Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનારને આજીવન કેદ:2024માં માસૂમને ઘર પાસેથી ઉઠાવી કુકર્મ આચર્યું હતું,' ફેસ' અને 'ગેટ' એનાલિસિસ ટેસ્ટના પુરાવા મહત્વના સાબિત થયા

    12 hours ago

    વર્ષ 2024માં સુરતના ચોકબજાર વિસ્તારમાં બનેલી એક ગંભીર ઘટનામાં કૉર્ટે આરોપી અંકિત ગૌતમને કડકમાં કડક સજા ફટકારી છે. 4 વર્ષની માસૂમ બાળકીને ચોકલેટની લાલચ આપીને અપહરણ કરી તેના પર પાશવી દુષ્કર્મ આચરવાના ગુનામાં કૉર્ટે આરોપીને અંતિમ શ્વાસ સુધીની કેદની સજા ફટકારી છે. આ સાથે જ ન્યાયાલય દ્વારા 60 હજાર રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો છે અને પીડિત ને 10 લાખ રૂપિયાનું વળતર આપવા આદેશ કર્યો છે.કૉર્ટના આ આકરા વલણથી સમાજમાં એવો સ્પષ્ટ સંદેશ ગયો છે કે માસૂમો પર અત્યાચાર કરનારાઓને કોઈ પણ સંજોગોમાં બક્ષવામાં આવશે નહીં. ચોકલેટની લાલચ આપી માસૂમનું અપહરણ કરાયું હતું આ કમકમાટીભરી ઘટનાની વિગતો એવી છે કે, વર્ષ 2024ની એક રાત્રે સાડા આઠેક વાગ્યાના અરસામાં પંડોળ વિસ્તારમાં રહેતી એક ચાર વર્ષની બાળકી પોતાના ઘરની બહાર રમી રહી હતી. તે સમયે 27 વર્ષીય અંકિત ઓમપ્રકાશ ગૌતમ ત્યાં આવ્યો હતો અને બાળકીને ચોકલેટ આપવાની લાલચ આપીને તેનું અપહરણ કરી ગયો હતો. માસૂમ બાળકી પોતાના પરિવારથી અજાણ થઈને નરાધમના ચુંગાલમાં ફસાઈ ગઈ હતી. મોડીરાત સુધી બાળકી ઘરે ન ફરતા પરિવારજનો ચિંતાતુર બન્યા હતા અને તેની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ બાળકીનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. વેડરોડ પરથી બાળકી લોહીલુહાણ હાલતમાં મળી આવી બાળકીના અપહરણ બાદ નરાધમે તેના પર બર્બરતાપૂર્વક પાશવી અત્યાચાર ગુજાર્યો હતો. રાત્રે અગિયારેક વાગ્યાના અરસામાં વેડરોડ પર આવેલી અખંડ આનંદ કોલેજ પાસે રોડ પરથી આ માસૂમ બાળકી અત્યંત દયનીય સ્થિતિમાં મળી આવી હતી. બાળકી સંપૂર્ણપણે નગ્ન અને તેના ગુપ્ત ભાગેથી અતિશય લોહીલુહાણ અવસ્થામાં કણસતી હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે પીડિત બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડીને અજાણ્યા નરાધમ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સીસીટીવી ફૂટેજથી આરોપીની ઓળખ થઈ ઘટનાની તપાસ સંભાળતા જ ચોકબજાર પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી. પોલીસે આસપાસના વિસ્તારના તમામ સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું હતું. આ ફૂટેજની બારીકાઈથી તપાસ કરતા એક શંકાસ્પદ યુવક પીળું ટીશર્ટ, કાળુ પેન્ટ અને માથા પર ટોપી પહેરીને માસૂમ બાળકીનું અપહરણ કરીને લઈ જતો સ્પષ્ટપણે કેમેરામાં કેદ થયેલો દેખાઈ આવ્યો હતો. આ મહત્વપૂર્ણ કડીના આધારે પોલીસે પંડોળ વિસ્તારમાં જ કોમ્બિંગ હાથ ધરીને ગણતરીના કલાકોમાં જ હવસખોર અંકિત ઓમપ્રકાશ ગૌતમને દબોચી લીધો હતો. સાયન્ટિફિક પુરાવા અને SITની ત્વરિત કામગીરી આ કેસની તપાસમાં ચોકબજાર પોલીસ સ્ટેશનના તત્કાલીન પીઆઈ અને તપાસ અધિકારી વિશાળ વાગડીયા અને તેમની ટીમે સરાહનીય કામગીરી કરી હતી. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એક ખાસ એસઆઇટી (SIT) ની રચના કરવામાં આવી હતી. પોલીસે પરંપરાગત પદ્ધતિઓની સાથે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો હતો. સીસીટીવી ફૂટેજમાં દેખાતી વ્યક્તિ અને ધરપકડ કરાયેલો આરોપી અંકિત એક જ છે તે વૈજ્ઞાનિક રીતે સાબિત કરવા માટે સુરત અને ગાંધીનગર એફએસએલ (FSL) ની મદદથી 'ફેસ અને ગેટ એનાલિસિસ ટેસ્ટ' (ચાલવાની પદ્ધતિનું વિશ્લેષણ) કરાવવામાં આવ્યો હતો. આ બંને ટેસ્ટના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા, જે કૉર્ટમાં આરોપી વિરૂદ્ધ સૌથી મજબૂત પુરાવો સાબિત થયા હતા. GAITએનાલિસિસ ટેસ્ટ શું છે? ગેટ એનાલિસિસ ટેસ્ટ એ આરોપી વિરુદ્ધ એક ટેકનિકલ પુરાવો છે. ગેઈટ ટેસ્ટ એટલે પગપાળા ચાલવાની અથવા હલનચલનની રીતનો ટેસ્ટ છે. ચાલવાની પદ્ધતિનું વિશ્લેષણ એક ટેકનિક છે, જેનો ઉપયોગ ચાલવા અને હાવભાવને અસર કરતી પરિસ્થિતિઓનું મૂલ્યાંકન અને નિદાન કરવા માટે થાય છે. આ ટેસ્ટમાં આરોપીની ચાલવાની અને તેના ઘટના સમયે કરવામાં આવેલી હરકતનો ટેસ્ટ કરવામાં આવે છે. માત્ર 13 દિવસમાં 400 પાનાની ચાર્જશીટ રજૂ કરાઈ ભોગ બનનાર માસૂમ બાળકીને ઝડપી ન્યાય મળે તે માટે ચોકબજાર પોલીસે રાત-દિવસ એક કરીને માત્ર 13 જ દિવસમાં કૉર્ટ સમક્ષ 400 પાનાની મજબૂત ચાર્જશીટ રજૂ કરી દીધી હતી. આ ચાર્જશીટમાં નવી ટેક્નોલોજીથી મેળવેલા ફેસ અને ગેટ એનાલિસિસ રિપોર્ટ ઉપરાંત આરોપીના સ્પર્મ રિપોર્ટ, બ્લડ રિપોર્ટ અને અન્ય સાંયોગિક પુરાવાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. સરકારી વકીલ વિશાળ ફળદુ દ્વારા દલીલો કરવામાં આવી હતી જેના કારણે તમામ પુરાવા અને દલીલોને ગ્રાહ્ય રાખીને નામદાર કૉર્ટે અંકિત ગૌતમને અંતિમ શ્વાસ સુધીની કેદ અને 60 હજાર રૂપિયાના દંડની સજા ફટકારીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
    Click here to Read More
    Previous Article
    કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા કરી:બીલીમોરા ખાતે નિર્માણાધીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સ્થળ મુલાકાત લીધી
    Next Article
    રમેશ આર. કપૂરે સુરેન્દ્રનગરનો વધારાનો કાર્યભાર સંભાળ્યો:ભારત સરકારની માય ભારત કચેરીમાં જવાબદારી સોંપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment