનુભાવોએ બુલેટ ટ્રેનના ચાલી રહેલા બાંધકામ અને વિકાસ કાર્યોની પ્રગતિની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. અધિકારીઓ પાસેથી કામગીરીની વર્તમાન સ્થિતિ અને આગામી આયોજન અંગે વિગતવાર માહિતી મેળવી, પ્રોજેક્ટને સમયસર પૂર્ણ કરવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, "પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ કરી છે અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ એ નવા ભારતના સામર્થ્યનું પ્રતીક છે." આ મુલાકાત દરમિયાન રાજ્યના પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈ, નવસારી જિલ્લા ભાજપ અધ્યક્ષ ભૂરાલાલ શાહ, સ્થાનિક ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ સહિત સંગઠનના અન્ય વરિષ્ઠ પદાધિકારીઓ, વહીવટી અધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા પ્રધાનમંત્રીના 12 વર્ષના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના કાર્યકાળને બિરદાવવામાં આવ્યો હતો. સાથે જ, બીલીમોરા અને સમગ્ર દક્ષિણ ગુજરાતને મળનારી હાઈ-સ્પીડ રેલ કનેક્ટિવિટીની ભવ્ય વિભાવનાને પણ વેગ મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:નાસીરનગરમાં 2023માં પણ 'ભૂતિયા ડિમોલીશન' થયાનો ઘટસ્ફોટ, ચાર વર્ષની માસૂમને પીંખી નાખનારા આરોપીને આજીવન કેદની સજા
    Next Article
    સુરતમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનારને આજીવન કેદ:2024માં માસૂમને ઘર પાસેથી ઉઠાવી કુકર્મ આચર્યું હતું,' ફેસ' અને 'ગેટ' એનાલિસિસ ટેસ્ટના પુરાવા મહત્વના સાબિત થયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment