Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફેસન:શીયર લેયરિંગ: પારદર્શક કપડાંથી એલિગન્ટ લુક

    23 hours ago

    ફેશન જગતમાં દર સીઝનમાં નવા એક્સપેરિમેન્ટ્સ થતા રહે છે. ક્યારેક એવા ટ્રેન્ડ્સ આવે છે જે જોવામાં ખૂબ આકર્ષક લાગે છે, પણ તેને રોજિંદા જીવનમાં સામાન્ય રીતે કેવી રીતે કૅરી કરવા તે અંગે મહિલાઓમાં મૂંઝવણ હોય છે. અત્યારે ગ્લોબલ ફેશન રનવેથી લઈને બોલીવુડ સેલેબ્સના એરપોર્ટ લુક સુધી આવો જ એક અલ્ટ્રા-મોર્ડન ટ્રેન્ડ ધૂમ મચાવી રહ્યો છે, અને તે છે ‘શીયર લેયરિંગ’. શીયર ફેબ્રિક એટલે કે નેટ, ઓર્ગેન્ઝા, શિફોન, ટ્યૂલ કે લાઈટ-વેઈટ ટ્રાન્સપરન્ટ મટીરિયલ. સામાન્ય રીતે આપણા સમાજમાં મહિલાઓને એવું લાગે છે કે ટ્રાન્સપરન્ટ કપડાં પહેરવાથી લુક ખૂબ બોલ્ડ કે કમ્ફર્ટેબલ નહીં રહે. પરંતુ, ‘લેયરિંગ’ (એકની ઉપર બીજું કપડું સ્માર્ટલી પહેરવાની કળા) ના ટ્વિસ્ટ સાથે આ જ પારદર્શક કપડાંને તમે અત્યંત સોબર, રોયલ અને પ્રીમિયમ લુક આપી શકો છો. આ સ્ટાઈલ માત્ર વેસ્ટર્ન આઉટફિટ્સ પૂરતી મર્યાદિત નથી, ઇન્ડિયન ફ્યુઝનમાં પણ તેની ભારે ડિમાન્ડ છે. શીયર લેયરિંગની કેટલીક પ્રેક્ટિકલ રીતો 1 ઇનર ટેંક ટોપ કે કામિસોલ સાથે શીયર બ્લાઉઝ જો તમારી પાસે કોઈ સુંદર એમ્બ્રોઇડરી કે પ્રિન્ટવાળું ઓર્ગેન્ઝા કે નેટનું શીયર ટોપ છે, તો તેની નીચે સેમ કલરનું સ્પગેટી, કામિસોલ અથવા સ્ટાઇલિશ ક્રોપ ટોપ ઇનર તરીકે પહેરો. આ લુકને હાઈ-વેસ્ટ વાઇડ-લેગ જીન્સ અથવા ટેલર્ડ પેન્ટ્સ સાથે ઇન કરીને સ્ટાઇલ કરો. આનાથી લુક અત્યંત મોર્ડન લાગશે અને તમે આખો દિવસ કમ્ફર્ટેબલ રહી શકશો. 2 શાર્પ બ્લેઝર અથવા સૂટની નીચે શીયર શર્ટ ઓફિસની ઈવનિંગ પાર્ટી, કોર્પોરેટ ડિનર કે સેમી-ફોર્મલ લુક માટે આ કોમ્બિનેશન બેસ્ટ છે. એક ક્લાસિક પાવર બ્લેઝરની અંદર લાઈટ-વેઈટ ટ્રાન્સપરન્ટ શર્ટ કે હાઈ-નેક શીયર ટોપ લેયર કરો. બ્લેઝરના કારણે લુક પ્રોફેશનલ અને સોફિસ્ટિકેટેડ રહેશે, જ્યારે અંદરનું શીયર ફેબ્રિક બોરિંગ લુકમાં ગ્લેમર અને ફેમિનિન ટ્વિસ્ટ ઉમેરશે. 3 સાદા સ્લિપ ડ્રેસ પર ઓપન શીયર શ્રગ જો તમારી પાસે કોઈ સાદો પ્લેન સ્લિપ ડ્રેસ કે મેક્સી ડ્રેસ હોય, તો તેને નવો લુક આપવા માટે તેની ઉપર લોન્ગ, ઓપન-ફ્રન્ટ શીયર શ્રગ કૅરી કરો. ખાસ કરીને મોનોક્રોમ (એક જ કલર ટોન) માં આ સ્ટાઈલ બોડી શેપને ખૂબ જ સુંદર દેખાડે છે. 4 ઇન્ડિયન એથ્નિક ટ્વિસ્ટ ભારતીય તહેવારો કે લગ્ન પ્રસંગોમાં શીયર લેયરિંગ અદ્ભુત લાગે છે. હેવી વર્કવાળા લહેંગા કે ક્રોપ ટોપ પર ટ્રેડિશનલ દુપટ્ટો લેવાને બદલે નેટ કે ઓર્ગેન્ઝા ફેબ્રિકનું ટ્રાન્સપરન્ટ જેકેટ લેયર કરો. આ સિવાય પ્લેન કુર્તી પર ટ્રાન્સપરન્ટ એમ્બ્રોઇડરી વાળું કુર્તા જેકેટ પહેરવાથી રીચ લુક મળે છે.
    Click here to Read More
    Previous Article
    Why your hunger vanishes in the heat: Solving the ‘summer appetite’ mystery
    Next Article
    'અર્થ'નું અર્થઘટન:વૃદ્ધિ અને વૈવિધ્યકરણ ભાગ 29- સ્પેશિયલાઈઝ્ડ ઈન્વેસ્ટમેન્ટ ફંડ અને અલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ ફંડ વચ્ચેનો તફાવત જાણો

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment