Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોદી સરકારના સુશાસનના વર્ષોની ઉજવણી:પ્રેસ કોન્ફરન્સમાં વિકાસ કાર્યો અને લોકકલ્યાણની ઐતિહાસિક સિદ્ધિઓની ચર્ચા કરાઈ

    12 hours ago

    ​જૂનાગઢ સ્થિત હોટેલ ઈન્દ્રલોક ખાતે ભાજપ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારના સુશાસનના વર્ષો પૂર્ણ થવાના અવસરે યોજાયેલા આ કાર્યક્રમમાં પત્રકારો સાથે સંવાદ કરીને સરકારની વિવિધ ક્ષેત્રની સિદ્ધિઓ અંગે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી. વર્ષ 2014થી શરૂ થયેલી વિકાસ યાત્રાને દેશની જનતાએ સતત મજબૂત જનમંડેટ આપીને સમર્થન આપ્યું છે અને સબકા સાથ, સબકા વિકાસના મંત્ર સાથે સરકારે ગરીબ, ખેડૂત, યુવા અને મહિલાઓના સર્વાંગી વિકાસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. કરોડો નાગરિકોને મફત અનાજ પૂરું પાડવામાં આવી રહ્યું છે ​લોકકલ્યાણના ક્ષેત્રમાં જનધન યોજના, આયુષ્માન ભારત હેલ્થ કાર્ડ, ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કનેક્શન તથા આવાસ યોજના હેઠળ પરિવારોને પાકાં મકાનો આપવામાં આવ્યા છે. કોરોના કાળથી સતત કરોડો નાગરિકોને મફત અનાજ પૂરું પાડવામાં આવી રહ્યું છે, જ્યારે જલ જીવન મિશન અને સ્વચ્છ ભારત મિશન હેઠળ લોકોની જીવનશૈલીમાં મોટો સુધારો થયો છે. ખેડૂતોના હિત માટે કિસાન સન્માન નિધિના નાણાં સીધા ખાતામાં જમા થયા છે અને માઇક્રો સિંચાઈ તેમજ ક્રેડિટ કાર્ડ દ્વારા સસ્તું ધિરાણ ઉપલબ્ધ કરાવાયું છે. પંચાયતોને ડિજિટલ ઇન્ડિયા સાથે જોડીને ટેકનોલોજીનો વ્યાપ વધારવામાં આવ્યો ​છેલ્લા વર્ષો દરમિયાન દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટું પરિવર્તન આવ્યું છે, જેમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું જાળું, ગ્રામ સડક યોજના અને અટલ ટનલ જેવા પ્રોજેક્ટ્સ સામેલ છે. રેલવે ક્ષેત્રમાં બ્રોડગેજ વિદ્યુતીકરણ, સ્ટેશનોનું આધુનિકીકરણ અને વંદે ભારત ટ્રેનો દેશની નવી ઓળખ બની છે. આ સાથે જ ભારતનેટ યોજના દ્વારા ગ્રામ પંચાયતોને ડિજિટલ ઇન્ડિયા સાથે જોડીને ટેકનોલોજીનો વ્યાપ વધારવામાં આવ્યો છે.​સાંસ્કૃતિક વારસાના સંરક્ષણમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, નવી સંસદ અને રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક જેવા પ્રયાસોથી રાષ્ટ્રીય ગૌરવ વધ્યું છે. વિદેશ નીતિના ક્ષેત્રમાં વસુધૈવ કુટુંબકમ મંત્ર સાથે સફળ જી-20 અધ્યક્ષતા અને અન્ય દેશોને કોરોના રસી પહોંચાડીને વૈશ્વિક સ્તરે ભારતની પ્રતિષ્ઠા મજબૂત બની છે. દરેક જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ​સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જનકલ્યાણ અને વિકાસના વર્ષો પૂર્ણ થવાના આધાર પર દરેક જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેના જ એક ભાગરૂપે જૂનાગઢ મહાનગર ખાતે આ મહત્વપૂર્ણ સંમેલન યોજાયું હતું. જૂનાગઢના વરિષ્ઠ લોકો આ અવસરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આગામી વર્ષ 2047 સુધીમાં દેશ જ્યારે સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બને ત્યારે તેમાં સ્થાનિક સ્તરેથી પણ મહત્તમ યોગદાન આપી શકાય તેવા મક્કમ સંકલ્પ સાથે સૌ આગળ વધી રહ્યા છે અને આ કાર્યને સફળ બનાવવા બદલ તમામ પક્ષીય પદાધિકારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    'દિવ્ય ભાસ્કર ગુજરાતી ફિલ્મ અવોર્ડ્સ 2026':રેડ કાર્પેટ પર સેલેબ્સનું આગમન, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અવોર્ડ એનાયત કરશે
    Next Article
    જામનગરમાં બંધ મકાનમાં આગ:કચરાના ઢગલામાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી, ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment