Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું:વડોદરામાં જમણવાર દરમિયાન થયેલી બોલાચાલી બાદ યુવકે ચપ્પુથી હુમલો કર્યો, સામે પક્ષે બેટથી હુમલો કર્યો, સામસામે ફરિયાદ

    12 hours ago

    વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં ખારવા સમાજના જમણવાર કાર્યક્રમ દરમિયાન થયેલી સામાન્ય બોલાચાલી બાદ મામલો હિંસક બન્યો હતો. યુવતીને ધક્કો લાગવાની ઘટનાને લઈને બે પક્ષો વચ્ચે ઉગ્ર તકરાર સર્જાઈ હતી. એક પક્ષે ચપ્પુથી હુમલો કરી હત્યાના પ્રયાસનો આક્ષેપ કર્યો છે, જ્યારે બીજા પક્ષે બહેન સાથે ગાળાગાળી કરવાના મુદ્દે થયેલી ઝપાઝપી દરમિયાન યુવકે બીજા યુવક પર બેટ વડે હુમલો કરાયો હોવાનો આક્ષેપ કર્યો છે. બંને પક્ષોની ફરિયાદના આધારે નવાપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વડોદરાના નવાપુરા વિસ્તારમાં રહેતા મનોજભાઈ બિપિનભાઈ ખારવાએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તા. 13 જૂનના રોજ ખારવાવાડ ખાતે ખારવા સમાજનો જમણવાર કાર્યક્રમ યોજાયો હતો. રાત્રે આશરે 9.30 વાગ્યે તેઓ અન્ય સમાજજનો સાથે કાર્યક્રમ સ્થળે ઉભા હતા ત્યારે ભીડને કારણે અરુણ ખારવાની પુત્રી કિંજલને અજાણતાં ધક્કો વાગ્યો હતો. આ મુદ્દે કિંજલે તેમની સાથે બોલાચાલી કરી હતી અને બાદમાં ઘરે જતી રહી હતી. રાત્રે આશરે 10.30 વાગ્યે કિંજલ તેના પિતા અરુણ ખારવા, ભાઈ પ્રગ્નેશ ઉર્ફે બિટ્ટુ ખારવા તથા રોનક રાવળ સાથે શિન્દે કોલોનીના નાકા પાસે આવી પહોંચી હતી. ત્યાં પ્રગ્નેશે મનોજભાઈને તેમની બહેન સાથે ગાળાગાળી કરવાના મુદ્દે પ્રશ્ન પૂછતાં બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી. આ દરમિયાન અરુણ ખારવાએ તેમને મુક્કો માર્યો હતો, જ્યારે કિંજલ અને રોનક રાવળે પકડી રાખીને માર માર્યો હતો. ત્યારબાદ પ્રગ્નેશ ઉર્ફે બિટ્ટુએ કમરેથી ચપ્પુ કાઢી તેમની છાતીના ભાગે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ ખસી જતા હૃદયની નીચેના ભાગે ઘા વાગ્યો હતો. બાદમાં જાંઘના ભાગે પણ ચપ્પુનો ઘા માર્યો હતો. બૂમાબૂમ થતાં લોકો ભેગા થઈ જતા હુમલાખોરો સ્થળ પરથી ભાગી ગયા હતા. ઇજાગ્રસ્ત મનોજભાઈને તાત્કાલિક સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની છાતી પર 4 અને જાંઘ પર 6 ટાંકા લેવામાં આવ્યા હતા. બીજી તરફ, નવાપુરાના રહેવાસી પ્રગ્નેશ ઉર્ફે બિટ્ટુ અરુણભાઈ ખારવાએ પણ નવાપુરા પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું છે કે જમણવાર કાર્યક્રમ દરમિયાન તેમની બહેન કિંજલ સાથે મનોજ ખારવાએ બોલાચાલી કરી ગાળો બોલ્યો હતો. આ અંગે પૂછપરછ કરવા તેઓ મનોજ ખારવા પાસે ગયા હતા. વાતચીત દરમિયાન મનોજ ખારવા ઉશ્કેરાઈ ગયા હતા અને બાજુમાં પડેલા બેટથી તેમના માથાના ભાગે ફટકો માર્યો હતો. ત્યારબાદ બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી, જેમાં તેમણે મનોજને ચપ્પુ માર્યો હોવાનું સ્વીકાર્યું છે. ઇજાગ્રસ્ત પ્રગ્નેશને પણ સયાજી હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી અને સારવાર બાદ રજા આપવામાં આવી હતી. નવાપુરા પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે ગુનો નોંધી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    વ્યાજખોરનો આતંક:20 લાખની સામે વેપારી પાસેથી 2.66 કરોડ પડાવ્યા, ઘરે જઈ વૃદ્ધ માતા-પિતાને આપી જાનથી મારવાની ધમકી
    Next Article
    7 PM Gujarati News LIVE | 7 વાગ્યાના સૌથી મોટા સમાચાર | Gujarati Samachar | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment