Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છેતરપિંડીના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો:ઉનાવા પોલીસ સ્ટેશનના ગુનામાં પાંચ વર્ષથી ફરાર હતો, પેરોલ ફર્લો સ્કવોડે મુંબઈથી દબોચ્યો

    20 hours ago

    મહેસાણા જિલ્લાના ઉનાવા પોલીસ સ્ટેશનના છેતરપિંડીના ગુનામાં પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીને પેરોલ ફર્લો સ્કવોડે મુંબઈથી ઝડપી પાડ્યો છે. છેતરપિંડીના ગુનામાં પાંચ વર્ષથી ફરાર હતો જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓ તેમજ પેરોલ ફર્લો અને વચગાળાના જામીન પર છૂટીને ફરાર થયેલા કેદીઓને પકડી પાડવા માટે મહેસાણા પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત મહેસાણા એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. કામળીયાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.જી. ચૌધરી તથા તેમની ટીમ ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી તપાસમાં હતી. આ તપાસ દરમિયાન પેરોલ ફર્લો સ્કોડની ટીમને મહારાષ્ટ્રના મુંબઈ ખાતે એક મોટી સફળતા મળી છે.ઉનાવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આશરે પાંચ વર્ષ જૂના વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં ઇ.પી.કો. કલમ 406, 420, 419, 114 મુજબ લાંબા સમયથી નાસતો ફરતો આરોપી જોષી મહેન્દ્રકુમાર મુળશંકર શંભુનાથ (ઉંમર વર્ષ 58) મુંબઈના મુલુંદ વિસ્તારમાં છુપાયો હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. મુંબઈના મુંલુંદ વેસ્ટમાં એક મકાનમાં રહેતો હતો પેરોલ ફર્લો સ્કોડના હેડ કોન્સ્ટેબલ પ્રકાશકુમાર અને પોલીસ કોન્સ્ટેબલ હિતેષકુમારને ટેકનિકલ સોર્સ મારફતે માહિતી મળી હતી કે, મૂળ નખત્રાણા (ભુજ-કચ્છ)નો વતની અને અગાઉ મીરા રોડ (થાણે) ખાતે રહેતો આ આરોપી હાલમાં મુંબઈના મુલુંદ-વેસ્ટમાં એમ.જી. રોડ પર આવેલી લોહાણા મહાપરિષદમાં રહે છે. આ બાતમીના આધારે મહેસાણા પોલીસની ટીમે તાત્કાલિક લોહાણા મહાપરિષદ ખાતે પહોંચી, હ્યુમન સોર્સ દ્વારા ખરાઈ કરીને મકાન નંબર A-45 માં દરોડો પાડ્યો હતો. પોલીસે ઘરમાં હાજર ઇસમને પકડીને પૂછપરછ કરતા તેણે પોતાનું નામ મહેન્દ્રકુમાર મુળશંકર જોષી હોવાનું સ્વીકાર્યું હતું. આથી પોલીસે 13 જૂનના રોજ આરોપીને તેના ઘરેથી હસ્તગત કર્યો હતો. ધરપકડ અંગેની જાણ આરોપીની પત્ની મીતાબેન જોષી તેમજ તેના જમાઈ બાદલ નરેન્દ્રભાઈ જોષીને રૂબરૂમાં કરવામાં આવી હતી. ત્યારબાદ મુંબઈના સ્થાનિક મુલુંદ પોલીસ સ્ટેશનમાં આ અંગે કાયદેસરની નોંધ કરાવી, મહેસાણા પોલીસની ટીમ આરોપીને લઈને ગુજરાત આવી પહોંચી હતી.14 જૂનના રોજ બપોરે 12:15 વાગ્યે ઉનાવા પોલીસ સ્ટેશન ખાતે સ્ટેશન ડાયરીમાં નોંધ કરાવીને આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ઉનાવા પોલીસને સોંપવામાં આવ્યો છે. આમ મહેસાણા પોલીસની સતર્કતાને કારણે છેલ્લા 5 વર્ષથી કાયદાના હાથથી બચતો ફરતો આરોપી અંતે જેલના સળિયા પાછળ ધકેલાયો છે.
    Click here to Read More
    Previous Article
    ફીફા વર્લ્ડ કપ: મોરોક્કોએ બ્રાઝિલને ડ્રો પર રોક્યું:સ્કોટલેન્ડે 44 વર્ષ પછી પ્રથમ મેચ જીતી, ગ્રુપ સીમાં ટોપ પર
    Next Article
    US-Iran War LIVE Updates: Tehran Says No Decision On US Deal, Qatar Delegation Arrives For Talks

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment