Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના હારીજમાં દારૂનો અડ્ડો ખુલ્લેઆમ ધમધમે છે?:સગીર બાળક પાસે દારૂ વેચાણનો વીડિયો વાઈરલ, પોલીસ પર સવાલ

    6 days ago

    પાટણ જિલ્લાના હારીજ તાલુકાના વેજાવાળા ગામ નજીક જાહેર માર્ગ પર ખુલ્લેઆમ વિદેશી દારૂનો અડ્ડો ધમધમતો હોવાનો એક વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયોમાં સગીર વયના બાળક પાસે ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ કરાવવામાં આવતું હોવાના દૃશ્યો કેદ થયા છે, જેના કારણે પોલીસ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, જે ઉંમરે બાળકને શિક્ષણ મેળવવું જોઈએ, તે ઉંમરે તેને દારૂ વેચવાની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ધકેલી દેવામાં આવ્યો છે. હારીજના વેજાવાળા ગામ નજીક જાહેર રોડ પર બૂટલેગરો કોઈ પણ જાતના ડર વગર વિદેશી દારૂનું નેટવર્ક ચલાવી રહ્યા છે. સામાન્ય રીતે વાહનચાલકોના દસ્તાવેજો અને હેલ્મેટ ચકાસવામાં સક્રિય રહેતી સ્થાનિક પોલીસને મુખ્ય માર્ગ પર ચાલતો આ દારૂનો અડ્ડો કેમ દેખાતો નથી, તે અંગે લોકોમાં અનેક ચર્ચાઓ જાગી છે. આ ઘટનાએ બૂટલેગરો સામે કડક કાર્યવાહીના પોલીસના દાવાઓ પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું છે. ગાંધીના ગુજરાતમાં સંપૂર્ણ દારૂબંધી હોવા છતાં, આ પ્રકારે જાહેર માર્ગ પર દારૂના સ્ટેન્ડ કોના આશીર્વાદથી ધમધમી રહ્યા છે તે એક મોટો સવાલ છે. હારીજ વિસ્તારમાં બૂટલેગરો દ્વારા પોલીસના કાયદાના ડર વગર જાહેરમાં દારૂનું વેચાણ કરીને તંત્રની આબરૂના ધજાગરા ઉડાડવામાં આવી રહ્યા છે. આ સમગ્ર મામલે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવે તેવી સ્થાનિક લોકો અને જાગૃત નાગરિકો દ્વારા માંગ ઉઠી છે. આ બાબતે હારીજ પીઆઈ એ.બી.મહેરિયાએ જણાવ્યું હતું કે, આ વીડિયો જૂનો છે. અમે ગઇકાલે રાત્રે જ રેડ કરી હતી ત્યારે, આવું કોઈ તાપસમાં આવ્યું નથી.
    Click here to Read More
    Previous Article
    વિર વિદરકા ગામ પાસેથી દેશી બંદૂક સાથે શખ્સ પકડાયો:મોરબી LCB અને પેરોલ ફર્લો સ્ક્વોડે 5 હજારની બંદૂક જપ્ત કરી
    Next Article
    Patan Crime News | પાટણમાં દારૂબંધીના ઉડ્યા લીરેલીરા ! | Patan Police | Gujarati Samachar | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment