Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રાવણીયા સોમવારના પવિત્ર પર્વે વૈજનાથ મહાદેવને અર્ધનારેશ્વરનો અલૌકિક શણગાર:15 કિલો કાળા અને 15 કિલો સફેદ તલથી અર્ધનારેશ્વર સ્વરૂપ અપાયું

    18 hours ago

    શ્રાવણીયા સોમવારના પવિત્ર પર્વ નિમિત્તે હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લાના વિવિધ શિવ મંદિરોમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. સાંજના સમયે શિવભક્તો દ્વારા ભગવાન શિવને વિવિધ ચીજવસ્તુઓ અને રંગબેરંગી ફૂલોથી અનોખા શણગાર કરવામાં આવ્યા હતા. 15 કિલો કાળા અને 15 કિલો સફેદ તલથી અર્ધનારેશ્વર સ્વરૂપ હિંમતનગરના રાયગઢ ગામે આવેલા વૈજનાથ મહાદેવ મંદિરે વૈજનાથ યુવક મંડળ દ્વારા વિશિષ્ટ શણગાર કરવામાં આવ્યો હતો. અંદાજે પાંચ કલાકની મહેનત બાદ 15 કિલો કાળા તલ અને 15 કિલો સફેદ તલનો ઉપયોગ કરીને વૈજનાથ દાદાને અર્ધનારેશ્વર સ્વરૂપનો સુંદર શણગાર કરવામાં આવ્યો હતો. સોમનાથ મહાદેવ મંદિરે ફૂલપાંદડીઓ અને બેસનથી મનમોહક શણગાર હિંમતનગરના રાજેન્દ્રનગર ખાતે આવેલા સોમનાથ મહાદેવ મંદિરે અલગ-અલગ ફૂલોની પાંદડીઓ, ચોખા અને બેસનનો ઉપયોગ કરીને ભગવાન ભોળાનાથને અનોખો શણગાર કરવામાં આવ્યો હતો. શણગારના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. ભોલેશ્વર મહાદેવને ફૂલોથી 'ૐ'નો શણગાર હાથમતી નદીના કિનારે આવેલા સ્વયંભૂ ભોલેશ્વર મહાદેવ મંદિરે વિવિધ ફૂલોની પાંદડીઓથી ભગવાન શિવને 'ૐ'નો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. આ શણગાર ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ઝરણેશ્વર મહાદેવને વિવિધ ફૂલોથી સજાવાયા મહેતાપુરા ખાતે આવેલા ઝરણેશ્વર મહાદેવ મંદિરે કમળ, ગુલાબ, ગલગોટા સહિતના વિવિધ રંગબેરંગી ફૂલોથી દાદાનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. ફૂલોથી સજ્જ ભગવાન શિવના દર્શને ભક્તો ભાવવિભોર બન્યા હતા. મુઘણેશ્વર મહાદેવ મંદિરે રંગબેરંગી ફૂલોનો શણગાર ઇડર તાલુકાના જાદર ગામે આવેલા મુઘણેશ્વર મહાદેવ મંદિરે મંદિરના પૂજારી દ્વારા વિવિધ રંગોના ફૂલોનો ઉપયોગ કરીને અનોખો શણગાર કરવામાં આવ્યો હતો. શ્રાવણીયા સોમવારના અવસરે કરવામાં આવેલા આ વિશિષ્ટ શણગારથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું. શિવાલયોમાં ભક્તિમય માહોલ શ્રાવણીયા સોમવાર નિમિત્તે સાબરકાંઠાના વિવિધ શિવ મંદિરોમાં કરવામાં આવેલા અનોખા શણગાર ભક્તો માટે વિશેષ આકર્ષણ બન્યા હતા. ભગવાન શિવના દર્શન અને વિશેષ શણગાર નિહાળવા ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સચિવાલયના પાણી અંગે ફરિયાદો વચ્ચે લેબ રિપોર્ટ:ત્રણેય ROનું પાણી ‘સેફ’, ઠંડા પાણી વિશે પ્રશ્નો યથાવત્
    Next Article
    શ્રાવણના પ્રથમ સોમવારે ગઢડાના ગંગેશ્વર મહાદેવ મંદિરે ભવ્ય દિપમાલા:ભક્તોએ આરતીનો લીધો લાભ, ડાક-ડમરુ અને ઢોલકના તાલે યુવાનોએ ભજન-કીર્તનથી જમાવ્યો માહોલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment