Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરિણીતાએ પ્રેમી સાથે મળી પતિને પતાવી દીધો:ઊંઘમાં હતો ત્યારે બીજા માળેથી ફેંક્યો, જીવતો બચી ગયો હતો બ્લેડથી ગળું કાપી નાખ્યું

    4 दिन पहले

    સુરતના ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. વેડરોડ પર આવેલી રહેમતનગર સોસાયટીમાં એક પત્નીએ તેના પ્રેમી સાથે મળીને પતિની ઘાતકી હત્યા કરી નાખી હોવાનો પર્દાફાશ થયો છે. દારૂડિયા અને ઝઘડાળુ પતિથી કંટાળેલી પત્નીએ પ્રેમી સાથે આઝાદ થઈને લગ્ન કરવા માટે આ ખોફનાક ખેલ ખેલ્યો હતો. પહેલા પતિને ઊંઘમાં જ બિલ્ડિંગના બીજા માળેથી નીચે ફેંકી દીધો અને જ્યારે તે નીચે તરફડિયાં મારતો હતો ત્યારે પ્રેમીએ બ્લેડથી ગળું કાપી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસે પત્ની અને તેના પ્રેમીને ઝડપી પાડ્યા છે. રોજ-રોજના ઝઘડાથી કંટાળી પત્નીએ પ્રેમી સાથે ખતરનાક પ્લાન બનાવ્યો પોલીસ ફરિયાદ અનુસાર, મૃતક જન્મજયકુમાર તીર્થ રાય (ઉં.વ. 42, મૂળ ઝારખંડ) વેડરોડ પંડોળની રહેમતનગર સોસાયટીમાં પત્ની ચાંદનીકુમારી સાથે રહેતો હતો. અગાઉના લગ્નની વાત છુપાવવા બાબતે અને કમાણીના પૈસા ઘરમાં ન આપવા મુદ્દે પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઉગ્ર ઝઘડા અને મારપીટ થતી હતી. આ દરમિયાન ચાંદનીકુમારીને અગાઉ ફુલવાડી વિસ્તારમાં સામે રહેતા શુલભસિંહ બહાદુરસિંહ બંમ (મૂળ ઉત્તર પ્રદેશ) નામના યુવક સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. પતિથી કંટાળેલી ચાંદનીએ પ્રેમી શુલભસિંહ સાથે મળીને છેલ્લા 6 મહિનાથી પતિને રસ્તામાંથી હટાવવાનો પ્લાન ઘડ્યો હતો. 'પતિ ઘસઘસાટ ઊંઘે છે, મોકો સારો છે આવી જા...' 7 જૂનના રોજ પણ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો, જેથી ચાંદનીએ તે જ રાત્રે પતિને પતાવી દેવાનું નક્કી કરી લીધું હતું. રાત્રે આઠ વાગ્યે પતિ ઘરે આવીને સૂઈ ગયો ત્યારે ચાંદની જાગતી રહી અને પતિ ઘસઘસાટ ઊંઘી જતાં મોડી રાત્રે 1 વાગ્યે પ્રેમી શુલભસિંહને ફોન કરીને બોલાવ્યો હતો. દસ મિનિટમાં જ પ્રેમી તેના રૂમ પર આવી પહોંચ્યો હતો. બંનેએ ઊંઘી રહેલા જન્મજયકુમારને ઊંચકીને ગેલેરીમાંથી સીધો જ બિલ્ડિંગના બીજા માળેથી નીચે રોડ પર ફેંકી દીધો હતો. નીચે જઈને જોયું તો શ્વાસ ચાલતા હતા, પ્રેમીએ ગળું કાપ્યું પતિને નીચે ફેંક્યાના 20 મિનિટ પછી ચાંદનીએ ગેલેરીમાંથી નીચે જોયું તો જન્મજયકુમાર મર્યો ન હતો પરંતુ જોરજોરથી શ્વાસ લઈ રહ્યો હતો. જો તે જીવી જાય તો પોતે ફસાઈ જશે તેવા ડરથી ચાંદનીએ દોડીને પ્રેમી શુલભસિંહને ફરી જાણ કરી હતી. શુલભસિંહે 'તું ચિંતા ન કર, હું તેને પતાવી દઉં છું' તેમ કહી, દોરા કટીંગ કરવાની તીક્ષ્ણ બ્લેડ હાથમાં લીધી હતી અને નીચે જઈને તરફડિયાં મારી રહેલા જન્મજયકુમારના ગળાના ભાગે બે ઘા ઝીંકી દીધા હતા. ગળું કપાઈ જતાં અત્યંત રક્તસ્ત્રાવ અને મગજમાં લોહી જામી જવાને કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત મોતનો ગુનો નોંધાવી પત્નીએ ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો હત્યા બાદ શાતિર પત્નીએ પોલીસને ગુમરાહ કરવા માટે એવી વાર્તા ઘડી હતી કે તેનો પતિ અગમ્ય કારણોસર બીજા માળેથી નીચે પડી જતાં મોતને ભેટ્યો છે. શરૂઆતમાં ચોકબજાર પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ ૧૯૪ મુજબ અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા હોવાનું અને વધુ પડતા રક્તસ્ત્રાવથી મોત થયું હોવાનું સામે આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. CCTV ફૂટેજ અને પોલીસની યુક્તિ-પ્રયુક્તિ સામે પત્ની ભાંગી પડી ચોકબજાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.આર. તિવારી અને પી.આઈ. એસ.ડી. રાતડાની ટીમે ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસતા એક શંકાસ્પદ ઈસમની હિલચાલ નજરે પડી હતી. આ ફૂટેજના આધારે પોલીસે મૃતકની પત્ની ચાંદનીકુમારીને વિશ્વાસમાં લઈને આગવી ઢબે પૂછપરછ શરૂ કરતા તે ભાંગી પડી હતી અને પોતાના પ્રેમી શુલભસિંહ સાથે મળીને આચરેલા આ ભયાનક હત્યાકાંડની કબૂલાત કરી લીધી હતી. પોલીસે ફરિયાદના આધારે બંને આરોપીઓ વિરૂદ્ધ ગુનાહિત કાવતરું અને હત્યા (BNS કલમ 103(2), 62(2), 54 અને જી.પી. એક્ટ 135(1)) હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    કચ્છમાં 40 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર:ભુજના માધાપરમાં બટુક ભોજન લીધા બાદ તબિયત લથડી, જી.કે.જનરલ હોસ્પિટલ ખસેડાયા
    Next Article
    Narmada Political News | ભાજપના કાર્યક્રમમાં નાંદોદ ધારાસભ્યનો વોકઆઉટ |BJP |Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment