Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર તપોધન બ્રાહ્મણ સમાજ ત્રિવિધ કાર્યક્રમ યોજશે:દીકરા-દીકરીઓની પસંદગી પુસ્તિકાનું વિમોચન, વડીલોનું સન્માન કરાશે

    6 days ago

    સુરેન્દ્રનગરના તપોધન બ્રાહ્મણ સમાજ દ્વારા સમાજ ઉપયોગી ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ આગામી રવિવારે, 14 જૂન, 2026 ના રોજ સુરેન્દ્રનગરના દુધરેજધામ સ્થિત ત્રિવેણી પાર્ટી પ્લોટ ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં જ્ઞાતિના દીકરા-દીકરીઓની પસંદગી પુસ્તિકાનું વિમોચન કરવામાં આવશે. આ સાથે સમાજના શ્રેષ્ઠીઓનું બહુમાન અને વયોવૃદ્ધ જ્ઞાતિજનોનું સન્માન પણ કરાશે. આ પ્રસંગે દુધરેજ ધામના જગતગુરુ કનીરામબાપુ ખાસ ઉપસ્થિત રહી જ્ઞાતિજનોને આશીર્વચન પાઠવશે. કાર્યક્રમ સાંજે 4:00 વાગ્યે ચા અને આઈસ્ક્રીમ સાથે શરૂ થશે. ત્યારબાદ 5:00 વાગ્યે દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના યોજાશે. 5:15 થી 5:30 દરમિયાન જગતગુરુ પ.પૂ. કનીરામબાપુનું સન્માન કરાશે. 5:30 થી 6:30 સુધી પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને શ્રેષ્ઠીઓનું સન્માન કરવામાં આવશે. સન્માનિત વ્યક્તિઓ 6:30 થી 7:30 દરમિયાન પોતાનો પ્રતિસાદ આપશે. કાર્યક્રમના અંતે 7:30 વાગ્યાથી ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર કાર્યક્રમના ભોજન પ્રસાદના મુખ્ય દાતા સુરેન્દ્રનગરના ઓમકાર જ્વેલર્સના નિમીતભાઈ નિરંજનભાઈ જોષી છે.
    Click here to Read More
    Previous Article
    મૂર્તિ નિવસ્ત્ર હતી, NCERTએ ઢાંકીને છાપી:કાંસાની પ્રતિમા 1926માં મોહેંજોદડોના ખોદકામમાં મળી હતી, હાલ નેશનલ મ્યુઝિયમમાં છે
    Next Article
    સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકાએ જન કલ્યાણ શિબિર યોજી:એક જ પ્લેટફોર્મ પર સરકારી યોજનાઓના લાભ અપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment