Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં પંચીવાળા વાડી ખાતે ધાર્મિક મહોત્સવનું આયોજન:વિજળકુવા મોઢ મોદી સમાજ દ્વારા અધિક માસ નિમિત્તે કૃષ્ણ જન્મોત્સવ, નંદ મહોત્સવ ઉજવાયો

    6 days ago

    પાટણમાં અધિક પુરુષોત્તમ માસના પવિત્ર અવસરે વિજળકુવા મોઢ મોદી (ઘાંચી) જ્ઞાતિ સમાજ દ્વારા પંચીવાળા વાડી ખાતે ધાર્મિક મહોત્સવનું આયોજન કરાયું હતું. આ કથા દરમિયાન ભગવાન કૃષ્ણચંદ્રના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય નંદ મહોત્સવની ઉજવણી કરવામાં આવી. સમગ્ર વાડી પરિસરમાં "નંદ ઘેર આનંદ ભયો"ના નાદ સાથે શ્રદ્ધાળુઓ ઉત્સાહભેર ઝૂમી ઉઠ્યા હતા. ઉત્સવ દરમિયાન દહીં હાંડી અને ભગવાનની વિવિધ બાળલીલાઓની આકર્ષક ઝાંખીઓ તૈયાર કરવામાં આવી હતી, જે ઉપસ્થિત હરિભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ મહોત્સવમાં વ્યાસપીઠ પરથી ઉર્જિતભાઈ બાલકૃષ્ણ જોશીએ સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવ્યું હતું, જેનો શ્રદ્ધાળુઓએ સંગીતના સૂર સાથે લાભ લીધો. નંદ મહોત્સવના મુખ્ય યજમાન તરીકે સ્વ. ગીરજાબેન રમણલાલ ચીમનલાલ પંચીવાળા (વકીલ) પરિવારે ધાર્મિક વિધિઓનો લાભ લીધો હતો. સમગ્ર ધાર્મિક મહોત્સવનું સંચાલન અને વ્યવસ્થાપન વિજળકુવા કારોબારી સભ્ય ધ્રુવિલ મોદી, મોહલ્લાના રહીશો તેમજ બજરંગ યુવક મંડળ દ્વારા સંયુક્ત રીતે કરાયું હતું. કાર્યકર્તાઓના સુચારુ આયોજન અને સહયોગથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો, જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો અને સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    'સરકાર કામ બંધ રાખે તો અમે સામેથી રૂપિયા આપીશું':સુરેન્દ્રનગરના કોંઢ ગામના ખેડૂતો ગુસ્સામાં, બોલ્યા- ખોબલે ખોબલે મત આપ્યા એ MLAએ ફોન બંધ કરી દીધો
    Next Article
    Main Vaapas Aaunga box office collection day 3: Mimoh-starrer beats Imtiaz Ali-Diljit Dosanjh film

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment