Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિદ્ધપુર તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભા:કારોબારી અને ન્યાય સમિતિની રચના, વિકાસ મુદ્દાઓ પર ચર્ચા; ડેલિગેટોનું સન્માન

    4 days ago

    સિદ્ધપુર તાલુકા પંચાયત ખાતે આજે સામાન્ય સભાની પ્રથમ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કારોબારી સમિતિ અને ન્યાય સમિતિની રચના કરવામાં આવી હતી, તેમજ તાલુકાના વિકાસ કાર્યો સંબંધિત મહત્વના મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરાઈ હતી. પ્રમુખના સ્થાનેથી વિકાસ કાર્યોને લગતા 10થી 12 જેટલા મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા. હાજર સભ્યો દ્વારા આ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને તાલુકાના વિકાસલક્ષી કાર્યોને આગળ ધપાવવા માટે સર્વસંમતિ સાધવામાં આવી હતી. તાલુકા પંચાયતની વહીવટી પ્રક્રિયાને સુદ્રઢ બનાવવાના ભાગરૂપે, આ સામાન્ય સભા દરમિયાન કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિની સર્વાનુમતે રચના કરવામાં આવી હતી. આ સમિતિઓના સભ્યોની વરણી પણ કરવામાં આવી હતી. આગામી સમયમાં તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના વિકાસ કાર્યો અને વહીવટી નિર્ણયો ઝડપથી પૂર્ણ કરવા અંગે પરામર્શ કરાયો હતો. બેઠકની શરૂઆતમાં નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા હાજર રહેલા તમામ ચૂંટાયેલા ડેલિગેટોનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. બેઠકના અંતે સભાની કાર્યવાહી પૂર્ણ જાહેર કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ડિમોલિશનના 12'દિ પહેલાં બિલ્ડરે JCBથી ખેલ પાડ્યો, CCTVમાં ઘટસ્ફોટ:પાલિયા પ્રોજેક્ટના લાખાણીએ નાસીરનગરમાં આંગળી ચીંધીને ઘર પડાવ્યા હતા, ભાજપ કાર્યકર ઝાકિર શાહ સાથે હતો
    Next Article
    શામળાજીના પાલ્લા ગામે મકાનમાં લાગેલી આગ કાબૂમાં:શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન, ઘરવખરી બળીને ખાખ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment