Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સલમાનની સિક્યોરિટીએ બીજીવાર આમિરના દીકરાને એક્ટરથી દૂર ખસેડ્યો:જુનૈદની સાદગીના કારણે સ્ટાફને લાગ્યો ફેન, એક્ટરની નજર પડતા ઉભા રહી ગળે લગાવ્યો

    1 week ago

    આમિર ખાનની ફિલ્મ 'લગાન'ના 25 વર્ષ પૂરા થવા અને 'આમિર ખાન પ્રોડક્શન્સ'ની 25મી વર્ષગાંઠના અવસરે મુંબઈમાં એક સેલિબ્રેશન ઇવેન્ટ યોજાઈ. શનિવારે આ ઇવેન્ટમાં સલમાન ખાન સહિત બોલિવૂડના ઘણા મોટા સેલેબ્સ પહોંચ્યા. ઇવેન્ટ દરમિયાન સલમાનને મળવા આમિર ખાનના પુત્ર જુનૈદ પહોંચ્યો. જોકે, સલમાનની સિક્યોરિટી જુનૈદને ઓળખી શકી નહીં અને તેને રોકવાનો પ્રયાસ કર્યો. તે જ સમયે, જેવી સલમાનની નજર જુનૈદ પર પડી, સિક્યોરિટીએ તેમને સલમાન પાસે આવવા દીધો. આ પછી સલમાન અને જુનૈદ ગળે મળ્યો. આવું પહેલીવાર નથી બન્યું. આ પહેલા પણ સલમાનની સિક્યોરિટી ટીમ જુનૈદ ખાનને ઓળખી શકી ન હતી. ગયા વર્ષે ‘સિતારે જમીન પર’ના સ્ક્રીનિંગ દરમિયાન કડક સુરક્ષા વચ્ચે સલમાન બહાર નીકળે છે. આ દરમિયાન જુનૈદ, સલમાનની નજીક જવાનો પ્રયાસ કરે છે, પરંતુ સલમાનના બોડીગાર્ડ્સ તેમને ઓળખી શકતા નથી અને તેમને દૂર હટાવી દે છે. સલમાન રોકાયા વગર આગળ વધી જાય છે. જુનૈદને સિમ્પલ લાઇફસ્ટાઇલ આમિર ખાનના પુત્ર જુનૈદ ખાન બોલિવૂડના સૌથી ચર્ચિત સ્ટાર કિડ્સમાંથી એક હોવા છતાં, તેના સાદા દેખાવ અને ડાઉન-ટુ-અર્થ સ્વભાવ માટે જાણીતો છે. તેને ઘણીવાર કોઈ ભપકા કે હાઈ-એન્ડ ડિઝાઈનર કપડાં વિના ખૂબ જ સાદા અંદાજમાં જોવા મળે છે. ફિલ્મ 'લગાન'ના 25 વર્ષ પૂરા થવાના સેલિબ્રેશનમાં શનિવારે જુનૈદ લાઇટ બ્લુ ડેનિમ શર્ટમાં જોવા મળ્યો હતો. ફરી એકવાર જુનૈદે સિમ્પલ લુક પસંદ કર્યો, જે તેની સાદગી દર્શાવે છે. બોલિવૂડ સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો… VIDEO: આમિરની પાાર્ટીમાં સલમાનનો 'રાધે' લુક ને ઉતરેલું મોઢું!:કરીના એક્ટરને જોઈને ચોંકી; 'લગાન'ના 'ભુવન'ની ગર્લફ્રેન્ડ ગૌરી સાથે રોમેન્ટિક એન્ટ્રી આમિર ખાનની ફિલ્મ 'લગાન'ના 25 વર્ષ પૂરા થવા અને 'આમિર ખાન પ્રોડક્શન્સ'ની 25મી વર્ષગાંઠના અવસરે મુંબઈમાં એક સેલિબ્રેશન ઇવેન્ટ યોજાઈ. શનિવારે આ ઇવેન્ટમાં સલમાન ખાન, કરીના કપૂર અને રેખા સહિત બોલિવૂડના ઘણા મોટા સેલેબ્સ પહોંચ્યા. સંપૂર્ણ સમાચાર અહીં વાંચો…
    Click here to Read More
    Previous Article
    વુમન્સ વર્લ્ડકપ- વેસ્ટ ઈન્ડિઝે ડિફેન્ડિંગ ચેમ્પિયન ન્યુઝીલેન્ડને હરાવ્યું:એમેલિયા કેરે 100મી મેચ રમી; ઓસ્ટ્રેલિયા અને સ્કોટલેન્ડ પણ જીત્યા
    Next Article
    કોકરોચ પાર્ટીનું આજે બે શહેરોમાં પ્રદર્શન:હૈદરાબાદમાં વાંગચુક જોડાયા, દીપકે બેંગલુરુ પહોંચશે; શિક્ષણ મંત્રી પ્રધાનના રાજીનામાની માગ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment