Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણાની મુલાકાતે મુખ્યમંત્રી:વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સાથે મુલાકાત કરી, સંઘની સમન્વય બેઠકમાં હાજરી આપી

    4 days ago

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા જિલ્લાની વિશેષ મુલાકાત લીધી હતી. જે દરમિયાન તેમણે વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને મહાનુભાવો સાથે બેઠકો યોજી હતી. મહેસાણા આગમન બાદ મુખ્યમંત્રીએ સૌપ્રથમ સંઘની સમન્વય બેઠકમાં હાજરી આપી હતી. ત્યારબાદ '12વર્ષની અવિરત સેવા, વિશ્વાસ અને જનકલ્યાણ' અંતર્ગત તેમણે નગરના પ્રતિષ્ઠિત 5 અગ્રણીઓ સાથે વિશેષ સંપર્ક બેઠક યોજી હતી. કડીમાં CA અને શિક્ષણવિદ અશ્વિન યાજ્ઞિક સાથે મુલાકાત જલારામ મંદિરથી રવાના થઈને મુખ્યમંત્રીએ મિનિટ-ટુ-મિનિટ કાર્યક્રમ અનુસાર વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની તેમના નિવાસસ્થાને રૂબરૂ મુલાકાત લીધી હતી. આ કડીમાં તેમણે જાણીતા સી.એ. અને શિક્ષણવિદ્ અશ્વિનભાઈ યાજ્ઞિક તેમજ ગુજરાત મલ્ટીગેસ કંપનીના ઉદ્યોગપતિ જયંતીભાઈ પટેલ સાથે મુલાકાત કરીને ચર્ચા-વિચારણા કરી હતી સામાજિક કાર્યકર દશરથ પટેલ સાથે મુલાકાત ત્યારબાદ મુખ્યમંત્રીએ અનાથ બાળકોના શિક્ષણ અને પાલન-પોષણનું પ્રશંસનીય કાર્ય કરતા સામાજિક કાર્યકર દશરથભાઈ પટેલની મુલાકાત લઈને તેમના સેવાકાર્યને બિરદાવ્યું હતું. આ ઉપરાંત, રોટરી ઇન્ટરનેશનલના પાસ્ટ ડીસ્ટ્રીકટ ગવર્નર અને સીનીયર એડવોકેટ શરદભાઈ શાહ તેમજ સામાજિક અગ્રણી સંદીપભાઈ શેઠ સાથે પણ તેમણે વિવિધ વિષયો પર સદભાવના મુલાકાત અને ચર્ચા કરી હતી. મહેસાણાના સ્થાનિક અગ્રણીઓ સાથેની આ તમામ મુલાકાતો પૂર્ણ કરીને મુખ્યમંત્રી ગાંધીનગર જવા રવાના થયા હતા.
    Click here to Read More
    Previous Article
    કૃષિમંત્રીના નિવેદન સામે શિક્ષક સમાજમાં રોષ:શિક્ષકો કામ કરવા તૈયાર નથી, મોબાઈલમાં રચ્યા પચ્યા રહે છે તેવી ટિપ્પણી કરતા મંત્રી ખેદ વ્યક્ત કરે તેવી માંગ
    Next Article
    બાપોદના ASI સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ:નાગરિકને જાતિસૂચક અપશબ્દો કહી લાફો મારવાનો આક્ષેપ, પોલીસકર્મીની હેડ ક્વાર્ટર બદલી કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment