Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાપોદના ASI સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ:નાગરિકને જાતિસૂચક અપશબ્દો કહી લાફો મારવાનો આક્ષેપ, પોલીસકર્મીની હેડ ક્વાર્ટર બદલી કરાઈ

    5 days ago

    વડોદરા શહેરના બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI સામે એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાતા પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. આ કેસમાં પોલીસકર્મીની બાપોદ પોલીસ સ્ટેશનમાંથી હેડ ક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે. બાપોદ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીએ એક નાગરિકને જાતિસૂચક અપશબ્દો કહીને અપમાનિત કરી ગાલ પર લાફો મારી દીધો હોવાનો ગંભીર આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. ASIએ જાતિ પ્રત્યે અપમાનિત કરી તમાચો માર્યાનો આક્ષેપ વડોદરા શહેરના આજવા રોડ પર આવેલી શ્રીહરિ ટાઉનશીપમાં રહેતા પ્રવીણકુમાર ઉપેન્દ્રભાઈ પરમારે આ મામલે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ ગત તારીખ 15 મેના રોજ પ્રવીણકુમાર બપોરે બાપોદ પોલીસ સ્ટેશનના પ્રથમ માળે દાદરા પાસે હાજર હતા. તે દરમિયાન ત્યાં ફરજ પર રહેલા સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. આરોપ છે કે, આ દરમિયાન ASI નિમેશભાઈએ ઉશ્કેરાઈ જઈને પ્રવીણકુમારને જાતિપ્રત્યે અપમાનિત કરે એવા શબ્દો કહ્યા હતા અને તેમની સાથે અસભ્ય વર્તન કર્યું હતું. એટલું જ નહીં, પોલીસ અધિકારીએ આવેશમાં આવીને પ્રવિણકુમારને ગાલ પર તમાચો પણ જડી દીધો હતો. પોલીસે એટ્રોસિટીની ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી આ ઘટના બાદ ભોગ બનનાર પ્રવીણકુમારે ન્યાય માટે ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી. આ ઉપરાંત વડોદરા શહેરના જેલ રોડ પર દલિત સમાજે સ્વાભિમાન રેલી કાઢીને ઉગ્ર આંદોલન કર્યું હતું. રેલી દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ સર્જાતા 75 લોકો સામે ગુનો પણ નોંધાયો હતો. ત્યારબાદ હવે બાપોદ પોલીસ સ્ટેશનમાં ASI નિપુલ રમેશભાઈ કહાર વિરુદ્ધ ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આ મામલે એટ્રોસિટી ની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 9 સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા પોલીસ વિભાગના કર્મચારી સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગંભીર ગુનો નોંધાતા આ સમગ્ર ગુનાની આગળની તપાસ વડોદરા શહેરના એસ.સી. /એસ.ટી. સેલના એસીપીને સોંપવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધીમાં 9 જેટલા સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા છે અને સીસીટીવી દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. આરોપી પોલીસકર્મીની હેડ ક્વાર્ટર ખાતે બદલી કરી દેવામાં આવી છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    મહેસાણાની મુલાકાતે મુખ્યમંત્રી:વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સાથે મુલાકાત કરી, સંઘની સમન્વય બેઠકમાં હાજરી આપી
    Next Article
    ‘Dam is right in front of us, yet we struggle for water’: Pune’s villages battle deepening crisis

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment