Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘પૂજા નિર્માલ્ય કલેક્શન વાન’ શરૂ કરવા માંગ:ધાર્મિક લાગણીઓ અને પર્યાવરણની જાળવણી માટે કોંગ્રેસ નેતા ભૌતિક ભટ્ટની પાલિકાને રજૂઆત

    2 days ago

    મહેસાણા શહેરની ધર્મપ્રેમી જનતાની ધાર્મિક લાગણીઓ ન દુભાય અને સાથે જ પર્યાવરણની યોગ્ય જાળવણી થાય તે હેતુથી એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. મહેસાણા કોંગ્રેસ પક્ષના નેતા ભૌતિક ભટ્ટ દ્વારા મહેસાણા મહાનગરપાલિકાના કમિશનર અને મેયરને લેખિતમાં રજૂઆત કરીને શહેરમાં વિશેષ 'પૂજા નિર્માલ્ય કલેક્શન વાન' શરૂ કરવાની મહત્વપૂર્ણ માંગ કરવામાં આવી છે. જાહેર સ્થળો પર ભગવાનના ફોટા રઝળતા હોવાથી લાગણી દુભાય મહાનગરપાલિકાને આપવામાં આવેલી અરજીમાં જણાવ્યા અનુસાર, મહેસાણા શહેરમાં વારંવાર થતા ધાર્મિક કાર્યો, કથા અને હવન બાદ વધેલી પૂજા સામગ્રી તેમજ ઘરોમાં જૂના થયેલા દેવી-દેવતાઓના ફોટોગ્રાફ્સને લોકો અજાણતા વડના વૃક્ષ નીચે, ઇલેક્ટ્રિક થાંભલા પાસે કે નદી-નાળામાં પધરાવી દેતા હોય છે. જાહેર સ્થળો પર પૂજાની સામગ્રી અને ભગવાનના પવિત્ર ફોટા આ રીતે રઝળતા જોવા મળતા હોવાથી હિન્દુ ધર્મની ધાર્મિક લાગણીઓ ખૂબ દુભાય છે. જળચર જીવો અને પર્યાવરણને મોટું નુકસાન આ ઉપરાંત, યોગ્ય વ્યવસ્થાના અભાવે નદી-નાળામાં પધરાવવામાં આવતા કાચથી મઢેલા અને લાકડાની ફ્રેમવાળા ફોટાઓના કારણે જળચર જીવોના જીવ પર પણ મોટું જોખમ ઊભું થાય છે. આ કચરાનો યોગ્ય અને વૈજ્ઞાનિક ઢબે નિકાલ ન થવાને કારણે આ ધાર્મિક ફોટોગ્રાફ્સ મહિનાઓ સુધી ગંદકી વચ્ચે ત્યાં જ પડી રહે છે, જે પર્યાવરણ અને ધર્મ બંને દ્રષ્ટિએ બિલકુલ યોગ્ય નથી. કાયમી ઉકેલ માટે 'પૂજા નિર્માલ્ય કલેક્શન વાન'ની વિનંતી આ ગંભીર સમસ્યાના કાયમી અને સન્માનજનક ઉકેલ માટે કોંગ્રેસ નેતા ભૌતિક ભટ્ટે પાલિકા તંત્રને વિનંતી કરી છે કે, મહેસાણા શહેરની ટેક્સ ભરતી જનતાની સુવિધા માટે પાલિકા દ્વારા વિશેષ 'પૂજા નિર્માલ્ય કલેક્શન વાન' દોડાવવામાં આવે. આ વિશેષ વાન શરૂ થવાથી:
    Click here to Read More
    Previous Article
    બારી સાથે દોરી બાંધી ફાંસો ખાધો:સુરતમાં PT સાયન્સ કોલેજની MSc ITની વિદ્યાર્થિનીનો આપઘાત, પિતા ટેમ્પો ચલાવી દીકરીને ભણાવતા હતા, 15 દિવસથી ડિપ્રેશનમાં હતી
    Next Article
    નશાનાં કાળા કારોબારનો પર્દાફાશ:SOGએ 42.08 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એકને ઝડપી પાડ્યો, રિંગ રોડ પરથી ચોરીની 19 સાયકલો સાથે 4 કિશોરો ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment