Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇસરા ગામે બંધ મકાનમાંથી તસ્કરોનો હાથફેરો:પરિવાર સગાના ઘરે ગયા ને ગઠિયો દાગીના-રોકડા સહિતની ચોરી કરી ફરાર

    20 hours ago

    ​જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ઇસરા ગામે એક બંધ મકાનને નિશાન બનાવીને તસ્કરોએ લાખોની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર મામલે ભોગ બનનાર પરિવારે પોલીસને જાણ કરતા કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગળની તપાસ શરૂ કરી છે. ગ્રામીણ વિસ્તારમાં ચોરીનો આ બીજો કિસ્સો પ્રકાશમાં આવતા સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ વ્યાપી ગયો છે. અજાણ્યા ચોરોએ તાળા તોડી ઘરની અંદર પ્રવેશ કર્યો ​ઇસરા ગામના વતની રમેશભાઈ જોશીનો પરિવાર શનિવારે રાત્રે કેશોદ તાલુકાના જ નુનારડા ગામે પોતાની બહેનના ઘરે ગયો હતો. આ દરમિયાન તેમનું મકાન બંધ હતું જેનો લાભ ઉઠાવીને અજાણ્યા ચોરોએ તાળા તોડી ઘરની અંદર પ્રવેશ કર્યો હતો. મોડી રાત્રે તસ્કરોએ આખું ઘર વેરવિખેર કરીને કિંમતી સામાનની ઉઠાંતરી કરી હતી. પાડોશી ગાયને નીણ નાખવા નીકળ્યા ને ચોરીની જાણ થઈ ​રવિવારે સવારે આસપાસમાં રહેતા પાડોશી ગાયોને નીણ નાખવા માટે નીકળ્યા ત્યારે રમેશભાઈના ઘરના ડેલાનું તાળું ખુલ્લું જોવા મળ્યું હતું. પાડોશીએ કુતૂહલવશ અંદર જઈને જોયું તો ઘરના મુખ્ય દરવાજાનું તાળું પણ તૂટેલું હતું અને અંદર બધો સામાન વેરવિખેર પડ્યો હતો. આ દ્રશ્ય જોઈને તેમણે તુરંત જ મકાનમાલિકના પુત્રને અને પરિવારને ફોન દ્વારા આ ચોરીની ઘટના અંગે માહિતગાર કર્યા હતા. સોનાના દાગીના અને રોકડ સહિત અનેક વસ્તુઓ ગાયબ ​ચોરીની જાણ થતાં જ રમેશભાઈનો પરિવાર તાત્કાલિક પોતાના ઘરે દોડી આવ્યો હતો. ઘરમાં તપાસ કરતા સોનાનો એક સેટ, ચાર જોડી બુટ્ટી, સોનાની વીંટી તેમજ ચાંદીના નજરિયા, ચાંદીની બે પોંચીઓ, લકી, હાંસડીની જોડી, કંદોરો, ઓમકાર, ચાંદીના સિક્કા, ચાંદીની ગાય અને તુલસીના ક્યારા સહિતની નાની-મોટી અનેક કિંમતી વસ્તુઓ ગાયબ હતી. આ ઉપરાંત તસ્કરો ઘરમાં રાખેલા રોકડા 25 હજાર પણ ચોરી ગયા હતા. આ ઘટના અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા જ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ઘરની સ્થિતિનું બારીકાઈથી પંચનામું કરીને કાયદેસરની તપાસની કાર્યવાહી હાથ ધરી છે. પીડિત પરિવારે જણાવ્યું હતું કે, ગામમાં ટૂંક સમયમાં જ ચોરીનો આ બીજો કિસ્સો બન્યો છે. તેથી, પોલીસે સઘન તપાસ કરીને તસ્કરોને વહેલી તકે જેલના સળિયા પાછળ ધકેલવા જોઈએ.
    Click here to Read More
    Previous Article
    ઘૂડખર અભયારણ્ય આવતીકાલથી ચાર માસ માટે બંધ રહેશે:સંવનનકાળમાં પ્રાણીને ખલેલ ન પડે તે માટે વેકેશન, 15 જૂનથી 15 ઓક્ટોબર સુધી પ્રવાસીઓનો પ્રવેશ નિષેધ
    Next Article
    મોદી સરકારના સુશાસનના વર્ષોની ઉજવણી:કેન્દ્ર સરકારના સુશાસનના સફળ 12 વર્ષ પૂર્ણ થતા જૂનાગઢમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં વિકાસ કાર્યો અને લોકકલ્યાણની ઐતિહાસિક સિદ્ધિઓની ચર્ચા કરાય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment