Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલર કામ સમયે દુર્ઘટનામાં યુવકે જીવ ગુમાવ્યો:અણખોલમાં ખાનગી બિલ્ડિંગના ત્રીજા માળેથી પટકાતા શ્રમિક ગંભીર રીતે ઇજાગ્રસ્ત, સારવાર મળે તે પહેલાં જ મોત

    4 days ago

    વડોદરા શહેરના અણખોલ વિસ્તારમાં કામ દરમિયાન સર્જાયેલી દુર્ઘટનામાં 33 વર્ષીય શ્રમિકનું કરુણ મોત નીપજ્યું છે. ખાનગી બિલ્ડિંગ પર કલરકામ કરી રહેલો શ્રમિક ત્રીજા માળેથી નીચે પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેનું મોત થયું હતું. ઘટનાને પગલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્રીજા માળેથી પટકાતા મોત વડોદરાના અણખોલ વિસ્તારમાં આવેલી એક ખાનગી બિલ્ડિંગ પર કલરકામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન કામ કરી રહેલા શ્રમિક જ્ઞાનેન્દ્રસિંહ લાલબહાદુર સિંહ અચાનક સંતુલન ગુમાવી ત્રીજા માળેથી નીચે પટકાયા હતા. અકસ્માતમાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાની કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ સારવાર શરૂ થાય તે પહેલાં જ તેમનું મોત નિપજ્યું હતું. મૃતક જ્ઞાનેન્દ્રસિંહ મૂળ મધ્યપ્રદેશના ગુરાહ ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. સુરક્ષાના પાસાઓની તપાસ શરૂ શ્રમિકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી ઘટનાના ચોક્કસ કારણો જાણવા માટે વધુ તપાસ શરૂ કરી છે. શ્રમિકની સુરક્ષાને લગતા તમામ પાસાઓની પણ તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.
    Click here to Read More
    Previous Article
    અદાણીના વીજ થાંભલા સામે ખેડૂતો મેદાને પડ્યા:કહ્યું-કોઇ અભણ પણ ન બોલે એવા શબ્દો મુખ્યમંત્રી બોલ્યા, અમારા જ ખેતરમાં જવું હોય તો કાગળિયા માગે
    Next Article
    નર્મદા ભાજપમાં ભડકો:કાર્યક્રમમાં પ્રોટોકોલ ન જળવાતા નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખનો વોકઆઉટ, સાંસદ મનસુખ વસાવા સાથે ધરણાં પર બેઠા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment