Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોકાણ માટે દેશમાં ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન બનાવવાની તૈયારી:આજે રાજ્યની નવી ઔદ્યોગિક નીતિની જાહેરાત કરાશે, ટેક્નોલોજી આધારિત અને વધુ વિકાસની સભાવના ધરાવતા ક્ષેત્ર પર ફોકસ કરાશે

    एक दिन पहले

    ગુજરાત સરકાર રાજ્યના ઔદ્યોગિક વિકાસને એક નવી અને આધુનિક દિશા આપવા માટે બહુપ્રતિક્ષિત 'ઔદ્યોગિક નીતિ-2026' (Industrial Policy-2026) જાહેર કરવા જઈ રહી છે. આજ રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત એક વિશેષ ઉચ્ચ સ્તરીય કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સંયુક્ત રીતે રાજ્યના આ નવા ઔદ્યોગિક રોડમેપનું સત્તાવાર લોકાર્પણ કરશે લોન્ચ થનારી આ નીતિમાં વર્તમાન અને ભાવિ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ટેક્નોલોજી આધારિત ઉદ્યોગો, MSME ક્ષેત્ર અને વિદેશી રોકાણને પ્રોત્સાહન આપતા અનેક નવા પ્રાવધાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ‘ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ને વધુ સરળ બનાવવા, વધુ વિકાસની સંભાવના ધરાવતા ક્ષેત્રો માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવા, 10થી વધુ એકમોના સ્થળાંતરણ માટે નિયમો ઘડવા અને પર્યાવરણ મંજૂરી સહિત વિવિધ બાબતોમાં 50 ટકા સુધીના પ્રોત્સાહનો આપવાની જોગવાઈઓ પણ નીતિમાં સામેલ છે. નીતિ નક્કી કરતા પહેલા અન્ય રાજ્યની ઔદ્યોગિક નીતિનો અભ્યાસ કરાયો રાજ્ય સરકાર દ્વારા દેશના અન્ય અગ્રણી રાજ્યોની ઔદ્યોગિક નીતિઓનો અભ્યાસ કરીને ગુજરાતને વધુ સ્પર્ધાત્મક અને રોકાણકારો માટે પ્રથમ પસંદગી બનાવે તેવી સર્વોત્તમ ઔદ્યોગિક નીતિ ઘડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના અંદાજે છ મહિના પહેલાં જાહેર થઈ રહેલી આ નીતિને રાજ્યના આગામી દાયકાના ઔદ્યોગિક વિકાસ માટેના મહત્વના રોડમેપ તરીકે જોવામાં આવી રહી છે. ગુજરાતને મળશે વૈશ્વિક ઔદ્યોગિક દિશા ગુજરાત સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી આ નવી નીતિ દેશ અને દુનિયાના રોકાણકારો માટે રાજ્યને વધુ આકર્ષક બનાવશે. નવીનતા (Innovation) આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની સાથે ગુજરાતને દેશના અગ્રણી ઔદ્યોગિક અને રોકાણ ગંતવ્ય (Investment Destination) તરીકે વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનાવવાનો સરકારનો સંકલ્પ છે. રોકાણ, રોજગારી અને MSME પર વિશેષ ફોકસ સૂત્રોના જણાવ્યા અનુસાર, નવી ઔદ્યોગિક નીતિમાં વેપાર-ઉદ્યોગ માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડવા એટલે કે 'Ease of Doing Business'ને વધુ સરળ અને પારદર્શક બનાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત નીતિના મુખ્ય પાસાઓ નીચે મુજબ રહેવાની સંભાવના છે: રોકાણકારો માટે વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધશે ગુજરાત પોતાની વિશ્વ કક્ષાની માળખાગત સુવિધાઓ, મજબૂત લોજિસ્ટિક્સ કનેક્ટિવિટી, ઉદ્યોગ-સાહસિક શાસન અને કુશળ માનવબળના કારણે વર્ષોથી સ્થાનિક અને વૈશ્વિક રોકાણકારો માટે પહેલી પસંદ રહ્યું છે. ઉદ્યોગ જગતના નિષ્ણાતોના મતે, આ 'ઔદ્યોગિક નીતિ-2026' રાજ્યની હાલની ક્ષમતાઓને વધુ બળ આપશે અને ગુજરાતના આર્થિક વિકાસ તેમજ વૈશ્વિક ઔદ્યોગિક સ્પર્ધાત્મકતાને એક નવી ઊંચાઈએ પહોંચાડશે. આ અનાવરણ પર દેશભરના ઉદ્યોગપતિઓની નજર મંડાયેલી છે.
    Click here to Read More
    Previous Article
    વરસાદ ખેંચાયો, સેટેલાઇટ તસવીરોમાંથી ચોમાસાના વાદળો ગાયબ:ગુજરાત-MP-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં વરસાદ માટે હજુ વધારે રાહ જોવી પડશે
    Next Article
    વેરાવળમાં રઘુવંશી યુવા સંગઠન દ્વારા કારકિર્દી સેમિનાર યોજાયો:પ્રો. સંદીપ વસંતે 'ગુણ ભવિષ્ય નક્કી નથી કરતા' વિષય પર માર્ગદર્શન આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment