Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી:રેડક્રોસ ખાતે રક્તદાતાઓ અને પાલિકા સદસ્યોનું સન્માન કરાયું

    1 week ago

    હિંમતનગરમાં વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રેડક્રોસ ભવન ખાતે વિશેષ રક્તદાતાઓ અને નગરપાલિકાના પદાધિકારીઓનું સન્માન કરાયું હતું. રવિવારે રેડક્રોસ ભવનના સભાખંડમાં આયોજિત કાર્યક્રમમાં હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, પાલિકા પ્રમુખ અરુણાબેન કડિયા, ઉપપ્રમુખ ગોપાલસિંહ રાઠોડ, રેડક્રોસના ભુપેન્દ્રભાઈ પટેલ અને જીતુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ મહાનુભાવોના હસ્તે વારંવાર રક્તદાન કરનારા વિશેષ રક્તદાતાઓને મોમેન્ટો અને ફૂલછડી આપી સન્માનિત કરાયા હતા. ત્યારબાદ રેડક્રોસ દ્વારા નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત વિવિધ સમિતિના ચેરમેન અને સદસ્યોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સન્માનિત રક્તદાતાઓમાં આશ્લેષ પંડ્યા (88 વખત), રાકેશ પટેલ (77 વખત) અને ડોક્ટર દિલીપ પુજારા (75 વખત) નો સમાવેશ થાય છે. 25 થી વધુ વખત રક્તદાન કરનાર કુલ 27 રક્તદાતાઓને ધારાસભ્ય વી.ડી. ઝાલા, નગરપાલિકા પ્રમુખ અરુણાબેન કડિયા, ઉપપ્રમુખ ગોપાલસિંહ રાઠોડ, IMA ના ઉપપ્રમુખ રાકેશ પટેલ, રેડક્રોસના ચેરમેન ડોક્ટર ભુપેન્દ્ર શાહ, વાઇસ ચેરમેન વી.એ. ગોપલાની અને ખજાનચી જીતુભાઈ પટેલ સહિતના સભ્યો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા . આ પ્રસંગે રેડક્રોસના ચેરમેન ડો. ભુપેન્દ્ર શાહ અને વાઇસ ચેરમેન ડો. વી.એ. ગોપલાણીએ રક્તદાનનું મહત્વ અને રેડક્રોસની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. રેડક્રોસના કારોબારી સભ્યો સતિષભાઈ શાહ, વિપુલભાઈ સાંખલા, હરીશભાઈ વ્યાસ અને સજ્જનસિંહ જેતાવત પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે રોનક શાહ, હિતેશ સાંખલા, પરેશભાઈ મહેતા, નેહાબેન મહેતા, કનુભાઈ જયસ્વાલ સહિત રેડક્રોસના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
    Click here to Read More
    Previous Article
    '16 દિવસ...ઉપર આભ, નીચે ધરતી સિવાય વિકલ્પ નહીં':'સ્વૈચ્છિક ડિમોલિશન' સાબિત કરવા પીડિતો પર દબાણનો કોંગ્રેસનો આક્ષેપ, સુરતમાં સાયકલવાળાએ કહ્યું આર્થિક પ્રલોભનો અપાય છે
    Next Article
    \Weather Forecast News | આ વખતના ચોમાસામાં અલ નીનોની અસર દેખાશે | Gujarati Samachar | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment