Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર જ અસુરક્ષિત!:પાર્ટીના જ કાર્યકર્તાઓ ધમકી આપતા હોવાનો આક્ષેપ, કાર્યકર્તાએ કહ્યું- 'આક્ષેપો ખોટા છે, ધારાસભ્યને બદનામ કરવાનો પ્રયાસ'

    20 hours ago

    અમદવાદના અમરાઈવાડી વોર્ડના પૂર્વ મહિલા કોરર્પોરેટર દ્વારા વધુ એક વખત પોતાને અને પરિવારને મારી નાખવાની ધમકી મળતી હોવાની ભાજપના શહેર પ્રમુખ, મેયર સહિતના પદાધિકારીઓને રજૂઆત કરી છે. શહેરના અમરાઇવાડી વિસ્તારના પૂર્વ મહિલા કોર્પોરેટર પ્રતિભા દુબે દ્વારા મુખ્યમંત્રીથી લઈને શહેર પ્રમુખ તેમજ ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓને કરેલી અરજીઓ અને લેખિત રજૂઆત કરી છે કે, તેઓ પોતાના પરિવાર સાથે શંકરલાલ અંબાલાલની ચાલીમાં રહે છે. જ્યાં દોઢ વર્ષ પહેલા દબાણો હટાવવાની કામગીરી બાદ તેમના પાડોશીઓ સાથે મન દુ:ખ થયું હતું. જે બાદ તેમને પરિવારને વારંવાર જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવે છે. પૂર્વ મહિલા કોર્પોરેટર દ્વારા નામજોગ આક્ષેપ કરાયો પૂર્વ મહિલા કોર્પોરેટર પ્રતિભા દુબે આક્ષેપ કર્યો છે કે, ભૂતપૂર્વ શહેર કારોબારી સભ્યો અને આમંત્રિત સભ્ય સહિતના ધર્મેન્દ્ર ચૌહાણ, દેવેન્દ્ર ચૌહાણ, જીતેન્દ્ર ચૌહાણ, માનસીંગ ચૌહાણ, મહાવીર કુશવાહ, પ્રેમ મોર્ય. મોહિત પંડીત સહિતના લોકો દ્વારા તેમને ધમકીઓ આપવામાં આવી છે. જેમાં તેમના પરિવારને કારની ટક્કર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી રહી છે. અગાઉ પણ પ્રતિભા દુબે અમરાઈવાડી વોર્ડના કોર્પોરેટર હતા ત્યારે આ શખ્સો દ્વારા અમરાઈવાડી પોલીસ સ્ટેશન અને ઝોન પાંચ ડીસીપીને પોતાની જાનને જોખમ હોવાથી સુરક્ષા આપવા બાબતે પણ પત્ર લખી અને જાણ કરી હતી. ધારાસભ્યના નજીકના લોકો હોવાથી કાર્યવાહી ન થતી હોવાનો આક્ષેપ મહિલા પૂર્વ કોર્પોરેટર પ્રતિભા દુબે આ સમગ્ર મામલે હવે શહેર પ્રમુખથી લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને શાસક પક્ષના નેતા સહિતના પદાધિકારીઓને રજૂઆત કરીને આ બાબતે જાણ કરી છે. મહિલા ચાલુ કોર્પોરેટર હતા ત્યારે પણ તેમને ધાક- ધમકી આપવામાં આવતી હતી. જેને લઈને મુખ્યમંત્રીથી લઈને શહેર પ્રમુખ, સ્થાનિક પોલીસ અને ડીસીપી સહિતના અધિકારીઓને પોતાની જાનને જોખમ હોવા અંગે રજૂઆત કરી હતી તેમ છતાં અમરાઈવાડીના ધારાસભ્ય ડો.હસમુખ પટેલના નજીકના લોકો હોવાના કારણે તેમના ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને બચાવ કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કરાયો છે. આક્ષેપો તદન ખોટા, ધારાસભ્યને બદનામ કરવાનો પ્રયાસઃ ધર્મેન્દ્ર ચૌહાણ વકીલ ધર્મેન્દ્ર ચૌહાણે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અગાઉ પણ પ્રતિભા દુબે મહિલા કોર્પોરેટર હતા ત્યારે તેમણે 500 માણસોના ટોળા લઈને મારવા આવ્યા હોવાના આક્ષેપ કર્યા હતા. અગાઉ પણ તેમના દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે અને તેમાં સમાધાન થઈ ગયું હતું. અત્યારે જે આક્ષેપ કરવામાં આવ્યા છે તદ્દન ખોટા છે. હું કાયદાનો જાણકાર છું અને આ પ્રકારે જે આક્ષેપ કરવામાં આવ્યા છે તે તદ્દન ખોટા છે. ધારાસભ્યને બદનામ કરવા માટે થઈને તેઓ આ રીતે કહી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    'અર્થ'નું અર્થઘટન:વૃદ્ધિ અને વૈવિધ્યકરણ ભાગ 29- સ્પેશિયલાઈઝ્ડ ઈન્વેસ્ટમેન્ટ ફંડ અને અલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ ફંડ વચ્ચેનો તફાવત જાણો
    Next Article
    FIFA World Cup LIVE: Germany Score Again, Need 1 More Goal To Equal Brazil Hammering

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment