Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાયત્રી મંદિર પર ચાલતા જુગાર પર દરોડો:પોલીસ ખાનગી વાહનમાં પહોંચી, અમદાવાદના બે લોકો સહિત ચાર ઝડપાયા

    5 days ago

    મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસની ટીમે ગાયત્રી મંદિર રોડ પર આવેલી ખુલ્લી જગ્યામાં દરોડો પાડીને જાહેરમાં ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમતા ચાર ઇસમોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે પકડાયેલા શખ્સો પાસેથી અંગઝડતી અને દાવ પરથી મળીને કુલ રૂપિયા 10,300ની રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ખાનગી વાહનમાં પહોંચી દરોડો પાડ્યો એ ડિવિઝન પોલીસને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે ગાયત્રી મંદિર રોડ પર તિરુપતિ ગ્રીનની સામે આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો પૈસા વતી હારજીતનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે સ્થાનિક બે પંચોના માણસોને સાથે રાખીને ખાનગી વાહનમાં ઘટનાસ્થળે દરોડો પાડ્યો હતો.પોલીસની ટીમે બાતમી વાળી જગ્યાને ચારેય તરફથી કોર્ડન કરી જુગાર રમી રહેલા ચાર ઇસમોને જેતે સ્થિતિમાં દબોચી લીધા હતા. અમદાવાદ બે શખસો સહિત ચાર ઝડપાયા પોલીસે પકડાયેલા ચારેય ઇસમોની પૂછપરછ અને અંગઝડતી કરતા તેમની ઓળખ દરજી ફુલચંદ નટવરલાલ લીલાચંદ (રહે. ગુડલક એપાર્ટમેન્ટ, ઉંચરપી રોડ, મહેસાણા), દરજી જયેશભાઇ વિહારામ ઇશ્વરલાલ (રહે. સૂર્યનારાયણ સોસાયટી, રાધનપુર રોડ, મહેસાણા), ચૌહાણ જયેશ પોપટલાલ ભાઇચંદદાસ (રહે. કમલ એપાર્ટમેન્ટ, ઘાટલોડિયા, અમદાવાદ) અને દરજી પરસોત્તમ ચિમનલાલ હરગોવનદાસ (રહે. મંદાકિની ફ્લેટ, કે.કે. નગર, અમદાવાદ) તરીકે થઈ હતી. પોલીસ રેઇડ દરમિયાન ચારેય આરોપીઓની અંગઝડતીમાંથી કુલ રૂપિયા 9,870તથા જુગારના દાવ પરથી રૂપિયા 430 અને ગંજીપાના મળી કુલ રૂપિયા 10,300 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મામલે એ ડિવિઝન પોલીસે ચારેય જુગારીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ-12 મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ખેડૂતના ટ્રેક્ટર VS પોલીસનું JCB:ભાજપ સરકાર સામે ધરતીપુત્રોએ હળ ઉગામ્યું, રેલીમાં ઘર્ષણ; એક ખેડૂતનો આપઘાતનો પ્રયાસ, ગાંધીનગર જવા ખેડૂતો ચાલતા નીકળ્યા
    Next Article
    6 મહિનાથી છેડતી અને હેરાનગતિથી સગીરા પરેશાન:17 વર્ષની વિદ્યાર્થીનીને યુવકની ધમકી; 'મારા મેસેજનો જવાબ કેમ નથી આપતી, તારો ઘમંડ ઉતારી દઈશ', ડરી ગયેલી સગીરાએ અભયમની મદદ માગી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment