Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હીમાં મોડલની હત્યાના આરોપીનું એન્કાઉન્ટર:ગોળી વાગ્યા બાદ ધરપકડ; ઘરમાં ઘૂસીને 21 વર્ષની મુસ્કાનને ચાકુ માર્યુ હતું

    9 hours ago

    દિલ્હી પોલીસે તિલક નગરમાં 21 વર્ષીય મોડેલ અને દિલ્હી યુનિવર્સિટીની વિદ્યાર્થીની મુસ્કાનની હત્યાના મુખ્ય આરોપી જિમ ટ્રેનર આકિબ ઉર્ફે ઇમરાનને પકડી પાડ્યો છે. ધરપકડ દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ સ્પેશિયલ સ્ટાફની ટીમ સાથે તેની અથડામણ થઈ, જેમાં આરોપીને ગોળી વાગી. ઘાયલ ઇમરાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઇમરાન 26 વર્ષનો છે અને અગાઉ જિમ ટ્રેનર તરીકે કામ કરતો હતો. બુધવારે સાંજે મુસ્કાન ઘરમાં એકલી હતી, જ્યારે તેના પરિવારના સભ્યો બહાર ગયા હતા. આ દરમિયાન ઇમરાન તેના ઘરે પહોંચ્યો. બંને વચ્ચે કોઈ વાતને લઈને દલીલ થઈ, જેના પછી આરોપીએ મુસ્કાન પર ચાકુ વડે અનેક વાર કર્યા અને ત્યાંથી ફરાર થઈ ગયો. ગંભીર હાલતમાં મુસ્કાનને હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં ડોકટરોએ તેને મૃત જાહેર કરી. CCTVમાં મુસ્કાનના ઘરમાં દાખલ થતો દેખાયો ઇમરાન પોલીસના જણાવ્યા અનુસાર, CCTV ફૂટેજમાં ઇમરાન સાંજે લગભગ 5:40 વાગ્યે મુસ્કાનની બિલ્ડિંગમાં દાખલ થતો દેખાયો હતો. ઘરમાં કામ કરતી મહિલાએ મુસ્કાનને બીજા માળે ઘાયલ હાલતમાં જોઈ અને તેના પરિવારને જાણ કરી હતી. સાંજે 7:24 વાગ્યે તિલક નગર પોલીસ સ્ટેશનમાં ચાકુ વડે હુમલો કરવા અંગેનો PCR કોલ મળ્યો હતો. મુસ્કાનના ભાઈના નિવેદન પર હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો અને તેણે પણ ઇમરાન પર શંકા વ્યક્ત કરી હતી. ઘટના બાદ પોલીસે આરોપીની શોધખોળ માટે લગભગ 15 ટીમો બનાવી હતી. બીજા યુવક સાથે વાત કરવાથી ઇમરાન નારાજ હતો પોલીસના જણાવ્યા અનુસાર, મુસ્કાન દિલ્હી યુનિવર્સિટીના સ્કૂલ ઓફ ઓપન લર્નિંગમાં બીજા વર્ષની વિદ્યાર્થીની હતી અને પશ્ચિમ દિલ્હીમાં તેના પરિવાર સાથે રહેતી હતી. આરોપી મુસ્કાનને લગભગ દોઢ વર્ષથી ઓળખતો હતો. તપાસમાં સામે આવ્યું છે કે છેલ્લા લગભગ બે મહિનાથી તે મુસ્કાનથી નારાજ હતો. પોલીસને શંકા છે કે મુસ્કાન કોઈ બીજા યુવક સાથે વાત કરતી હોવાથી આરોપી ગુસ્સામાં હતો. ઇમરાન અને મુસ્કાન 20 ઓગસ્ટે એક હોટલમાં પણ મળ્યા હતા. હવે પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે હત્યા પહેલા બંને વચ્ચે શું વિવાદ થયો હતો અને ઘટના પાછળનું અસલી કારણ શું હતું.
    Click here to Read More
    Previous Article
    રેડિયો ખરાબીથી ટ્રમ્પનું હેલિકોપ્ટર વિમાનની નજીક પહોંચ્યું:એર ટ્રાફિક કંટ્રોલર્સને એક અઠવાડિયા પહેલાથી મુશ્કેલીની જાણકારી હતી; છતાં ભૂલ થઈ
    Next Article
    રિસર્ફેસિંગની દરખાસ્ત નામંજૂર કરવા કાઉન્સિલરની ભલામણ:છાણી જકાતનાકાથી ફતેગંજ બ્રિજ સુધી રોડના રિસર્ફેસિંગનો વિરોધ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment