Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટના સ્પીડવેલ ચોક કા રાજા ગણેશ મહોત્સવ 2026:રોબોટ કરે છે બાપ્પાની આરતી, 'ઉમા કા લાલ વરસાવો વ્હાલ'

    14 hours ago

    રાજકોટના શ્રીનાથજી હવેલી ગ્રાઉન્ડમાં સ્પીડવેલ ચોક કા રાજાની આરતી રોબોટ કરે છે. ગણેશ ઉત્સવમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને આરતી અને બેલ વાગડવા માટે સેન્સર વાળા બે રોબોટ તૈયાર કરાયા છે. જો કોઈ આ રોબોટને સ્પર્શ કરે તો સેન્સરના કારણે તે આપોઆપ બંધ થઈ જાય છે. આ વર્ષે 50 હજાર સ્કવેર ફૂટના પંડાલમાં 'સફેદ હેવન' થીમ પર 7 ફૂટની ઈકો-ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. કેપીએસ ક્લબ અને ‘ઉમા કા લાલ' ગ્રુપના 125 કાર્યકર્તાઓ 6 વર્ષથી ગણેશ ઉત્સવનું આયોજન કરે છે. આ ઉત્સવ માટે છેલ્લા 1 મહિનાથી ગ્રુપ દ્વારા તૈયારી કરવામાં આવી રહી હતી. દરરોજ સાંજે 7:30 વાગ્યે મહાઆરતી અને 9:00 વાગ્યા પછી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. દરરોજ 10 હજારથી વધુ શ્રદ્ધાળુઓ દાદાના દર્શનનો લાભ લઈ રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    તુર્કીના રાષ્ટ્રપતિએ UNમાં ફરી કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો:2019થી 7 વખત ઉલ્લેખ કરી ચૂક્યા; પેલેસ્ટાઇનનું નામ લીધું તો ઇઝરાયલી અધિકારી બહાર નીકળી ગયા
    Next Article
    સાવરકુંડલામાં ગણપતિ બાપ્પાનો 25 લાખની નોટો અને ડોલરથી શણગાર:પંડાલમાં ભારતીય રૂપિયા સાથે અમેરિકી ડોલરની સજાવટ આકર્ષણનું કેન્દ્ર બની, 'લખપતિ ગણપતિ'ના દર્શને ભક્તો ઉમટ્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment