Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હેલિકોપ્ટર ક્રેશમાં સિંગર ઓલિવર ટ્રીનું મૃત્યુ:બ્રાઝિલમાં બે હેલિકોપ્ટર ટકારાયા, યુટ્યુબર ગેસ્પીનો પણ જીવ ગયો

    13 hours ago

    સિંગર-સોંગરાઈટર ઓલિવર ટ્રીનું બ્રાઝિલમાં હેલિકોપ્ટર ક્રેશમાં મૃત્યુ થયું. તેઓ 32 વર્ષના હતા. આ દુર્ઘટનામાં કુલ છ લોકોના જીવ ગયા. મૃતકોમાં ઓલિવર ટ્રી, આર્જેન્ટિનાના યૂટ્યુબર ગેસ્પર પ્રિમ (ગેસ્પી), લુકાસ વિગ્નેલ, લુકાસ બ્રિટો ચાવેસ અને પાયલટ એલેક્ઝાન્ડ્રે સૂઝા તથા ચાર્લ્સ માર્સિલેકનો સમાવેશ થતો હતો. દુર્ઘટના સમયે ઓલિવર ટ્રી ઇન્ટરનેશનલ ટૂર પર હતા. તેણે 6 જૂને સાઓ પાઉલોમાં પરફોર્મ કર્યું હતું અને 1 જુલાઈએ લિસ્બનમાં પરફોર્મ કરવાના હતા. તેમના સ્પેન, ઓસ્ટ્રિયા, યુનાઇટેડ સ્ટેટ્સ અને ચીનમાં પણ શો હતા. ઓલિવર ટ્રી તેમના અલ્ટરનેટિવ, પોપ અને ઇલેક્ટ્રોનિક મ્યુઝિકના મિશ્રણ માટે જાણીતા હતા. તેમને ‘લાઇફ ગોઝ ઓન’ અને ‘મિસ યુ’ જેવા ગીતોથી દુનિયાભરમાં ઓળખ મળી. ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ અનુસાર, આ દુર્ઘટના રવિવારે રિયો ડી જેનેરિયોમાં થઈ હતી, જ્યારે બે હેલિકોપ્ટર હવામાં ટકરાયા હતા. ટક્કર બાદ બંને એરક્રાફ્ટ ક્રેશ થઈ ગયા અને ઘટનાસ્થળે આગ લાગી ગઈ. અધિકારીઓએ તપાસ શરૂ કરી દીધી છે અને દુર્ઘટનાનું કારણ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. દુર્ઘટનાની તપાસમાં પોલીસ જોડાઈ રિયો ડી જાનેરો સ્ટેટ સિવિલ પોલીસે પુષ્ટિ કરી છે કે કેસની તપાસ ચાલી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ફોરેન્સિક ટીમોએ ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું છે અને સેન્ટર ફોર ધ ઇન્વેસ્ટિગેશન એન્ડ પ્રિવેન્શન ઓફ એરોનોટિકલ એક્સિડન્ટ્સના રિપોર્ટની રાહ જોઈ રહી છે. મૃતકોની ઓળખ માટે ફોરેન્સિક ટેસ્ટ પણ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ, એક હેલિકોપ્ટરમાં સવાર પાંચ લોકો અને બીજા હેલિકોપ્ટરના પાયલટનું મોત થયું છે. કોઈના બચવાની ખબર નથી. ઓલિવર ટ્રીએ 2010માં કારકિર્દી શરૂ કરી ઓલિવર ટ્રીએ વર્ષ 2010માં પોતાની મ્યુઝિક કારકિર્દીની શરૂઆત કરી અને શરૂઆતમાં "ટ્રી" નામથી ગીતો રિલીઝ કર્યા. 2017માં તેમનું ગીત "વેન આઈ એમ ડાઉન" વાયરલ થયું, ત્યારબાદ તેમણે એટલાન્ટિક રેકોર્ડ્સ સાથે કરાર કર્યો. તેમનો EP "એલિયન બોય" 2018માં રિલીઝ થયો, જેનાથી તેમને ઓળખ મળી. તેમનો પહેલો સ્ટુડિયો આલ્બમ "અગ્લી ઇઝ બ્યુટીફુલ" 2020માં રિલીઝ થયો અને તેને ખૂબ પસંદ કરવામાં આવ્યો. 2021માં તેમનું ગીત "લાઇફ ગોઝ ઓન" દુનિયાભરમાં હિટ થયું. 2022માં "મિસ યુ"એ પણ ઘણી સફળતા મેળવી. ગેસ્પી આર્જેન્ટિનાના પ્રખ્યાત યુટ્યુબર હતા આર્જેન્ટિનાના યુટ્યુબર અને કોમેડિયન ગેસ્પર પ્રિમ (ગેસ્પી) 23 વર્ષના હતા. તેઓ રસ્તાઓ પર અજાણ્યા લોકોને મજાકિયા, વિચિત્ર અને વિવાદાસ્પદ પ્રશ્નો પૂછવા (સ્ટ્રીટ ઇન્ટરવ્યુ) માટે જાણીતા હતા. યુટ્યુબ પર તેમના 25 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ હતા.
    Click here to Read More
    Previous Article
    વૈભવ સૂર્યવંશી સતત ત્રીજી મેચમાં નિષ્ફળ ગયો:શેડગે અને વિપરાજે ટીમ ઈન્ડિયાની સ્થિતિ સુધારી, બન્ને વચ્ચે 100+ રનની પાર્ટનરશીપ; IND-Aનો સ્કોર 247/8
    Next Article
    સપ્તેશ્વરની સાબરમતી નદીમાં પરિવાર સાથે આવેલો યુવાન ડૂબ્યો:અધિકમાસની સોમવતી અમાસે ઈડરથી 21 વર્ષીય યુવક સ્નાન કરવા આવ્યો હતો, સ્થાનિકોએ લાશ બહાર કાઢી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment