Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકાએ જન કલ્યાણ શિબિર યોજી:એક જ પ્લેટફોર્મ પર સરકારી યોજનાઓના લાભ અપાયા

    6 days ago

    વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર અને સંગઠનના સંયુક્ત ઉપક્રમે વિશેષ પખવાડિયાનું આયોજન કરાયું છે. આ અંતર્ગત 5 જૂનથી 21 જૂન સુધી વિવિધ સેવાલક્ષી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય "સરકાર તમારા દ્વારે" સૂત્રને સાર્થક કરવાનો હતો. કાર્યક્રમ અંતર્ગત એક જ સ્થળેથી સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓના કાર્ડ કાઢીને લાભાર્થીઓને એનાયત કરવામાં આવ્યા. આનાથી નાના અને મધ્યમ વર્ગના લોકોના જીવનમાં સુખાકારી વધારવાનો પ્રયાસ કરાયો. આ શિબિરમાં મંત્રી દર્શનાબેન વાઘેલા, ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા સોલંકી, કમિશનર જે.કે. જાદવ, ભાજપમાંથી દેવાંગભાઈ રાવલ તથા મહાનગરપાલિકાના તમામ કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત 5 જૂનના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. વડાપ્રધાનના આહ્વાન અનુસાર, દરેક નાગરિક પોતાની માતાના નામે એક વૃક્ષ વાવે તે માટે પ્રોત્સાહિત કરાયા, જેથી ગ્રીન કવરમાં વધારો કરી શકાય. મહાનગરપાલિકા દ્વારા "સ્વચ્છતા એ જ સેવા" ભાવના સાથે વિશેષ સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમો પણ હાથ ધરવામાં આવ્યા હતા. આગામી 21મી જૂન (વિશ્વ યોગ દિવસ) ના રોજ સુરેન્દ્રનગરની તમામ શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ મોટી સંખ્યામાં જોડાઈને આ દિવસની ઉજવણી કરશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી યોગ આજે વૈશ્વિક સ્તરે સ્વીકારાયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવા બદલ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર તપોધન બ્રાહ્મણ સમાજ ત્રિવિધ કાર્યક્રમ યોજશે:દીકરા-દીકરીઓની પસંદગી પુસ્તિકાનું વિમોચન, વડીલોનું સન્માન કરાશે
    Next Article
    Surendrangar Crime News | સાયલા સર્કલ પાસે બ્રિજ નીચે જાહેરમાં બે પરિવારો વચ્ચે મારમારી થઈ | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment