Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં રઘુવંશી યુવા સંગઠન દ્વારા કારકિર્દી સેમિનાર યોજાયો:પ્રો. સંદીપ વસંતે 'ગુણ ભવિષ્ય નક્કી નથી કરતા' વિષય પર માર્ગદર્શન આપ્યું

    3 दिन पहले

    વેરાવળમાં રઘુવંશી યુવા સંગઠન દ્વારા એક કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં બરોડાથી ખાસ પધારેલા પ્રો. સંદીપ વસંત અને અન્ય આમંત્રિત મહાનુભાવોએ યુવાનોને પ્રેરણા આપી હતી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ આ સેમિનારમાં ભાગ લીધો હતો. રઘુવંશી યુવા સંગઠન, વેરાવળ દ્વારા યુવાધનને યોગ્ય દિશા અને ભવિષ્યના ઘડતર માટે આ સેમિનારનું આયોજન કરાયું હતું. સેમિનારમાં આજના સ્પર્ધાત્મક યુગમાં તણાવમુક્ત રહીને કારકિર્દીની સાચી દિશા કેવી રીતે પસંદ કરવી તે અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું. આ કાર્યક્રમ "Marks Don’t Define your future" (ગુણ તમારું ભવિષ્ય નક્કી કરતા નથી) ના સ્લોગન સાથે યોજાયો હતો, જેણે યુવાનોમાં નવો આત્મવિશ્વાસ જગાવ્યો. મુખ્ય વક્તા તરીકે જાણીતા શિક્ષણવિદ પ્રો. સંદીપ વસંત ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને પરીક્ષાના ગુણ કરતાં આંતરિક શક્તિઓ ઓળખી ઉજ્જવળ કારકિર્દી બનાવવા સચોટ માર્ગદર્શન આપ્યું. રઘુવંશી યુવા સંગઠનની ટીમે પ્રો. સંદીપ વસંતને સોમનાથ મહાદેવનું સ્મૃતિચિન્હ અર્પણ કરી સન્માન કર્યું. આ સેમિનારમાં વેરાવળ એજ્યુકેશન સોસાયટીના સેક્રેટરી ગિરીશભાઈ કારિયા અને NTPC લિમિટેડના પૂર્વ ઈન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર CA જીતેન્દ્ર જે. તન્ના મુખ્ય અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા. આ મહાનુભાવોએ પણ પોતાના અનુભવો દ્વારા યુવાનોને પ્રગતિના પંથે આગળ વધવા પ્રેરણા આપી. રઘુવંશી યુવા સંગઠન, વેરાવળ દ્વારા યુવાનોના સર્વાંગી વિકાસ અને કારકિર્દીની પસંદગી માટે કરાયેલું આ આયોજન પ્રશંસનીય રહ્યું. કાર્યક્રમને સફળ બનાવવા સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.
    Click here to Read More
    Previous Article
    રોકાણ માટે દેશમાં ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન બનાવવાની તૈયારી:આજે રાજ્યની નવી ઔદ્યોગિક નીતિની જાહેરાત કરાશે, ટેક્નોલોજી આધારિત અને વધુ વિકાસની સભાવના ધરાવતા ક્ષેત્ર પર ફોકસ કરાશે
    Next Article
    Kumkum Bhagya Actor Sanchita Ugale, 22, Dies By Suicide Near Mumbai

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment