Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલને હાઈકોર્ટ તરફથી ઝટકો:સજા મૌકૂફીની અરજી નકારી, ચેખલામાં પ્રતિબંધિત પ્રકારની જમીનનનો ખોટો વેચાણ દસ્તાવેજ બનાવ્યો હતો

    11 hours ago

    સાણંદના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલને ગુનાહિત કાવતરું, બનાવટી દસ્તાવેજનો સાચા તરીકે ઉપયોગ જેવા આક્ષેપો અંતર્ગત દોષિત ઠેરવી 30 ઓક્ટોબર, 2025 ના રોજ મહત્તમ 4 વર્ષની સાદી કેદ અને 1.40 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જેની સામે રમણ પટેલે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરી સજા મોકૂફ રાખવા અને ચુકાદાના અમલ પર સ્ટે મેળવવા અરજી કરી હતી, જે સેશન્સ જજે ફગાવી દીધી હતી. સેશન્સ કોર્ટના આ હુકમ સામે અરજદારે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જેને સજા મોકૂફ રાખી જામીન મુક્ત કરવા પૂરતી દાદ માંગી હતી, આ માંગ નકારી નાખવામાં આવી છે. જમીનનો ખોટો દસ્તાવેજ બનાવવાના કેસમાં સજા પડી હતી મૂળ પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલ સામે સાણંદ પોલીસ મથકે 406, 420, 465, 467, 468, 471 અને 120B અંતર્ગત ફરિયાદ નોંધાઈ હતી. આરોપીએ ફરિયાદીની સાણંદના ચેખલા ગામ ખાતે આવેલ પ્રતિબંધિત સત્તા પ્રકારની જમીનનો રજીસ્ટર વેચાણ દસ્તાવેજ બનાવીને જુદી-જુદી કંપનીઓને નામે કરી દીધો હતો. ખરેખર આ પ્રકારની જમીનનો દસ્તાવેજ થઈ શકે નહીં. વળી નવી શરતની જમીનને જૂની શરતમાં ફેરવવા આરોપીએ સાણંદ મામલતદારનો બનાવટી હુકમ તૈયાર કર્યો હતો,જેને દસ્તાવેજમાં મૂકવામાં આવ્યો હતો. આશ્ચર્યજનક બાબત એ છે કે જે 52 કંપનીઓના નામે દસ્તાવેજ કરવામાં આવ્યા છે. તેમાંથી 41 કંપનીઓના સરનામા આરોપીઓના ઘરના સરનામે રજીસ્ટર છે. આ કાવતરું 1996માં ઘડવામાં આવ્યું હતું. બીમારીનું કારણ આગળ ધરી સજા મોકૂફીની અરજી કરી હતી હાઈકોર્ટમાં અરજદારના વકીલે જણાવ્યું હતું કે આરોપી ડિસેમ્બર, 2023થી જેલમાં છે અને સજાનો મોટો ભાગ ભોગવી ચૂક્યા છે. પ્રોસિક્યુશને જે મામલતદારના કથિત બનાવટી હુકમનો આધાર લીધો છે, તે મૂળ હુકમ અદાલત સમક્ષ રજૂ જ કરી શકાયો નથી. જમીન માલિકે વેચાણ દસ્તાવેજ પર પોતે સહી કરી હોવાથી આમાં કોઈ બનાવટનો ગુનો બનતો નથી. આરોપી વૃદ્ધ અને બીમાર હોવાથી સજા મોકૂફ થવી જોઈએ. સામે સરકારી વકીલે તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે આરોપી રીઢો ગુનેગાર છે. તેમની સામે જમીન હડપ કરવાના અને સરકારી રેકોર્ડ સાથે ચેડાં કરવાના સહિતના 11 ગુનાઓ નોંધાયેલા છે. તેમાંથી 5 કેસોમાં આરોપીઓએ તપાસ કરનાર અધિકારીને મહત્વના દસ્તાવેજો મળી શક્યા નથી. સુપ્રિમ કોર્ટે પણ અગાઉ નોંધ્યું હતું કે આરોપી જેલમાં હોવા છતાં સાક્ષીઓને ધમકાવી રહ્યો છે અને પુરાવા સાથે ચેડાં કરી રહ્યો છે. જો તેને છોડવામાં આવશે તો તે CID ક્રાઇમ સમક્ષ ચાલી રહેલા અન્ય એક મહત્વના ટ્રાયલના સાક્ષીઓને તોડી નાખશે. પુરાવાનો નાશ કરવો એ આરોપીની પદ્ધતિ રહી છે- હાઈકોર્ટ હાઇકોર્ટે નોંધ્યું હતું કે મામલતદારની જુબાનીથી સાબિત થાય છે કે સત્તાવાર રેકોર્ડ પર આવો કોઈ જમીન રૂપાંતરણનો આદેશ ક્યારેય અસ્તિત્વમાં જ નહોતો. આરોપી પોતાની જ ભૂલ કે ચાલાકીનો લાભ ન લઈ શકે કે મૂળ દસ્તાવેજ મળતો નથી. અગાઉના કેસોની પેટર્ન જોતાં સ્પષ્ટ થાય છે કે પુરાવાનો નાશ કરવો એ આરોપીની પદ્ધતિ રહી છે. હાઈકોર્ટ અપીલ કોર્ટ તરીકે પુરાવાનું નવેસરથી મૂલ્યાંકન ન કરી શકે જ્યાં સુધી નીચલી અદાલતના ચુકાદામાં કોઈ દેખીતી કાનૂની ભૂલ કે અન્યાય ન જણાય. નીચલી અદાલતનો આદેશ કાયદેસર અને યોગ્ય છે. હાઈકોર્ટે અરજદારની સજા મોકૂફ રાખવાની અને જામીન આપવાની આ અરજીને નકારી દીધી છે. આરોપી સિનિયર સિટીઝન હોવાથી અને આશરે 2 વર્ષ અને 4 મહિનાથી જેલમાં હોવાથી, હાઈકોર્ટે મુખ્ય અપીલની 6 મહીનામાં પૂર્ણ કરવા આદેશ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    સુરત વરાછા SBI લૂંટ કેસમાં માસ્ટરમાઇન્ડ એલેક્સનો સાગરીત બિહારથી ઝડપાયો:લૂંટના પૈસા લઈને હરિદ્વાર-ઋષિકેશ અને કેદારનાથ ફર્યો, હજીરાથી ત્રણ દિવસ બેંકની રેકી કરી હતી
    Next Article
    Gujarat BJP Political News LIVE | ગુજરાત ભાજપમાં ભડકો, MLA Darshana Deshmukh ધરણાં પર | Narmada

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment